Corona: કોરોનાથી જીવ ગુમાવનારના પરિવારને 4 લાખ રૂપિયાનું વળતર આપવું શક્ય નથી, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપ્યો જવાબ

|

Jun 20, 2021 | 12:15 PM

કેન્દ્ર સરકારે કોરોના વાયરસને (Coronavirus) કારણે પોતાનો જીવ ગુમાવનારાઓના પરિવારોને 4 લાખ રૂપિયા વળતર આપવા અંગે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) કરેલી અરજીનો જવાબ આપ્યો છે.

Corona: કોરોનાથી જીવ ગુમાવનારના પરિવારને 4 લાખ રૂપિયાનું વળતર આપવું શક્ય નથી, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપ્યો જવાબ
File Photo

Follow us on

કેન્દ્ર સરકારે કોરોના વાયરસને (Coronavirus) કારણે પોતાનો જીવ ગુમાવનારાઓના પરિવારોને 4 લાખ રૂપિયા વળતર આપવા અંગે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) કરેલી અરજીનો જવાબ આપ્યો છે. કેન્દ્રએ (Central Government) સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવનારા તમામના પરિવારને 4 લાખ રૂપિયાનું વળતર આપવું શક્ય નથી કારણ કે, આ આપત્તિ રાહત ભંડોળ તેમાં જ વપરાય જશે. કેન્દ્રએ કહ્યું કે તમામ કોરોના પીડિતોને વળતર આપવું એ રાજ્યોની આર્થિક ક્ષમતાથી વધારે છે.

સુપ્રીમ કોર્ટ એક અરજીની સુનાવણી કરી રહી છે, જેમાં કેન્દ્ર અને રાજ્યોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ -2005 હેઠળ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોના પરિવારોને 4 લાખ રૂપિયા વળતર ચૂકવવા વિનંતી કરવામાં આવી છે. આ અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી તેનો જવાબ માંગ્યો હતો.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં કહ્યું છે કે, આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમમાં વળતરની જોગવાઈ ફક્ત ભૂકંપ, પૂર, વગેરે જેવી કુદરતી આફતોને લાગુ પડે છે, જે કોરોના રોગચાળાના સંદર્ભમાં લાગુ કરી શકાતી નથી.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

કુલ ખર્ચમાં વધારો થઈ શકે છે

આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા સત્તાવાર આંકડા મુજબ રોગચાળાની શરૂઆતથી ભારતમાં કોરોનાને કારણે લગભગ 4 લાખ લોકોનાં મોત નીપજ્યાં છે. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, જો પ્રત્યેક વ્યક્તિ કે જેઓએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હોય તેવા પરિવારના પરિવારને 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે તો SDRF (રાજ્ય સરકાર પાસે ઉપલબ્ધ પ્રાથમિક ભંડોળ) માત્ર આ સહાયના ખર્ચમાં જ વપરાય જશે અને કુલ ખર્ચ વધી શકે છે.

અન્ય આફતો માટે ભંડોળનો અભાવ થશે

કેન્દ્રએ કહ્યું કે, જો સમગ્ર એસડીઆરએફ ફંડ કોવિડ પીડિતોને વળતર આપવા માટે ખર્ચવામાં આવશે, તો રાજ્યોમાં કોરોના તેમજ અન્ય કુદરતી આફતો જેવા કે ચક્રવાત, પૂર વગેરે સ્થિતિ માટે ફંડ ઉપલબ્ધ રહેશે નહી. તેથી કોરોનાના કારણે તમામ મૃતક વ્યક્તિઓને સહાયની રકમની ચુકવણી રાજ્ય સરકારોની આર્થિક ક્ષમતાની બહાર છે.

Next Article