Delhi Corona Update: દિલ્હીમાં કોરોનાનો કહેર, એક જ દિવસમાં 20 હજારથી વધુ લોકો આવ્યા પોઝિટિવ

|

Jan 08, 2022 | 8:17 PM

છેલ્લા ચોવીસ કલાકમાં 102965 લોકોના ટેસ્ટ (કોરોના ટેસ્ટ) કરવામાં આવ્યા હતા. જેમાં 20181 દર્દીઓ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે, આ સાથે દિલ્હીમાં કોરોના સંક્રમણનો દર વધીને 19.60 થઈ ગયો છે.

Delhi Corona Update: દિલ્હીમાં કોરોનાનો કહેર, એક જ દિવસમાં 20 હજારથી વધુ લોકો આવ્યા પોઝિટિવ
દિલ્લીમાં 8 જાન્યુઆરી 2022ના રોજ કોરોનાના નવા 20 હજારથી વધુ નોંધાયા કેસ (સાંકેતિક તસવીર)

Follow us on

દિલ્હીમાં કોરોનાના કેસ (Corona case in Delhi) ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. આજે શનિવારે રાજધાનીમાં કોરોના સંક્રમણના 20181 નવા કેસ નોંધાયા છે. જ્યારે 7 લોકોના મોત થયા છે. એક દિવસમાં કોરોના સંક્રમણના કેસમાં 3 હજારનો વધારો નોંધાયો છે. જો કે રાહતની વાત એ છે કે છેલ્લા ચોવીસ કલાકમાં 11869 દર્દીઓ સંક્રમણમાંથી સાજા થયા છે. હાલમાં દિલ્હીમાં કોરોના સંક્રમિત સક્રિય દર્દીઓની  (Corona Active Case) સંખ્યા 48178 પર પહોંચી ગઈ છે. રાજધાનીમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે.

શુક્રવારે દિલ્લીમાં કોરોના સંક્રમણના 17 હજારથી વધુ કેસ નોંધાયા હતા. આજે 20181 નવા કેસ નોંધાયા છે. જ્યારે, સાત લોકો મૃત્યુ પામ્યા છે (7 Corona Death). વધતા જતા કોરોના સંક્રમણના વચ્ચે, 25909 દર્દીઓ હોમ આઈસોલેશનમાં તેમની સારવાર લઈ રહ્યા છે. કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે ટેસ્ટ પણ ઝડપથી થઈ રહ્યા છે. છેલ્લા ચોવીસ કલાકમાં 102965 લોકોના ટેસ્ટ (કોરોના ટેસ્ટ) કરવામાં આવ્યા હતા. જેમાં 20181 દર્દીઓ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે, આ સાથે દિલ્હીમાં કોરોના સંક્રમણનો દર વધીને 19.60 થઈ ગયો છે.

1586 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે

દિલ્હીની વિવિધ હોસ્પિટલમાં કોરોનાના 1586 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તેમાંથી 1308 દર્દીઓ દિલ્હીના અને 172 દર્દીઓ દિલ્હીની બહારના છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાંથી 106 દર્દીઓ કોરોના શંકાસ્પદ છે. કોરોનાના 1480 કન્ફર્મ દર્દીઓ છે. જ્યારે 279 કોરોના સંક્રમિત દર્દીઓ ICUમાં દાખલ છે. વેન્ટિલેટર (Ventilator) પર 27 દર્દીઓ સહિત 375 દર્દીઓ હાલમાં ઓક્સિજન સપોર્ટ (Oxygen support)પર છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

કોરોના સંક્રમણથી 7 દર્દીના નિપજ્યા મોત

દિલ્હીમાં અત્યાર સુધીમાં કુલ 1526979 દર્દીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. જ્યારે, 1453658 દર્દીઓ કોરોના સંક્રમણથી સાજા થયા છે. અત્યાર સુધીમાં સંક્રમણને કારણે કુલ 25143 દર્દીઓના મોત થયા છે. રાજધાનીમાં કોરોના પોઝિટિવ દર 4.75 ટકા અને મૃત્યુ દર 1.65 ટકા છે. સંક્રમણ વધ્યા બાદ કન્ટેનમેન્ટ ઝોનનો આંક 9227 પર પહોંચી ગયો છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને આજે શનિવારે 20 હજારથી વધુ કોરોના કેસ આવવાની સંભાવના વ્યક્ત કરી હતી. આજે શનિવારે 20 હજારથી વધુ નવા સંક્રમિત દર્દીઓ સામે આવ્યા છે. જ્યારે કોરોનાના 7 દર્દીનાના મોત થયા છે. ઓમિક્રોનનો ખતરો પણ દિલ્હીમાં ઝડપથી વધી રહ્યો છે. આજે શનિવારે રાજધાનીમાં ઓમિક્રોનના 48 નવા કેસ નોંધાયા છે. આ સાથે દરેકને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ

મુંબઈના 96 ટકા એવા દર્દીઓને આપવો પડ્યો ઓક્સિજન, જેમણે નથી કરાવ્યું વેક્સિનેશન, કોરોનાની ઘાતક અસરથી બચાવી રહી છે વેક્સિન

આ પણ વાંચોઃ

કોરોનાની ત્રીજી લહેરને લઈને શું છે તૈયારીઓ ? આ રાજ્યની હાઈકોર્ટે સરકાર પાસે માગ્યો રિપોર્ટ

 

Next Article