Corona Update : દેશમાં ધીમી પડી કોરોનાની ગતિ, રિકવરી રેટ 95.26 ટકા થયો

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા 80 હજાર કેસ નોંધાયા છે. જેમાં 3303 લોકોએ જીવ(Death) ગુમાવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય(Health) મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં હાલમાં કોરોનાના 10 લાખ 26 હજાર સક્રિય કેસ છે.

Corona Update : દેશમાં ધીમી પડી કોરોનાની ગતિ, રિકવરી રેટ 95.26 ટકા થયો
દેશમાં ધીમી પડી કોરોનાની ગતિ, રિકવરી રેટ 95.26 ટકા થયો
Follow Us:
| Updated on: Jun 13, 2021 | 6:24 PM

કોરોના(Corona)  વાયરસની બીજી લહેર દેશ માટે એક આપત્તિ બની રહી છે. જેને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર કડક પગલા લઈ રહી છે. કોરોનાની ગતિ ધીમી પડી ગઈ છે. પરંતુ કોરોના હજી સંપૂર્ણ પણે નાબૂદ થયો નથી.

જેમાં દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા 80 હજાર કેસ નોંધાયા છે. જેમાં 3303 લોકોએ જીવ(Death) ગુમાવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય(Health) મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં હાલમાં કોરોનાના 10 લાખ 26 હજાર સક્રિય કેસ છે.

કેન્દ્રીય આરોગ્ય(Health) મંત્રાલય અનુસાર, દેશમાં કોરોના દર્દીઓનો રિકવરી દર 95.26% પર પહોંચી ગયો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોના 80,834 નવા કેસ નોંધાયા છે. જે 71 દિવસમાં સૌથી ઓછા છે. જ્યારે આ સમયગાળા દરમિયાન 1.32 લાખ કોરોના(Corona) દર્દીઓ સાજા થયા છે.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

દેશમાં ગયા મહિનાથી નવા કોરોના કેસની સંખ્યામાં ઘટાડો થતાં દર્દીઓના રિકવરી દર ઝડપથી વધી રહ્યો છે.

દેશમાં  કોરોનાની સ્થિતિ

છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ : 80,834

છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયેલા દર્દી : 1,32,062

છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ : 3,303

દેશમાં ચેપ લાગનારી કુલ સંખ્યા : 2,94,39,989

દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા : 2,80,43,446

કોરોનાથી મૃત્યુ પામેલા કુલ લોકોની સંખ્યા: 3,70,384

ભારતમાં હવે કોરોનાના કુલ સક્રિય કેસ : 10,26,159

પોઝિટિવિટી રેટ 4 ટકાથી વધુ 

દેશમાં સતત 31 માં દિવસે કોરોના વાયરસના નવા કેસો કરતાં રિકવર થનારા દર્દીઓ વધારે છે. 12 જૂન સુધીમાં દેશભરમાં 25 કરોડ 31 લાખ કોરોના રસી ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં ગઇ કાલે 34 લાખ 84 હજાર રસી આપવામાં આવી હતી. આની સાથે જ અત્યાર સુધીમાં 37 કરોડ 81 લાખ કોરોના પરીક્ષણો કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં લગભગ 19 લાખ કોરોના નમૂનાના પરીક્ષણો કરાયા હતા. જેનો પોઝિટિવિટી રેટ 4 ટકાથી વધુ છે.

કોરોના સક્રિય કેસના મામલે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે

દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.25 ટકા છે જ્યારે રિકવરી રેટ 95 ટકાથી વધી ગયો છે. સક્રિય કેસ 4 ટકાથી નીચે આવી ગયા છે. કોરોના સક્રિય કેસના મામલે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે. ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યાના સંદર્ભમાં પણ ભારત બીજા ક્રમે છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝિલના પછી ભારતમાં સૌથી વધુ મૃત્યુ થયા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">