Corona Vaccine: બધુ જ મારા ખભા પર પડી રહ્યું છે વેકસિનને લઈ આપવામાં આવી રહેલા દબાણ પર બોલ્યા અદાર પૂનાવાલા

|

May 01, 2021 | 9:17 PM

ભારતમાં આ સમયે કોરોના મહામારીની પરિસ્થિતિ ગંભીર છે. આ વચ્ચે સીરમ ઈન્સ્ટીટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ કોવીશિલ્ડ વેક્સીનના સપ્લાયને લઈ તેમના પર ખૂબ જ દબાણ બનાવવામાં આવી રહ્યું હોવાનો આરોપ લગાવ્યો છે.

Corona Vaccine: બધુ જ મારા ખભા પર પડી રહ્યું છે વેકસિનને લઈ આપવામાં આવી રહેલા દબાણ પર બોલ્યા અદાર પૂનાવાલા
Adar Poonawalla

Follow us on

ભારતમાં આ સમયે કોરોના મહામારીની પરિસ્થિતિ ગંભીર છે. આ વચ્ચે સીરમ ઈન્સ્ટીટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ કોવીશિલ્ડ વેક્સીનના સપ્લાયને લઈ તેમના પર ખૂબ જ દબાણ બનાવવામાં આવી રહ્યું હોવાનો આરોપ લગાવ્યો છે.

 

આ અઠવાડિયાની શરુઆતમાં ભારત સરકાર તરફથી Y કેટેગરીની સુરક્ષા આપ્યા બાદ પૂનાવાલાએ ભારતના કેટલાક પાવરફુલ લોકો તરફથી ધમકી ભર્યા ફોન કોલ્સ આવતા હોવાની વાત કરી, જેમાં કોવિશીલ્ડ વેક્સિનના સપ્લાયની માંગ કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

 

પૂનાવાલા અત્યારે લંડનમાં છે. પત્ની અને બાળકો સાથે લંડન ઉડાન ભરવાના નિર્ણય પાછળ અમુક હદ સુધી દબાણ પર કારણ છે. કારણ કે તે સ્થિતિમાં પાછો જવા નથી ઈચ્છતો. બધુ મારા ખભા પર પડી રહ્યુ છે. પરંતુ હું એકલો આને ન કરી શકુ. હુ એ સ્થિતિમાં નથી રહેવા ઈચ્છતો જ્યાં તમે તમારુ કામ કરવાની કોશિશ એટલા માટે કરી રહ્યા છો, કારણ કે તમે X,Y,Zની જરુરિયાતને પૂરી નથી કરી શકતા.

 

 

ફોન કોલ્સનો ઉલ્લેખ કરતા કહ્યુ કે બધાને લાગે છે કે તેમને પહેલા વેક્સિન મળવી જોઈએ, પરંતુ કોઈએ નથી સમજી રહ્યું કે બીજા કોઈને તેમના પહેલા વેક્સિન કેમ મળવી જોઈએ. તેઓ કઈ રહ્યા છે કે જો તમે અમને પહેલા વેક્સિન નહીં આપો તો સારુ નહીં થાય. પૂનાવાલાનું લંડનમાં રહેવાનું પગલું વેક્સિન નિર્માણની દિશાને આગળ વધારવાના રુપમાં જોવાઈ રહ્યુ છે. હકીકતમાં પૂનાવાલાએ કહ્યુ કે કંપની બીજા દેશોમાં કોવિશીલ્ડ વેક્સીન બનાવવાની યોજના પર કામ કરી રહી છે. થોડા દિવસોમાં એક જાહેરાત થશે.

 

 

 

આ વર્ષે જાન્યુઆરી મહિનામાં સરકાર તરફથી ઓક્સફોર્ડ/એસ્ટ્રાજેનેકા રસીને આપાતકાલીન ઉપયોગની મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ 800 મિલિયન અમેરીકી ડૉલરથી પોતાની વાર્ષિક પ્રોડક્શન કેપેસીટીને 1.5થી2.5 બિલિયન ડોઝ સુધી વધારી દીધી હતી. સાથે કોવીશિલ્ડના 50 મિલિયન ડોઝને તૈયાર કરવામાં આવ્યા. આ સાથે કંપનીએ બ્રિટન સહિત દેશોમાં એક્સપોર્ટ કરવાનું પણ ચાલુ કરી દીધુ હતું.

 

 

સાથે જ અત્યારના દિવસોમાં કોવિશીલ્ડની કિંમતને લઈ નફાખોરીના આરોપ પણ લગાવવામાં આવ્યા છે. પૂનાવાલાએ કહ્યુ કે આ આરોપ સંપૂર્ણ રીતે ખોટા છે. અન્યની તુલનામાં કોવિશીલ્ડ હજી પણ સૌથી સસ્તી વેક્સિન છે. તેમણે કહ્યું કે અમે ભારત અને દુનિયા માટે અમારી જવાબદારીને હંમેશા સમજી છે. અત્યાર સુધી અમે જે વેક્સિન બનાવી રહ્યા હતા તેમાં મોટી સંખ્યામાં જીવ બચાવવાના ઉદ્દેશ્યથી આટલી વેક્સીન ક્યારેય બનાવી નથી.

 

 

Next Article