Corona : ત્રીજી લહેરમાં પુખ્ત વયના લોકોના મુકાબલે બાળકોને ઓછો ખતરો,અભ્યાસમાં સામે આવી વિગતો

|

Jun 18, 2021 | 4:13 PM

કોરોના ત્રીજી લહેર દરમ્યાન બાળકોને પુખ્ત વયના લોકો કરતા ઓછું જોખમ હોવાની સંભાવના છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ મેડિકલ સાયન્સ (AIMS) દ્વારા તાજેતરના સીરો પ્રવેલન્સ સર્વેમાં આ દાવો કરવામાં આવ્યો છે.

Corona : ત્રીજી લહેરમાં પુખ્ત વયના લોકોના મુકાબલે બાળકોને ઓછો ખતરો,અભ્યાસમાં સામે આવી વિગતો
ત્રીજી લહેરમાં પુખ્ત વયના લોકોના મુકાબલે બાળકોને ઓછો ખતરો

Follow us on

Corona  ત્રીજી લહેર દરમ્યાન બાળકો(Childrens )ને પુખ્ત વયના લોકો કરતા ઓછું જોખમ હોવાની સંભાવના છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ મેડિકલ સાયન્સ (AIMS) દ્વારા તાજેતરના સીરો પ્રવેલન્સ સર્વેમાં આ દાવો કરવામાં આવ્યો છે. દેશના કોરોનાના ખતરનાક પ્રકારને ધ્યાનમાં રાખીને ત્રીજી લહેરની સંભાવના છે. જો કે WHOઅને એઈમ્સ દ્વારા કરવામાં આવેલા નવા અભ્યાસથી થોડી રાહત થાય છે.

સીરો પોઝિટિવિટી’ દર પુખ્ત વયના વ્યક્તિ કરતાં બાળકોમાં વધારે

નવા સીરો સર્વે અનુસાર, સાર્સ કોવી -2 ‘સીરો પોઝિટિવિટી’ દર પુખ્ત વયના વ્યક્તિ કરતાં બાળકો(Childrens )માં વધારે છે અને તેથી સંભવિત નથી કે Corona નું વર્તમાન સ્વરૂપ ભવિષ્યમાં બે વર્ષ અને તેથી વધુના બાળકોને અસર કરશે. ‘સીરો -પોઝિટિવિટી’ એ લોહીમાં ચોક્કસ પ્રકારના એન્ટિબોડીની હાજરી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પાંચ રાજ્યોના 10,000 લોકોના નમૂના લેવામાં આવ્યા હતા

દેશમાં Coronaની ત્રીજી લહેરમાં બાળકો(Childrens ) અને કિશોરોને સૌથી વધુ અસર થવાની સંભાવના અંગે ઉદ્ભવતા ચિંતાઓ વચ્ચે અભ્યાસના પરિણામો આવ્યા છે. અધ્યયનના વચગાળાના પરિણામો પૂર્વ પ્રકાશન સર્વર મેડરેક્સિવમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ પરિણામો 4,509 સહભાગીઓના મધ્યમ ગાળાના વિશ્લેષણ પર આધારિત છે. જેમાં બે થી 17 વર્ષની વય જૂથના 700 બાળકો અને 18 અને તેથી વધુ વય જૂથના 3,809 વ્યક્તિઓ શામેલ છે. આ લોકો પાંચ રાજ્યોના હતા.

ડેટા સંગ્રહનો સમયગાળો 15 માર્ચથી 15 જૂન સુધીનો હતો. આ પાંચ સ્થળોથી લેવામાં આવ્યા હતા, જેમાં દિલ્હી અર્બન રિહેબિલિટેશન કોલોની, દિલ્હી રૂરલ (દિલ્હી-એનસીઆર હેઠળ ફરિદાબાદ જિલ્લાના ગામો), ભુવનેશ્વર ગ્રામીણ વિસ્તાર, ગોરખપુર ગ્રામીણ વિસ્તાર અને અગરતલા ગ્રામીણ વિસ્તારનો સમાવેશ થાય છે.

Published On - 4:05 pm, Fri, 18 June 21

Next Article