Coronavirus : કોરોના નિયમોનુ પાલન ન કરવા પર મધ્યપ્રદેશમાં અધિકારીનું અમાનવીય વર્તન, રસ્તા વચ્ચે આરોપીઓને લાત મારી કાઢ્યુ સરઘસ

|

May 03, 2021 | 4:49 PM

Coronavirus : ઇન્દોરમાં જિલ્લા તંત્ર સતત તમામ જગ્યાએ કોરોના કરફ્યૂનુ ઉલ્લંઘન કરનારા લોકો પર કાર્યવાહી કરી રહ્યુ છે. પરંતુ એક ઓફિસરની હરકતે પ્રશાસન પર અનેક સવાલો ઉભા કર્યા છે.

Coronavirus :  કોરોના નિયમોનુ પાલન ન કરવા પર મધ્યપ્રદેશમાં અધિકારીનું અમાનવીય વર્તન, રસ્તા વચ્ચે આરોપીઓને લાત મારી કાઢ્યુ સરઘસ
આરોપીઓને સજા આપતા સરકારી અધિકારી

Follow us on

Coronavirus : ઇન્દોરમાં જિલ્લા તંત્ર સતત તમામ જગ્યાએ કોરોના કરફ્યૂનુ ઉલ્લંઘન કરનારા લોકો પર કાર્યવાહી કરી રહ્યુ છે. પરંતુ એક ઓફિસરની હરકતે સરકારી વહીવટી તંત્ર પર અનેક સવાલો ઉભા કર્યા છે. પાલપુરમાં સરકારી અધિકારી બજરંગ બાહદુર ચમનને ચાર રસ્તા પર કોરોના કર્ફ્યૂનુ ઉલ્લંઘન કરવાવાળાઓને પહેલા રોક્યા અને પછી દેડકાની જેમ અડધો કિલોમીટર ચાલવાનુ કહ્યું

માત્ર આટલું જ નહિ પરંતુ નિયમોનું ઉલ્લંઘન કરનરા આરોપીઓનુ બેન્ડવાજા સાથે સરઘસ કાઢવામાં આવ્યુ. જ્યારે લોકો દેડકાની જેમ કુદીને ચાલ્યા તો સરકારી અધિકારી બજરંગ બહાદુરના આ અમાનવીય રુપનો આસપાસના લોકોએ વીડિયો બનાવી દીધો તો તે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો. આ મામલે કોંગ્રેસે કહ્યુ કે તેઓ અધિકારી બજરંગ બહાદુરનુ મોઢુ કાળુ કરશે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

મધ્યપ્રદેશમાં રવિવારે 12662 નવા કોરોના પોઝિટીવ દર્દીઓ આવ્યા હતા. સંક્રમિતોની સંખ્યા 5,88,368 થઇ ગઇ છે. રવિવારે કોરોના સંક્રમણના કારણે 94 દર્દીઓના મૃત્યુ થયા હતા. દર્દીઓના મોતનો આંકડો વધીને 5812 પર પહોંચી ગયો છે. જ્યારે 13890 સંક્રમિત દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે જઇ ચૂક્યા છે. જ્યારે અત્યારસુધી પ્રદેશમાં 49536 દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પાછા આવી ગયા છે. જ્યારે 87189 દર્દીઓ એક્ટીવ છે.

 

 

 

 

Next Article