Corona Vaccine : ગુજરાતને આગામી ત્રણ દિવસમાં ફાળવાશે કોરોના રસીના 8.98 લાખ ડોઝ

|

May 08, 2021 | 9:59 PM

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે આગામી ત્રણ દિવસમાં વિતરણ થનારા 53.25 લાખ ડોઝમાંથી ગુજરાતને સૌથી વધુ 8.98 લાખ ડોઝ મળશે. ગુજરાતને અત્યાર સુધીમાં 1.39 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે જેમાં તેણે 1.35 કરોડ ડોઝનો ઉપયોગ કર્યો છે. ગુજરાત પછી મહારાષ્ટ્રને 6.03 લાખ, રાજસ્થાનને 4.50 લાખ અને ઉત્તર પ્રદેશને ચાર લાખ ડોઝ મળશે. જ્યારે બંગાળને 3.95 લાખ બિહારને 3.64 લાખ અને છત્તીસગઢને ત્રણ લાખ ડોઝ આપવામાં આવશે.

Corona Vaccine : ગુજરાતને આગામી ત્રણ દિવસમાં ફાળવાશે કોરોના રસીના 8.98 લાખ ડોઝ
ગુજરાતને આગામી ત્રણ દિવસમાં ફાળવાશે કોરોના રસીના 8.98 લાખ ડોઝ

Follow us on

કેન્દ્ર સરકારે કહ્યું હતું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં Coronaની રસીના 84 લાખ ડોઝ ઉપલબ્ધ છે. જ્યારે આગામી ત્રણ દિવસમાં  રસીના 53 લાખ વધુ ડોઝ તેમને ઉપલબ્ધ કરાવવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે અત્યાર સુધીમાં Corona રસીના 17.49 કરોડ ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આપવામાં આવ્યા છે. આમાંથી 16.7 કરોડ ડોઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે Corona રસી ના  આપવામાં આવેલા ડોઝમાંથી કુલ 16 કરોડ 65 લાખ 49 હજાર 583 ડોઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે (શનિવારે સવારે 8 વાગ્યા સુધી ) જ્યારે  84 લાખથી વધુ ડોઝ હાલમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં છે. આ નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રસીના 53 લાખથી વધુ ડોઝ આવતા ત્રણ દિવસમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

દિલ્હીમાં અત્યાર સુધીમાં 40.22 ડોઝ

સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો

મંત્રાલયે કહ્યું કે, અત્યાર સુધી દિલ્હીમાં રસીના 40.22 લાખ ડોઝ આપવામાં આવ્યા છે, જેમાંથી 36.09 લાખ ડોઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે આમ દિલ્હી પાસે 4.12 લાખ ડોઝ ઉપલબ્ધ છે. દિલ્હીને આગામી ત્રણ દિવસમાં એક લાખ વધુ ડોઝ મળવાની સંભાવના છે. દિલ્હીની અંદાજીત વસ્તી બે કરોડથી થોડી વધારે છે.

ગુજરાતને મહત્તમ ડોઝ મળશે

મંત્રાલયે કહ્યું કે, આગામી ત્રણ દિવસમાં વિતરણ થનારા 53.25 લાખ ડોઝમાંથી ગુજરાતને સૌથી વધુ 8.98 લાખ ડોઝ મળશે. ગુજરાતને અત્યાર સુધીમાં 1.39 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે જેમાં તેણે 1.35 ડોઝનો ઉપયોગ કર્યો છે. ગુજરાત પછી મહારાષ્ટ્રને 6.03 લાખ, રાજસ્થાનને 4.50 લાખ અને ઉત્તર પ્રદેશને ચાર લાખ ડોઝ મળશે. જ્યારે બંગાળને 3.95 લાખ બિહારને 3.64 લાખ અને છત્તીસગઢને ત્રણ લાખ ડોઝ આપવામાં આવશે.

લક્ષદ્વીપમાં રસીનો મહત્તમ બગાડ

આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, લક્ષદ્વીપમાં કોરોના રસીનો 22.7 ટકા સૌથી વધુ બગાડ થયો છે. આ આંકડો હરિયાણામાં 6.65 ટકા, આસામમાં 6.07 ટકા, રાજસ્થાનમાં 5.50 ટકા, પંજાબમાં 5.05 ટકા, બિહારમાં 4.96 ટકા, તમિલનાડુમાં 3.94 ટકા અને મણિપુરમાં 3.56 ટકા બગાડ થયો છે.

Next Article