Corona Vaccine: 65 લાખ લોકોને આપવામાં આવી કોરોના વેક્સિન, 97% લોકોએ વ્યક્ત કર્યો સંતોષ

|

Feb 10, 2021 | 10:27 AM

Corona Vaccine:  લગાવ્યા બાદ કરવામાં આવેલા સર્વેમાં 7.75 લાખ લોકોમાંથી 97 ટકા લોકોએ રસીકરણ પ્રક્રિયાથી સંતોષ વ્યક્ત કર્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે આ વિષે માહિતી આપી હતી. આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે સરકાર મોબાઇલ એપ કો-વિન દ્વારા વેક્સિન લગાવેલા લોકોની પ્રતિક્રિયા લઇ રહી છે. આ પ્રક્રિયા 17 જાન્યુઆરીથી ચાલુ છે. જેમાં 7.75 […]

Corona Vaccine: 65 લાખ લોકોને આપવામાં આવી કોરોના વેક્સિન, 97% લોકોએ વ્યક્ત કર્યો સંતોષ
કોરોના વેક્સિનેશન

Follow us on

Corona Vaccine:  લગાવ્યા બાદ કરવામાં આવેલા સર્વેમાં 7.75 લાખ લોકોમાંથી 97 ટકા લોકોએ રસીકરણ પ્રક્રિયાથી સંતોષ વ્યક્ત કર્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે આ વિષે માહિતી આપી હતી. આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે સરકાર મોબાઇલ એપ કો-વિન દ્વારા વેક્સિન લગાવેલા લોકોની પ્રતિક્રિયા લઇ રહી છે. આ પ્રક્રિયા 17 જાન્યુઆરીથી ચાલુ છે. જેમાં 7.75 લાખ લોકોને રીવ્યુ આપ્યો છે. કોવિડ -19 સામે દેશવ્યાપી રસીકરણ અભિયાન 16 જાન્યુઆરીથી શરૂ થયું હતું.

ભૂષણે કહ્યું, “17 મી જાન્યુઆરીથી અમે રસીકરણ કરાવતા લોકોની ક્વિક એસેસમેન્ટ સિસ્ટમ દ્વારા પ્રતિક્રિયા લેવાની શરૂઆત કરી હતી. રસીકરણના અનુભવથી કૂલ 97 ટકા લોકો સંતુષ્ટ છે. આ આંકડો 7.75 લાખ લોકોના રીવ્યુ પર આધારિત છે.”

તેમણે જણાવ્યું હતું કે સર્વેક્ષણમાં. 88.76 ટકા લોકોએ કહ્યું તેઓ રસીકરણ બાદ તેના વિપરીત અસરો વિશે માહિતગાર હતા. જ્યારે 97.19 ટકા લોકોએ કહ્યું કે રસીકરણ બાદ તેઓને દેખરેખ માટે 30 મિનિટ સુધી રોકી રાખવામાં આવ્યા હતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

65.28 લાભાર્થીઓએ અત્યાર સુધી કોરોનાની વેક્સિન લીધી
દેશમાં કોવિડ -19 રસીકરણ અભિયાનના 25 મા દિવસ સુધીમાં 65.28 લાખ લોકોએ વેક્સિન લગાવી છે. મંગળવારે ઉત્તર પ્રદેશ સિવાય તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રસીકરણ પ્રવૃત્તિ નોંધવામાં આવી હતી. મંગળવારે સાંજે 6.30 સુધી કુલ 65,28,210 આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ કર્મચારીઓને રસી આપવામાં આવી છે. તેમાંથી 55,85,043 આરોગ્ય કર્મચારી છે અને 9,43,167 અગ્રીમ મોરચાના કર્મચારીઓ છે. અત્યાર સુધીમાં કુલ 1,34,616 રસીકરણ સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. મંગળવારે સાંજે 6.30 કલાક સુધી 7,860 સત્રોનું આયોજન થયું.

Next Article