Coronavirus : કોરોના પીડિતોની મદદ માટે ધ આર્ટ ઓફ લિવિંગનું મિશન જિંદગી

|

May 14, 2021 | 7:01 PM

Coronavirus : શ્રી શ્રી રવિશંકરના માર્ગદર્શનમાં તેમના આર્ટ ઓફ લિવિંગ સંગઠને એક અનોખી પહેલ શરુ કરી છે. આ પહેલનું નામ તેમણે 'મિશન જિંદગી' રાખ્યુ છે. જેનો ઉદેશ્ય કોરોના પીડિતોને મદદ પહોંચાડવાનો છે.  

Coronavirus : કોરોના પીડિતોની મદદ માટે ધ આર્ટ ઓફ લિવિંગનું મિશન જિંદગી
Sri Sri Ravishankar

Follow us on

ભારતમાં કોરોનાવાયરસનો કહેર છે. આ ઘાતક વાયરસના કારણે હૉસ્પિટલમાં બેડ્સ,ઓક્સિજનનું સંક્ટ છે. જો કે કેન્દ્રથી લઇ રાજ્ય સરકાર કોવિડ પર કાબૂ મેળવવા માટે દરેક સંભવ કોશિશ કરી રહી છે. આ વચ્ચે શ્રી શ્રી રવિશંકરના માર્ગદર્શનમાં તેમના આર્ટ ઓફ લિવિંગ સંગઠને એક અનોખી પહેલ શરુ કરી છે. આ પહેલનું નામ તેમણે ‘મિશન જિંદગી’ રાખ્યુ છે. જેનો ઉદેશ્ય કોરોના પીડિતોને મદદ પહોંચાડવાનો છે.

ધ આર્ટ ઓફ લિવિંગ સંગઠનની આ પહેલ માટે ફિલ્મ,ટીવીના કલાકાર સહિત અનેક લોકો હાથ મળાવી રહ્યા છે. શ્રી શ્રી રવિશંકરે ગુરુવારે ગ્લોબલ મેડિટેશન અને શાંતિ માટે મંત્રોચ્ચાર કર્યા તે બાદ મિશન જિંદગી પહેલની ઘોષણા કરી. જો કે 13 મેએ શ્રી શ્રી રવિશંકરનો 65મો જન્મદિવસ હતો. આ અવસર પર વર્ચ્યુઅલ રુપથી લગભગ 4.5 લાખ લોકો એક સાથે સામેલ થયા. શ્રી શ્રી રવિશંકરે સ્વયંસેવકો અને શિક્ષકોને સંબોધિત કરતા મહામારીના પ્રભાવનો સામનો કરવા માટે પ્રતિદિવસ ધ્યાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

શ્રી શ્રી રવિશંકરે કહ્યુ કે ધ્યાન સાંત્વના અને શક્તિ લાવે છે. જે લોકો દુખી છે તેમને સાંત્વનાની જરુર હોય છે અને જે સ્થિતિને સંભાળવા માટે કમજોર મહસૂસ કરે છે તેમને તાકાત જરુર હોય છે. ધ્યાન આપણને બંને આપે છે. તેમણે કઠિન સમયમાં હજારો આર્ટ ઓફ લિવિંગના વોલિંટિયર્સના યોગદાનને પણ સ્વીકાર કર્યો.

શ્રી શ્રી રવિશંકરે મિશન જિંદગીની ઘોષણા કરતા ટ્વીટ કર્યુ કે આ સમયે આ પ્રાસંગિક  છે કે આપણે સૌ એક સાથે આવ્યા અને પોતાના લોકોને શારીરિક સ્વાસ્થ્ય માનસિક સ્વાસ્થ્ય અને જીવંતતાને ફરી પહેલા જેવી કરવા મદદ કરવા માટે પોતાના હાથ વધારે. આ એ લોકોને એક મંચ પ્રદાન કરે છે જેમને મદદની જરુર છે.

મિશન જિંદગી માટે આ સુવિધા આપવામાં આવશે.

આર્ટ ઓફ લિવિંગના સ્વયંસેવક પહેલેેથી જ ભારતમના અનેક શહેરમાં Covid-19 પ્રભાવિત લોકો અને પરિવારને યુ્ધ્ધ સ્તર પર સેવા આપી રહ્યા છે. તેમની પાસે હૉસ્પિટલમાં બેડની વ્યવસ્થા,ઓક્સીજનનો સપ્લાઇ,તૈયાર રસોઇ,ડોક્ટર સાથે પરામર્શ અને આવશ્યક માર્ગદર્શન જેવી વસ્તુઓ પહોંચાડી રહ્યા છે. હવે આ પહેલને દેશભરમાં વ્યાપક સ્તર પર શરુઆત કરવાની યોજના બનાવવામાં આવી છે. મિશન જિંદગી 17 મેએ શરુ થશે. જેમાં હૉસ્પિટલની અપડેટ,ઓક્સીજન બેંક,એમ્બ્યુલન્સ, ડૉ્ક્ટર ઓન કોલ, મેન્ટલ એન્ડ ઇમોશનલ હેલ્થ,ફૂડ ઔર ઇમ્યૂનિટિ કિટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે.

 

 

Next Article