Corona Drug : ડીઆરડીઓની દવા 2 DG નું ઉત્પાદન વધશે, ચાર કંપનીઓ કરી શકે છે ઉત્પાદન

|

May 21, 2021 | 9:34 PM

દેશમાં કોરોના રોગચાળાની સારવારમાં ગેમ ચેન્જર બનનાર ડીઆરડીઓની દવા 2 DG દર્દીઓ પર સારી અસર બતાવી રહી છે. જેના લીધે હવે આ દવાની માંગ પણ વધી રહી છે. આ દવાનું પ્રોડક્શન 10 હજાર સેચેટ્સથી શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે આ દવાની બીજી બેચ મેના અંત સુધીમાં આવવાની સંભાવના છે.

Corona Drug : ડીઆરડીઓની દવા 2 DG નું ઉત્પાદન વધશે, ચાર કંપનીઓ કરી શકે છે ઉત્પાદન
ડીઆરડીઓની દવા 2 DG નું ઉત્પાદન વધશે

Follow us on

દેશમાં કોરોના રોગચાળાની સારવારમાં ગેમ ચેન્જર બનનાર ડીઆરડીઓની દવા 2 DG દર્દીઓ પર સારી અસર બતાવી રહી છે. જેના લીધે હવે આ દવાની માંગ પણ વધી રહી છે. આ દવાનું પ્રોડક્શન 10 હજાર સેચેટ્સથી શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે આ દવાની બીજી બેચ મેના અંત સુધીમાં આવવાની સંભાવના છે.

કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને હવે કેન્દ્ર સરકાર 2 DG દવાનું ઉત્પાદન વધારવા માટે ત્રણથી ચાર કંપનીઓને મંજૂરી આપવાનું વિચારી રહી છે. સરકારી સૂત્રો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ડીઆરડીઓની દવા 2 DG શરૂ થયા પછી તેની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. દર્દીઓ અને તેમના અધિકારીઓ તરફથી સકારાત્મક અનુભવો બહાર આવી રહ્યા છે.

2DG દવા બનાવવા ચાર કંપનીઓને મંજૂરી મળી શકે

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

દવાને મર્યાદિત સ્ટોક સાથે શરૂ કરવામાં આવી છે. હાલ આ દવા દર્દીઓ માટે પ્રિસ્ક્રિપ્શન વિના ઉપલબ્ધ નથી. આવી સ્થિતિમાં દવાનું ઉત્પાદન ઝડપથી વધારવાનું વિચારવામાં આવી રહ્યું છે. સરકાર આ માટે વધુ 3 થી 4 કંપનીઓને મંજૂરી આપવા જઈ રહી છે. તે જૂનના બીજા અઠવાડિયા સુધીમાં દવાના ઉત્પાદનમાં વધારો થવાની સંભાવના છે. 2DG ની પ્રથમ બેચ એઈમ્સ અને સશસ્ત્ર દળ તબીબી સેવાઓના ડાયરેક્ટર જનરલને આપવામાં આવી હતી. જ્યારે કેટલાક સેચેટ અનામત રાખવામાં આવ્યા હતા.

2DG ને સારો પ્રતિસાદ મળી રહ્યો છે
ભારતને કોરોના રોગચાળા સામેની મહત્વપૂર્ણ લડતમાં 2-ડિઓક્સી-ડી-ગ્લુકોઝ (2DG ) દવાના રૂપમાં બીજુ મોટું શસ્ત્ર મળી ગયું છે. તે એન્ટી-કોરોના દવા છે. જેનો વિકાસ દેશની સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એટલે કે ડીઆરડીઓ દ્વારા કરવામાં આવ્યો છે. ભારત સરકારે તેના કટોકટી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે.

આ દવા માત્ર હોસ્પિટલમાં કોરોના દર્દીઓના દાખલ થવાના દિવસને ઘટાડે છે. ઓક્સિજન પરની દર્દીની નિર્ભરતા પણ ઘટાડે છે. આ દવા પાવડરના રૂપમાં આવે છે. જે દર્દીને પાણીમાં નાંખીને પીવી પડે છે. ડીઆરડીઓ કહે છે કે જૂનના બીજા અઠવાડિયામાં ખાનગી હોસ્પિટલો અને બજારોમાં દવા દાખલ કરવાની યોજના છે. લોકોની ક્ષમતા પ્રમાણે તેની કિંમત પણ ઓછી રાખવામાં આવી છે, જેથી વધુમાં વધુ લોકોને તેનો લાભ મળી શકે.

Next Article