Controversy : કેરળમાં NEET ની પરીક્ષા પહેલા ચેકિંગમાં વિદ્યાર્થીનીઓ પાસે બ્રા કઢાવતા વિવાદ વકર્યો

|

Jul 20, 2022 | 12:04 PM

પિતાએ તેમની ફરિયાદમાં (Complaint ) આરોપ લગાવ્યો છે કે માર થોમા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન ટેક્નોલોજી, પરીક્ષા કેન્દ્રમાં સુરક્ષા તપાસ દરમિયાન મેટલ હૂક વાગ્યા બાદ છોકરીને તેની બ્રા કાઢવા માટે કહેવામાં આવ્યું હતું.

Controversy : કેરળમાં NEET ની પરીક્ષા પહેલા ચેકિંગમાં વિદ્યાર્થીનીઓ પાસે બ્રા કઢાવતા વિવાદ વકર્યો
Controversy in Kerala (Symbolic Image )

Follow us on

કેરળના (Kerala ) કોલ્લમમાં NEET પરીક્ષામાં હાજર રહેલી વિદ્યાર્થીઓને બ્રા (Bra )કાઢવા માટે કહેનારા ત્રણ સહિત પાંચ મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે,.પ્રવેશ પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓની અપમાનજનક તપાસ કરવામાં આવી હોવાની પોલીસને હવે બીજી ત્રણ ફરિયાદો મળી છે. જોકે, નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ છોકરીના આરોપોને નકારી કાઢ્યા હતા.

કોલ્લમમાં NEET પરીક્ષા કેન્દ્રના સુપરિન્ટેન્ડેન્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીને જણાવ્યું હતું કે, ફરિયાદ “કાલ્પનિક અને ખોટા ઇરાદા સાથે દાખલ કરવામાં આવી છે”  આ આખો વિવાદ સોમવારે ઉભો થયો જ્યારે 17 વર્ષની છોકરીના પિતાએ મીડિયાને કહ્યું કે તેમની પુત્રી, તેણીની પ્રથમવાર NEET પરીક્ષા આપી રહી છે, તે હજુ સુધી આ પરીક્ષામાં બ્રા વગર ત્રણ કલાક સુધી બેસવાના “આઘાતજનક અનુભવ”માંથી બહાર આવી નથી.

પિતાએ તેમની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે માર થોમા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન ટેક્નોલોજી, પરીક્ષા કેન્દ્રમાં સુરક્ષા તપાસ દરમિયાન મેટલ હૂક વાગ્યા બાદ છોકરીને તેની બ્રા કાઢવા માટે કહેવામાં આવ્યું હતું. વિદ્યાર્થિનીને કહેવામાં આવ્યું હતું કે “તમારા માટે શું અગત્યનું છે ? તમારું ભવિષ્ય કે આંતરિક વસ્ત્રો ?”ફક્ત તેને કાઢી નાખો અને અમારો સમય બગાડો નહીં,” વિદ્યાર્થીનીના પિતાએ આપેલી ફરિયાદમાં સુરક્ષા કર્મચારીઓને ટાંકવામાં આવ્યા છે. ફરિયાદમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે “90 ટકા વિદ્યાર્થીનીઓએ તેમના આંતરિક વસ્ત્રો કાઢીને સ્ટોરરૂમમાં રાખવા પડ્યા હતા”.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

જ્યારે ટેસ્ટિંગ સેન્ટરે આરોપ નકારી કાઢ્યો છે, ત્યારે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ​​જણાવ્યું હતું કે “NEET ડ્રેસ કોડ ઉમેદવારના માતાપિતા દ્વારા કથિત આવી કોઈપણ પ્રવૃત્તિને મંજૂરી આપતું નથી:”. કેરળના ઉચ્ચ શિક્ષણ પ્રધાન આર બિંદુએ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને પત્ર લખીને એ એજન્સી સામે કડક પગલાં લેવાની માંગ કરી છે જેણે કથિત રીતે છોકરીઓને પરીક્ષા હોલમાં પ્રવેશ આપતા પહેલા તેમની બ્રા ઉતારવાની ફરજ પાડી હતી. તેણીએ “નિરાશા અને આઘાત” વ્યક્ત કર્યો હતો જેને તેણીએ “છોકરી વિદ્યાર્થીઓના ગૌરવ અને સન્માન પર હુમલો” તરીકે ગણાવ્યો હતો.

આ ઘટનાએ વિદ્યાર્થીનીઓના મનોબળ અને સંયમને અસર કરી છે જેમને આ પરીક્ષણથી ખુબ અસર થઈ હતી,  મંત્રીએ કહ્યું, “હું રેકોર્ડ પર મૂકવા માટે લખું છું કે અમે એવી એજન્સી તરફથી આવા અમાનવીય વર્તનનો સખત વિરોધકરીએ  છીએ જેને માત્ર નિષ્પક્ષ રીતે પરીક્ષાનું સંચાલન કરવાની જવાબદારી સોંપવામાં આવી છે”, મંત્રીએ કહ્યું. કેરળ પોલીસે સુરક્ષા તપાસ કરનારાઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને કથિત રીતે તેમને તેમના આંતરવસ્ત્રો ઉતારવા કહ્યું છે.

Next Article