CORONA EFFECT : હવે બે કલાકથી ઓછી વિમાનયાત્રામાં નહિ મળે ભોજનની સુવિધા, DGCAનો નિર્ણય

|

Apr 12, 2021 | 6:28 PM

CORONA EFFECT : કોરોનાને કારણે Ministry of Civil Aviation એ નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે મોટો નિર્ણય લીધો છે.

CORONA EFFECT : હવે બે કલાકથી ઓછી વિમાનયાત્રામાં નહિ મળે ભોજનની સુવિધા, DGCAનો નિર્ણય
FILE PHOTO

Follow us on

CORONA EFFECT : દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે જેમાં કોરોના સંક્રમણ સર્વોચ્ચ સ્તરે પહોચ્યું છે. વધી રહેલા કોરોના સંક્રમણની અસર હવે વિમાનયાત્રા પર પડી છે. કોરોનાને કારણે Ministry of Civil Aviation એ નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે મોટો નિર્ણય લીધો છે.

બે કલાકથી ઓછી વિમાનયાત્રામાં નહિ મળે ભોજન
ભારત સરકારના DGCA દ્વારા કોરોનાના વધતા જતા કેસો વચ્ચે હવાઈ મુસાફરો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. હવે હવે બે કલાકથી ઓછી વિમાનયાત્રામાં યાત્રીઓને ભોજનની સુવિધા આપવામાં નહિ આવે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જાહેર કરેલા જાહેરનામામાં એવું કહેવામાં આવ્યું છે કે ઘરેલું વિમાનયાત્રાની સેવા આપતી એરલાઇન્સ 2 કલાક કે તેથી વધુની ફ્લાઇટ માટે યાત્રીઓને ખોરાક નહિ આપી શકે.

અગાઉના આદેશમાં કર્યો સુધારો
Ministry of Civil Aviation એ  તેના આદેશમાં કહ્યું છે કે આ પ્રતિબંધ ગુરુવારથી અમલમાં આવશે. ગયા વર્ષે કોરોના વાયરસને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉન પછી 25 મેથી ઘરેલું ફ્લાઇટ સેવાઓ શરૂ કરવામાં આવી હતી, ત્યારે મંત્રાલયે વિમાન કંપનીઓને વિશિષ્ટ શરતો હેઠળ વિમાનની અંદર ભોજન પૂરું પાડવાની મંજૂરી આપી હતી. અગાઉના આદેશમાં સુધારો કરતાં મંત્રાલયની નવી સૂચનાઓમાં જણાવાયું છે કે, “ઘરેલું વિસ્તારોમાં વિમાન સંચાલન કરતી એરલાઇન કંપનીઓબે કલાક કે તેથી વધુ સમય ની વિમાન યાત્રા દરમિયાન ભોજનની સુવિધા આપી શકે છે

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઉનાળાની સીઝનમાં વધુ ફ્લાઈટ્સને મંજુરી અપાઈ
તાજેતરમાં DGCAએ ઉનાળાની સીઝનને ધ્યાનમાં રાખીને એક સપ્તાહમાં 108 એરપોર્ટ પરથી 18843 ફ્લાઇટ્સને મંજૂરી આપી હતી. તે માર્ચના અંતિમ રવિવારે શરૂ કરવામાં આવી હતી અને ઓક્ટોબરના અંતિમ રવિવાર સુધી ચાલુ રહી હતી. હાલમાં તમામ એરલાઇન્સ તેમની 80 ટકા ક્ષમતા સાથે ઉડાન ભરી રહી છે.

વિમાનયાત્રાના સમયને આધારે 7 કેટેગરી
લોકડાઉન બે મહિના માટે સ્થગિત થયા પછી 25 મે, 2020 થી દેશભરમાં ઘરેલુ ફ્લાઇટ્સ ફરી શરૂ થઈ હતી. વિમાનયાત્રાના સમયગાળાને આધારે તમામ રૂટને સાત કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે.

1. પ્રથમ કેટેગરીમાં 40 મિનિટની વિમાનયાત્રા છે. તેનું પ્રાઇસ બેન્ડ 2200-7800 રૂપિયા છે.

2. બીજી કેટેગરીમાં 40-60 મિનિટની વિમાનયાત્રા છે. આ માટેનો પ્રાઇસ બેન્ડ 2800-9800 રૂપિયા છે.

3. ત્રીજી કેટેગરીમાં 60-90 મિનિટની વિમાનયાત્રા છે. આ માટેનો પ્રાઇસ બેન્ડ 3300-11700 રૂપિયા છે.

4. ચોથી કેટેગરીમાં 90-120 મિનિટની વિમાનયાત્રા છે. આ માટેનો પ્રાઇસ બેન્ડ 3900-13000 રૂપિયા છે.

5. પાંચમી કેટેગરીમાં 120-150 મિનિટની વિમાનયાત્રા છે. આ માટેનો પ્રાઇસ બેન્ડ 5000-16900 રૂપિયા છે.

6. છઠ્ઠી કેટેગરીમાં 150-180 મિનિટની વિમાનયાત્રા છે. આ માટેનો પ્રાઇસ બેન્ડ 6100 થી 20400 રૂપિયા છે.

7. આઠમું કેટેગરીમાં 180-210 મિનિટની વિમાનયાત્રા છે. આ માટેનો પ્રાઇસ બેન્ડ 7200-24200 રૂપિયા છે.

Next Article