Coronavirus : ઓક્ટોબર સુધી કોઈ દેશમાં નિકાસ નહી કરાય કોરોના વેક્સિન

|

May 18, 2021 | 3:38 PM

Coronavirus : કોરોનાની બીજી લહેરના કારણે ભારતમાં મચેલા હાહાકાર વચ્ચે રસીકરણ અભિયાનમાં સ્પીડ લાવવામાં આવી છે. જો કે કેટલાક રાજ્યો રસીની અછત હોવાનો પણ દાવો કરી રહ્યા છે. વિપક્ષી પાર્ટીઓ કેન્દ્ર પર આરોપ લગાવી રહી છે કે દેશમાં રસીકરણ અભિયાનને ભાર ન આપતા વિદેશમાં રસી મોકલી દીધી. પરંતુ હવે સરકારી સૂત્રોએ જણાવ્યુ કે સરકાર આ વર્ષે હવે ઓક્ટોબર મહિના સુધી કોરોનાની રસીના એકપણ જથ્થાની નિકાસ કરશે નહિ

Coronavirus : ઓક્ટોબર સુધી કોઈ દેશમાં નિકાસ નહી કરાય કોરોના વેક્સિન
સાંકેતિક તસ્વીર

Follow us on

Coronavirus : કોરોનાની બીજી લહેરના કારણે ભારતમાં મચેલા હાહાકાર વચ્ચે રસીકરણ અભિયાનમાં સ્પીડ લાવવામાં આવી છે. જો કે કેટલાક રાજ્યો રસીની અછત હોવાનો પણ દાવો કરી રહ્યા છે. વિપક્ષી પાર્ટીઓ કેન્દ્ર પર આરોપ લગાવી રહી છે કે દેશમાં રસીકરણ અભિયાનને ભાર ન આપતા વિદેશમાં રસી મોકલી દીધી. પરંતુ હવે સરકારી સૂત્રોએ જણાવ્યુ કે સરકાર આ વર્ષે હવે ઓક્ટોબર મહિના સુધી કોરોનાની રસીના એકપણ જથ્થાની નિકાસ કરશે નહિ અને વેક્સીનનો ઉપયોગ દેશમાં જ કરવામાં આવશે. જો કે આનાથી દુનિયાભરમાં રસીના સપ્લાઇ માટે શરુ કરેલી પહેલ કોવેક્સને ઘણું નુકસાન થવાની આશંકા છે.

આપને જણાવી દઇએ કે કોરોના સંકટના કારણે ખરાબ સમયમાંથી પસાર થઇ રહેલા ભારતે રસીના નિકાસ પર રોક લગાવી દીધી છે. અત્યાર સુધી ભારત રસીના 6.6 કરોડ ડોઝની નિકાસ કરી ચૂક્યા છે. જો કે ભારત તરફથી રસીની નિકાસ રોક્યા બાદ બાંગ્લાદેશ,નેપાળ,શ્રીલંકા અને કેટલાય આફ્રીકી દેશ હવે રસી મેળવવા માટે હેરાન થઇ રહ્યા છે.   એક સૂત્રએ પ્રમાણે  અંદરખાને એવી ચર્ચા થઇ છે અને દેશને એ પણ કહેવામાં આવ્યુ છે હાલની સ્થિતિમાં વેક્સીન નિકાસનું વચન પુરુ થવાની આશા ન રાખો. જો કે સૂત્રો તરફથી હજી એ જાણકારી મળી નથી કે વેક્સીન સપ્લાઇ મોડો થવા વિશે કયા દેશને જાણકારી આપવામાં આવી છે.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

બે અન્ય સૂત્રોએ જણાવ્યુ કે ભારત તરફથી વેક્સીન નિકાસ ક્યારે ફરી શરુ થશે. એ એના પર નિર્ભર કરે છે કે ભારત કેટલી જલ્દી બીજી લહેરના કારણે પેદા થયેલી સ્થિતિને નિયંત્રિત કરી લેશે. જો કે વિદેશ મંત્રાલયે હજી આને લઇને કોઇ નિવેદન આપ્યુ નથી. સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યુ કે અત્યારે ભારતમાં વેક્સીનના સપ્લાઇ પર ફોકસ છે. આ પહેલા અનુમાન હતુ કે બીજા દેશોને જૂનથી વેક્સીનની નિકાસ થવા લાગશે.

Next Article