Corona Update : દેશભરમાં નોંધાયા 60, 753 કેસો, 1647 લોકોએ જીવ ગુમાવ્યો

|

Jun 19, 2021 | 5:32 PM

દેશમાં Corona વાયરસની બીજી લહેરની અસર ઘટી રહી છે. જેમાં છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના ચેપના 60,753 નવા કેસ નોંધાયા હતા જ્યારે 1,647 લોકોનાં મૃત્યુ થયા છે.

Corona Update :  દેશભરમાં નોંધાયા 60, 753 કેસો, 1647 લોકોએ જીવ ગુમાવ્યો
દેશભરમાં નોંધાયા 60, 753 કેસો, 1647 લોકોએ જીવ ગુમાવ્યો

Follow us on

દેશમાં Corona વાયરસની બીજી લહેરની અસર ઘટી રહી છે. જેમાં છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના ચેપના 60,753 નવા કેસ નોંધાયા હતા જ્યારે 1,647 લોકોનાં મૃત્યુ થયા છે.  દેશમાં અત્યાર સુધીમાં Corona ના કુલ 2,98,23,546 કેસ નોંધાયા છે, જ્યારે આ ચેપથી 3,85,137 લોકોએ જીવ ગુમાવ્યા છે.

દેશભરમાં કોરોના કુલ 7,60,019 સક્રિય કેસ

આરોગ્ય(Health) વિભાગના આંકડા મુજબ, દેશભરમાં કોરોના કુલ 7,60,019 સક્રિય કેસ છે. અત્યાર સુધીમાં, કુલ 2,86,78,390 લોકોને રજા આપવામાં આવી છે. જ્યારે સમગ્ર દેશમાં 27,23,88,783 લોકોને કોરોના રસી આપવામાં આવી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

રિકવરી દર 96.16 ટકા છે.

કેન્દ્રીય આરોગ્ય(Health) મંત્રાલયે શનિવારે જાહેર કરેલા આંકડા મુજબ, વધુ 1,647 લોકોના મૃત્યુના કારણે મૃત્યુઆંક વધીને 3,85,137 પર પહોંચી ગયો છે. સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ચેપના કુલ કેસોના 2.55 ટકા છે, જ્યારે કોવિડ -19 માંથી રાષ્ટ્રીય સ્તરે રિકવરી દર 96.16 ટકા છે.

સાપ્તાહિક ચેપ દર પણ 3.58 ટકા

મંત્રાલયે જણાવ્યું હતું કે શુક્રવારે કુલ 19,02,009 નમૂનાઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને આ સાથે દેશમાં અત્યાર સુધીમાં કુલ 38,92,07,637 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. ચેપનો દૈનિક દર 2.98 ટકા નોંધાયો હતો. તે સતત 12 માં દિવસે પાંચ ટકાથી ઓછો છે. સાપ્તાહિક ચેપ દર પણ 3.58 ટકા પર આવી ગયો છે.

મૃત્યુ દર 1.29 ટકા

મળતી માહિતી પ્રમાણે, સતત 37 મા દિવસે ચેપ લાગવાના નવા કેસો કરતા રિકવર થતા લોકોની સંખ્યા વધુ છે. આ રોગમાંથી સાજા થતાં દર્દીઓની સંખ્યા વધીને 2,86,78,390 થઈ છે જ્યારે મૃત્યુ દર 1.29 ટકા છે. દેશમાં રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં, એન્ટી કોવિડ -19 ના 27,23,88,783 ડોઝ આપવામાં આવ્યા છે.

ગયા વર્ષે 7 ઓગસ્ટના રોજ દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટના રોજ 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધુ વટાવી ગઈ હતી. તે જ સમયે કોરોના ચેપના કુલ કેસો 16 સપ્ટેમ્બરના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બરના રોજ 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ વટાવી હતી

જ્યારે કોરોના કેસની સંખ્યા 20 નવેમ્બરના રોજ 90 લાખને વટાવી ગઇ હતી.દેશમાં કોરોનાના કેસો 19 ડિસેમ્બરના રોજ એક કરોડને વટાવી ગયા અને 4 મેના રોજ બે કરોડને વટાવી ગયા હતા.

Published On - 5:28 pm, Sat, 19 June 21

Next Article