Coronavirus : વિદેશથી આવેલા ઓક્સીજન સિલિન્ડર અને વેન્ટિલેટર રાજ્યો અને UTને અપાયા : કેન્દ્ર સરકાર

|

May 09, 2021 | 3:46 PM

Coronavirus : કોરોનાના વધતા કેસને ધ્યાને રાખતા ભારત સરકારે 6,608 ઓક્સીજન કોન્સનટ્રેટર,3856 ઓક્સીજન સિલેન્ડર 14 ઓક્સીજન પ્લાંટ, 4330 વેંટિલેટર અને 3 લાખથી વધારે રેમેડિસવરની શીશીઓને અલગ -અલગ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં મોકલવામાં આવી છે.

Coronavirus : વિદેશથી આવેલા ઓક્સીજન સિલિન્ડર અને વેન્ટિલેટર રાજ્યો અને UTને અપાયા :  કેન્દ્ર સરકાર
સાંકેતિક તસ્વીર

Follow us on

Coronavirus : કોરોનાના વધતા કેસને ધ્યાને રાખતા ભારત સરકારે 6,608 ઓક્સીજન કોન્સનટ્રેટર,3856 ઓક્સીજન સિલેન્ડર 14 ઓક્સીજન પ્લાંટ, 4330 વેંટિલેટર અને 3 લાખથી વધારે રેમેડિસવરની શીશીઓને અલગ -અલગ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં મોકલવામાં આવી છે. આ બધા એ મેડિકલ ઉપકરણ છે  જે બહારના દેશ દ્વારા ભારતની મદદ માટે મોકલવામાં આવ્યા છે.

આ વચ્ચે યૂનાઇટેડ કિંગડમથી 3 ઓક્સીજન જનરેટર અને 1,000 વેંટિલેટર દિલ્લી પહોંચ્યા છે. ઓક્સીજન જનરેટરની એક મિનિટમાં 500 લિટર ઓક્સીજનનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે. જ્યારે C17 ગ્લોબમાસ્ટર 35 ટન મેડિકલ ઉપકરણો સાથે ફ્રેકફર્ટથી મુંબઇ પહોંચ્યા છે.

દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. 1 મેથી 7 મે વચ્ચે 741 જિલ્લામાંથી 301માં  પોઝિટિવિટી રેટ 20 ટકા છે એટલે કે દેશના દરેક 5 જિલ્લામાંથી 2 જિલ્લામાં 20 ટકા પોઝિટિવિટ રેટ છે. દેશભરમાં કોરોનાના એક વાર ફરી 4 લાખથી વધારે કેસ સામે આવ્યા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આરોગ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાઓના પ્રમાણે 24 કલાકમાં કોરોનાના 4,07,738 નવા કેસ સામે આવ્યા છે.જ્યારે આ દરમિયાન 3,86,444 લોકોને સાજા થયા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 4,092 લોકોના મૃત્યુ થયા છે.

ભારતમાં કોરોનાના અત્યારસુધી 2,22,96,414 કેસ સામે આવી ચૂક્યા છે. જ્યારે મોતનો આંકડો 2,42,362 થઇ ગયા છે. આ સિવાય એકટિવ કેસની સંખ્યા હવે 37,36,648 થઇ ચૂકી છે. 1,83,17,404 લોકો અત્યારસુધી કોરોનાના કારણે સાજા થઇ ચૂક્યા છે. 663 દેશમાં અત્યાસુધી 16,94,39,663 લોકોનું રસીકરણ થઇ ચૂક્યુ છે. ભારત સરકારના આંકડા પ્રમાણે 18-44ની આયુના 17.8 લાખથી વધારે લાભાર્થીઓનું વેક્સીનેશન કરવામાં આવ્યું છે.

 

 

Next Article