Corona : બીજી લહેર પડી રહી છે ધીમી, આરોગ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું દરરોજ 25 લાખ ટેસ્ટ કરવાનું લક્ષ્ય

|

May 19, 2021 | 7:48 PM

દેશમાં Corona વાયરસના ચેપમાં ધીરે ધીરે ઘટાડો થઈ રહ્યો છે. જો કે તેના લીધે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દરમ્યાન કોરોનાના ચેપ શરૂઆતના તબક્કામાં જ પકડમાં આવે તે માટે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધનએ કહ્યું છે કે સરકારનું લક્ષ્ય છે કે દરરોજ 25 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવે

Corona : બીજી લહેર પડી રહી છે ધીમી, આરોગ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું દરરોજ 25 લાખ ટેસ્ટ કરવાનું લક્ષ્ય
કોરોનાની બીજી લહેર પડી રહી છે ધીમી દરરોજ 25 લાખ ટેસ્ટ કરવાનું સરકારનું લક્ષ્ય

Follow us on

દેશમાં Corona વાયરસના ચેપમાં ધીરે ધીરે ઘટાડો થઈ રહ્યો છે. જો કે તેના લીધે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દરમ્યાન કોરોનાના ચેપ શરૂઆતના તબક્કામાં જ પકડમાં આવે તે માટે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધનએ કહ્યું છે કે સરકારનું લક્ષ્ય છે કે દરરોજ 25 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવે.દેશમાં કોરોના વાયરસની બીજી લહેરને કારણે ઘણું નુકસાન થયું છે. જો કે કોરોના વાયરસની બીજી લહેરમાં કેસમાં છેલ્લા કેટલાક દિવસોમાં ઘટાડો થયો છે.

Corona કેસના દર્દીઑની સારવારની સમીક્ષા કરવા દિલ્હીની સફદરજંગ હોસ્પિટલની મુલાકાત દરમ્યાન તેમણે કહ્યું કે ગઈકાલે આપણે વિશ્વમાં સૌથી વધુ કોવિડ પરીક્ષણો કર્યા હતા. ભારતમાં 20 લાખથી વધુ કોરોના ટેસ્ટિંગ કરવામાં આવે છે. ટૂંક સમયમાં જ આ સંખ્યા દરરોજ 25 લાખ પર લઈ જવામાં આવશે.

આઇસીએમઆરના જણાવ્યા અનુસાર 18 મે સુધી ભારતમાં કુલ 32,03,01,177 Corona ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમાંથી 20,08,296 નમૂનાઓનું મંગળવારે પરીક્ષણ કરવામાં આવ્યું છે. જયારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,67,334 નવા કોરોના કેસ આવ્યા છે અને 4529 ચેપગ્રસ્ત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત 3,89,851 કોરોના દર્દીઓ પણ સાજા થયા છે. આ સતત ત્રીજો દિવસ છે જ્યારે દેશમાં કોરોનાના નવા કેસ ત્રણ લાખથી નીચે આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ઉલ્લેખનીય છે કે, આરોગ્ય મંત્રાલયના  જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યોમાં Corona ના નવા કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જે રાજ્યોમાં કોવિડ -19 ના નવા કેસોમાં ઘટાડો થયો છે તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ અને ગુજરાત છે. છેલ્લા બે અઠવાડિયા દરમિયાન બિહારના 38 જિલ્લાઓમાંથી 18 જિલ્લાઓમાં કોવિડના કેસ ઘટયા છે. મધ્યપ્રદેશના 52 માંથી 33 જિલ્લાઓમાં કેસ ઓછા થયા છે. મહારાષ્ટ્રના 36 માંથી 24 જિલ્લાઓમાં કેસ નોંધાયા છે.

આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં ફક્ત 8 રાજ્યો એવા છે જ્યાં દૈનિક 10,000 થી વધુ કેસ નોંધાય છે. 75% નવા કેસ ફક્ત 10 રાજ્યોમાંથી જ આવી રહ્યા છે. ફેબ્રુઆરી 2021 થી પરીક્ષણોની સંખ્યા સતત વધી રહી છે. કોવિડ પરીક્ષણ છેલ્લા 14 અઠવાડિયામાં સરેરાશ 2.5ગણું વધ્યું છે.

ભારતમા કોરોના વાયરસ ફેલાયો છે. પરંતુ કુલ વસ્તીની દ્રષ્ટિએ આ આંકડો હજી પણ અન્ય દેશોની સરખામણીએ ઓછો છે. યુ.એસ. માં, 10.1% વસ્તી સંક્રમિત છે. જ્યારે ભારતમાં ફક્ત 1.8 ટકા વસ્તી ચેપથી પ્રભાવિત છે.

Next Article