Corona Second Wave : ગણિતના મોડેલને આધારે વૈજ્ઞાનિકોએ કર્યો દાવો, એપ્રિલ મહિનામાં કોરોનાના કેસો ચરમસીમાએ પહોચશે

|

Apr 02, 2021 | 5:54 PM

Corona Second Wave : દેશમાં કોરોનાની બીજી લહેર અંગે વૈજ્ઞાનિકોએ એક ચોંકાવનારી વિગતો આપી છે.

Corona Second Wave : ગણિતના મોડેલને આધારે વૈજ્ઞાનિકોએ કર્યો દાવો, એપ્રિલ મહિનામાં કોરોનાના કેસો ચરમસીમાએ પહોચશે
રચનાત્મક તસ્વીર

Follow us on

Corona Second Wave : ભારતમાં સતત વધી રહેલા કોરોના કેસોએ સરકાર અને લોકોની ચિંતા વધારી દીધી છે. દેશમાં કોરોનાની બીજી લહેર (Corona Second Wave) અંગે વૈજ્ઞાનિકોએ એક ચોંકાવનારી વિગતો આપી છે. આ વૈજ્ઞાનિકોએ એક ગણતરીના આધારે પોતાનું મૂલ્યાંકન જણાવ્યું છે.

ગણિતના મોડેલને આધારે વૈજ્ઞાનિકોએ કર્યો દાવો
ગણિતના મોડેલનો ઉપયોગ કરીને આગાહી કરી છે કે વૈશ્વિક મહામારી કોરોનાની બીજી લહેર (Corona Second Wave) એપ્રિલના મધ્યમાં સર્વોચ્ચ સપાટીએ પહોંચશે, ત્યારબાદ મેના અંત સુધીમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.ભારતમાં કોરોના સંક્રમણની પ્રથમ લહેર દરમિયાન ‘સૂત્ર’ નામના આ ગાણિતિક મોડેલને આધારે વૈજ્ઞાનિકો આગાહી કરી હતી કે કોરોનાના કેસો શરૂઆતમાં ઓગસ્ટમાં અને સપ્ટેમ્બર સુધી વધશે અને ત્યારબાદ ફેબ્રુઆરી 2021માં તે ઓછ થઈ જશે.

IIT કાનપુરના વૈજ્ઞાનિકોએ કાઢ્યું તારણ
IIT કાનપુરના મણીન્દ્ર અગ્રવાલ સહિતના અન્ય વૈજ્ઞાનિકોએ આ મોડેલનો ઉપયોગ કરીને કોરોના સંક્રમણના કેસોમાં હાલમાં થયેલી વૃદ્ધીના આધારે આ તારણ કાઢ્યું છે કે કોરોનાની બીજી લહેર (Corona Second Wave) માં એપ્રિલ મહિનાની વચ્ચે કોરોનાના કેસો સર્વોચ્ચ સપાટીએ પહોચશે. અગ્રવાલે કહ્યું, “છેલ્લા ઘણા દિવસોમાં અમને જાણવા મળ્યું છે કે ભારતમાં 15 થી 20 એપ્રિલ સુધીમાં કોરોનાના કેસોમાં મોટા પ્રમાણમાં વધારો થવાની આશંકા છે. તે ખૂબ જ ઝડપથી ઉપર જતો ગ્રાફ છે. પરંતુ કેસોમાં ઘટાડો પણ એટલો જ ઝડપથી થશે અને મેના અંત સુધીમાં આ કેસોમાં તીવ્ર ઘટાડો થશે. હાલમાં દરરોજ એક લાખ જેટલા કેસો સામે આવી રહ્યા છે પરંતુ આ વધી અથવા ઘટાડો થઈ શકે છે. પરંતુ સમય 15 થી 20 એપ્રિલની વચ્ચે સમાન રહેશે.”

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

પંજાબ અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ અસર
વૈજ્ઞાનિકોએ આગાહી કરી છે કે કોરોનાની વર્તમાન લહેરમાં પ્રથમ રાજ્ય કે જ્યાં થોડા દિવસોમાં કેસ શિખરે પહોંચશે તે પંજાબ અને પછી મહારાષ્ટ્ર હોઈ શકે છે. જો કે IIT કાનપુરના પ્રોફેસરે કહ્યું કે નવા કેસો અંગેનું ગણિત મોડેલ આધારિત દૈનિક કેસોનો અંદાજ ખુબ સંવેદનશીલ છે. થોડા ફેરફારને કારણે અનેક હજાર કેસો વધી શકે છે. પરંતુ કેસની સંખ્યા શિખર પર પહોંચવાનો સમય એપ્રિલના મધ્યમાં હશે. હરિયાણાની અશોક યુનિવર્સિટીના ગૌતમ મેનન સહિત અન્ય વૈજ્ઞાનિકોની અંગત ગણતરીઓએ પણ એપ્રિલથીના વચ્ચેના દિવસોથી મે વચ્ચે કોરોના સંક્રમણ ટોચ પર પહોંચવાની આગાહી કરી છે.

Published On - 5:53 pm, Fri, 2 April 21

Next Article