સપ્લાયના સંકટ વચ્ચે વિદેશમાં કોવેક્સીનના ઉત્પાદન માટે સંભાવનાઓની તપાસ કરી રહી છે સરકાર: રિપોર્ટ

|

May 01, 2021 | 6:55 PM

કોરોના વાઈરસની વિરુદ્ધ ભારતમાં મંજૂર વેક્સીનમાં એક કો-વેક્સીનને લઈને સરકાર જલ્દી કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. ખબર છે કે સરકાર ભારત બાયોટેકની આ વેક્સીનનું ઉત્પાદન વધારવા માટે વિદેશમાં સંભાવનાઓની તપાસ કરી રહી છે.

સપ્લાયના સંકટ વચ્ચે વિદેશમાં કોવેક્સીનના ઉત્પાદન માટે સંભાવનાઓની તપાસ કરી રહી છે સરકાર: રિપોર્ટ
File Image

Follow us on

Corona Virus: કોરોના વાઈરસની વિરુદ્ધ ભારતમાં મંજૂર વેક્સીનમાં એક કો-વેક્સીનને લઈને સરકાર જલ્દી કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. ખબર છે કે સરકાર ભારત બાયોટેકની આ વેક્સીનનું ઉત્પાદન વધારવા માટે વિદેશમાં સંભાવનાઓની તપાસ કરી રહી છે.

 

દાવો કરવામાં આવી રહ્યો છે કે રસીની અછત વચ્ચે ટેક્નોલોજી ટ્રાન્સફર દ્વારા કામ શરુ કરી શકાય છે. એટલું જ નહીં રિપોર્ટ્સમાં એ પણ કહેવામાં આવી રહ્યુ છે કે ભવિષ્યમાં કોઈ અન્ય ભારતીય વેક્સિન માટે પણ આવુ કરવામાં આવશે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

 

સરકારી અધિકારી તરફથી કહેવામાં આવ્યુ કે નવા મ્યુટેશને જોતા કોવિડ-19 વેક્સિનની માંગને પૂરી કરવાની જરુર છે. આમાં રુચિ રાખવાવાળા દેશોએ કોવેક્સિન પહોંચાડવાનો નિર્ણય લીધો છે. ફાયનાન્શીયલ સંસ્થાઓ વચ્ચે આ ઉત્પાદન ટેક્નોલોજી ટ્રાન્સફર દ્વારા કરવામાં આવશે. આ સિવાય રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યુ છે કે આ પ્રક્રિયાના નિયમ અને શરતોને ભારત બાયોટેક તરફથી અંતિમ રુપ આપવાનું છે.

 

 

દેશમાં સતત કોરોના સંક્રમિતોના આંકડા વધી રહ્યા છે. ગયા શુક્રવારે પહેલીવાર 4 લાખથી વધારે નવા કેસ નોંધાયા છે. એવામાં સરકાર વેક્સિનની માંગને પૂરી કરવા માટે ઉત્પાદન વધારવાની કોશિશમાં છે. ગયા અઠવાડિયે સરકારે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેકને 4,500 કરોડ રુપિયા એડવાન્સ આપવાનો નિર્ણય લીધો છે.

 

વેક્સીનને ભારતીય કંપની ભારત બાયોટેક અને ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે તૈયાર કર્યુ છે. કંપનીએ  20 એપ્રિલે ઉત્પાદન ક્ષમતાને વર્ષના 70 કરોડ ડોઝ વધારવાની ઘોષણા કરી હતી. આ સિવાય અમેરિકામાં  મહામારી નિષ્ણાંત ડૉક્ટર એન્થની ફાઉચીએ દાવો કર્યો કે કોવેક્સીન વાયરસના 617 વેરિઅન્ટ્સને બિનઅસરકારક કરવામાં અસરદાર  છે.

 

 

આ પણ વાંચો: Surat: વિનામૂલ્યે 1 લાખના કોરોના વીમા કવચનો CR પાટીલના હસ્તે પ્રારંભ, આખા દેશમાં આ પ્રકારનો આ પહેલો કાર્યક્રમ

Next Article