Corona virus : કોરોના સંક્રમણ વધતા PM MODI ફરી એક વાર મુખ્યપ્રધાનો સાથે કરશે વર્ચ્યુઅલ બેઠક

Corona virus : 8મી એપ્રિલે PM MODI ફરી એકવાર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યપ્રધાનો સાથે વર્ચ્યુઅલ બેઠક કરશે.

Corona virus : કોરોના સંક્રમણ વધતા PM MODI ફરી એક વાર મુખ્યપ્રધાનો સાથે કરશે વર્ચ્યુઅલ બેઠક
FILE PHOTO
Follow Us:
| Updated on: Apr 05, 2021 | 10:44 PM

Corona virus : દેશમાં ફરી એકવાર કોરોના વાયરસની ગતિ પકડી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)એ 8 એપ્રિલે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યપ્રધાનોની વર્ચ્યુઅલ બેઠક બોલાવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વર્ચ્યુઅલ બેઠક સાંજે 6.30 વાગ્યે યોજાશે. ગત 17 માર્ચે પીએમ મોદીએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યપ્રધાનોની વર્ચ્યુઅલ બેઠક પણ બોલાવી હતી. આ બેઠક પછી વડાપ્રધાને કહ્યું કે કોરોનાના વધતા જતા કેસોને રોકવા માટે, દવાની સાથે, કડકાઈ પણ જરૂરી છે.

4 એપ્રિલે યોજી હતી ઉચ્ચસ્તરીય બેઠક દેશભરમાં કોવિડ -19 ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને PM Modi એ રવિવારે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ સતત વ્યવસ્થાપન સાથે સામાજિક જાગૃતિ વધારવા, લોક ભાગીદારી અને જન આંદોલન ચાલુ રાખવ પર ભાર મૂક્યો હતો. કોરોના સંક્રમણના ફેલાવાને રોકવા માટે તેમણે ટેસ્ટીંગ, ટ્રેસિંગ, ટ્રીટમેન, કોવિડ નિવારણની સાવચેતી અને રસીકરણની પાંચ-તબક્કાની વ્યૂહરચના અપનાવવા પર ભાર મૂક્યો હતો.

માત્ર 25 દિવસમાં 20 હજારથી 1 લાખ સુધી પહોચ્યા કેસ નોંધપાત્ર વાત એ છે કે ભારતમાં કોરોના વાયરસ (Corona virus)ના દૈનિક કેસો ફક્ત 25 દિવસમાં 20,000 થી વધીને એક લાખની સંખ્યાને વટાવી ગયા છે, જ્યારે ગયા વર્ષે 17 સપ્ટેમ્બરના રોજ કોરોનાના દૈનિક કેસની સર્વોચ્ચ સંખ્યા 97,894 પર પહોંચવામાં 76 દિવસનો સમય લાગ્યો હતો. આ સૂચવે છે કે સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા મુજબ ભારતમાં એક જ દિવસમાં કોરોના વાયરસના સૌથી વધુ 1,03,558 નવા કેસ નોંધાયા છે અને આ સાથે દેશભરમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1,25,89,067 થઈ ગઈ છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

મળતી માહિતી મુજબ, દેશમાં 7,41,830 લોકો સારવાર હેઠળ છે, જે દેશમાં કોરોનાના કુલ કેસોના 5.89 ટકા છે, જ્યારે સંક્રમણ પછી રિકવરી દર ઘટીને 92.80 ટકા પર આવી ગયો છે.

મહારાષ્ટ્ર સહીત આ રાજ્યોમાં સ્થિતિ ગંભીર મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. સોમવારે દેશભરમાં નોંધાયેલા નવા કેસોમાં મહારાષ્ટ્રમાં 57,074 કેસ નોંધાયા છે, જે 55.11 ટકા છે. મહારાષ્ટ્ર બાદ છત્તીસગઢમાં 5,250 અને કર્ણાટકમાં 4,553 નવા કેસ આવ્યા છે. મહારાષ્ટ્ર, છત્તીસગઢ,કર્ણાટક, ઉત્તરપ્રદેશ, દિલ્હી, તમિળનાડુ, મધ્યપ્રદેશ અને પંજાબમાં દૈનિક નવા કેસની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે અને છેલ્લા 24 કલાકમાં દેશભરમાં નવા કેસોમાં 81.90 ટકા કેસો આ રાજ્યોમાંથી જ નોંધાયા છે.

Latest News Updates

આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
g clip-path="url(#clip0_868_265)">