Corona Update: દેશમાં કોરોનાના કેસ વધવા લાગ્યા, છેલ્લા 24 કલાકમાં 90 % કેસ વધ્યા, 214 દર્દીઓના મોત

|

Apr 18, 2022 | 10:51 AM

દેશમાં અત્યાર સુધીમાં કોરોના ( corona ) સંક્રમિત લોકોની સંખ્યા વધીને 430,44,280 થઈ ગઈ છે. સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 11,542 થઈ ગઈ છે.

Corona Update: દેશમાં કોરોનાના કેસ વધવા લાગ્યા, છેલ્લા 24 કલાકમાં 90 % કેસ વધ્યા, 214 દર્દીઓના મોત
coronavirus (Symbolic image)

Follow us on

દેશમાં ફરી એકવાર કોરોનાના (Corona) કેસ વધવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના (Covid-19) 2183 નવા કેસ નોંધાયા છે, જે બાદ દેશમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,30,44,280 થઈ ગઈ છે. જ્યારે 214 દર્દીઓના મોત થયા છે. આ મૃત્યુ સાથે, અત્યાર સુધીમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓની કુલ સંખ્યા વધીને 5,21,965 થઈ ગઈ છે. સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા પણ વધીને 11,542 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Ministry of Health) દ્વારા સોમવારે આ માહિતી આપવામાં આવી છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યા કુલ કેસના માત્ર 0.03 ટકા છે, જ્યારે સંક્રમણથી મુક્ત લોકોનો રાષ્ટ્રીય દર 98.76 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 1,985 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. દેશમાં દૈનિક સંક્રમણ દર 0.83 ટકા છે, જ્યારે સાપ્તાહિક સંક્રમણ દર 0.32 ટકા નોંધાયો છે.

આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા વધીને 4,25,10,773 થઈ ગઈ છે, જ્યારે કોરોના સંક્રમણને કારણે મૃત્યુ દર 1.21 ટકા છે. અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19 સામે રસીના 186.54 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

દેશમાં સંક્રમિતોની સંખ્યા 7 ઓગસ્ટ 2020ના રોજ 20 લાખ, 23 ઓગસ્ટ 2020ના રોજ 30 લાખ અને 5 સપ્ટેમ્બર 2020ના રોજ 40 લાખને વટાવી ગઈ હતી. ચેપના કુલ કેસ 16 સપ્ટેમ્બર 2020ના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020ના રોજ 60 લાખ, 11 ઓક્ટોબર 2020ના રોજ 70 લાખ, 29 ઓક્ટોબર 2020ના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખને વટાવી ગયા હતા. 19 ડિસેમ્બર 2020 ના રોજ, આ કેસ એક કરોડને વટાવી ગયા હતા. ગયા વર્ષે, 4 મેના રોજ, સંક્રમિતોની સંખ્યા 20 મિલિયનને વટાવી ગઈ હતી અને 23 જૂન, 2021 ના ​​રોજ, તે 30 મિલિયનને વટાવી ગઈ હતી. આ વર્ષે 26 જાન્યુઆરીએ કેસ ચાર કરોડને વટાવી ગયો હતો.

આ પણ વાંચોઃ

ચીનમાં કોરોનાથી હાહાકાર : શાંઘાઈમાં લોકડાઉન છતાં કોરોના કેસમાં વધારો, ‘ઝીરો કોવિડ પોલિસી’ ડ્રેગનને આપી શકે છે મોટો ઝટકો

આ પણ વાંચોઃ

કોરોનાથી ભારતમાં 40 લાખ લોકોના મોત! નવા રિપોર્ટ પર રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર સાધ્યુ નિશાન, કહ્યું મોદીજી ના સાચુ બોલે છે, ના બોલવા દે છે

 

Next Article