દેશમાં કોરોનાના નવા BA.2.75 ‘વેરિઅન્ટ’ની એન્ટ્રી ! ઈઝરાયેલના વૈજ્ઞાનિકે કહ્યું ‘ખતરનાક’, સરકારે કહ્યું- હાલ ચિંતા કરવાની જરૂર નહી

|

Jul 05, 2022 | 8:33 AM

Corona New Variant found In India: ડૉ. શાય ફલેશોને જણાવ્યું કે અત્યાર સુધીમાં 85 સિક્વન્સ અપલોડ કરવામાં આવી છે. તેમાંથી મોટાભાગના ભારતના 10 રાજ્યોમાંથી છે. જ્યારે બાકીના 7 અન્ય દેશોમાંથી છે.

દેશમાં કોરોનાના નવા BA.2.75 વેરિઅન્ટની એન્ટ્રી ! ઈઝરાયેલના વૈજ્ઞાનિકે કહ્યું ખતરનાક, સરકારે કહ્યું- હાલ ચિંતા કરવાની જરૂર નહી
Corona Virus

Follow us on

Corona New Variant: દેશમાં દરરોજ કોરોના (Corona Virus) સંક્રમણના હજારો કેસ નોંધાઈ રહ્યા છે. ઇઝરાયેલના એક વૈજ્ઞાનિકે વધતા કેસ વચ્ચે ડોકટરો અને મહામારી નિરીક્ષકોની ચિંતા વધારી છે. ઈઝરાયેલના વૈજ્ઞાનિક ડૉ. શાય ફ્લેશોને કહ્યું છે કે ભારતના ઓછામાં ઓછા 10 રાજ્યોમાં કોરોના વાયરસનો નવો BA.2.75 વેરીયન્ટ જોવા મળ્યો છે. ઈઝરાયેલના ટેલ હાશોમરમાં શેબા મેડિકલ સેન્ટર ખાતે સેન્ટ્રલ વાઈરોલોજી લેબોરેટરીના ડૉક્ટર શાય ફ્લેશોને જણાવ્યું કે અત્યાર સુધીમાં 85 સિક્વન્સ અપલોડ કરવામાં આવ્યા છે. તેમાંથી મોટાભાગના ભારતના 10 રાજ્યોમાંથી છે. જ્યારે બાકીના 7 અન્ય દેશોમાંથી છે. ભારત બહારની સીકવન્સના આધારે, અત્યાર સુધી કોઈ ટ્રાન્સમિશન ટ્રેક કરવામાં આવ્યું નથી.

ફ્લેશોને આ કેસોની વિગતો પણ શેર કરી હતી. જેમાં તેમણે કહ્યું કે 2 જુલાઈ (2022 સુધી) મહારાષ્ટ્રમાં 27, પશ્ચિમ બંગાળમાં 13, દિલ્હી, જમ્મુ અને ઉત્તર પ્રદેશમાંથી એક-એક અને હરિયાણામાં 6, હિમાચલ પ્રદેશમાં 3, કર્ણાટકમાં 10, મધ્ય પ્રદેશમાં 5 અને તેલંગાણામાં 2 કેસો જોવા મળ્યા. ભારતમાં નવા વેરિઅન્ટના કુલ 69 કેસ જોવા મળ્યા છે. નેક્સ્ટ સ્ટ્રેઈન (જીનોમિક ડેટા પર ઓપન સોર્સ પ્લેટફોર્મ) એ જણાવ્યું હતું કે ભારત સિવાય, વધુ 7 દેશોમાં પણ નવો વેરિઅન્ટ જોવા મળ્યો છે.

શું BA.2.75 એ ખતરનાક વેરિયન્ટ છે?

Fleischonએ ટ્વીટ કર્યું કે આ પ્રથમ વખત છે જ્યારે બીજી પેઢીના વેરિઅન્ટ્સ પ્રદેશની બહારના અન્ય દેશોમાં ફેલાતા જોવામાં આવ્યા છે જ્યાં તેઓ શોધી કાઢવામાં આવ્યા હતા. તેણે કહ્યું, ‘શું BA.2.75 એ આગામી ડોમીનેંટ વેરીઅંટ છે? તેના વિશે કંઈપણ કહેવું ઘણું વહેલું છે. શું BA.2.75 ખતરનાક છે? તો હા તે એક ખતરનાક વેરીઅંટ છે. કારણ કે તે આવનારા સમયમાં મુખ્યત્વે ઉભરી શકે છે. ઈમ્પીરીયલ ડીપાર્મેન્ટ ઓફ ઈંફેક્શિયસ ડીઝીસના એક વાઈરોલોજિસ્ટે ચેતવણી આપી હતી કે આ વેરીઅંટનું નિરીક્ષણ કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે તેમાં સ્પાઇક મ્યુટેશન પણ જોઇ શકાય છે. એવું પણ બની શકે છે કે તે ઝડપી ટ્રાન્સમિટિંગ વેરિઅન્ટ છે.

આ પણ વાંચો

ભારતે શું કહ્યું?

આ વેરિઅન્ટ પર ભારતે પોતાની પ્રતિક્રિયા આપી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ટોચના વૈજ્ઞાનિક ડૉ. સમીરન પાંડાએ એક ચેનલને જણાવ્યું કે પરિણામો અસામાન્ય નથી. તેણે કહ્યું, ‘વેરિઅન્ટ ત્યારે પ્રસારિત થશે જ્યારે કોરોના વાયરસની સ્થિતિ મજબૂત રહેશે. જો કે તેમાં બદલાવ પણ શક્ય છે. તેમણે કહ્યું, ‘એ કહેવું વહેલું છે કે BA.2.75 વેરિઅન્ટ કોરોનાના કેસમાં વધારો કરી રહ્યું છે. સૌથી પહેલા તો અમે તમને જણાવી દઈએ કે અત્યારે એવો કોઈ ઉછાળો નથી.

Next Article