રેકૉર્ડ બ્રેક ઠંડી વચ્ચે જ કહેવું પડશે WELCOME 2019 ! તસવીરોમાં જુઓ ક્યાં સરોવર થીજ્યું, ક્યાં નળમાં જામી ગયું પાણી

|

Dec 29, 2018 | 5:23 AM

સમગ્ર દુનિયા વર્ષ 2019ને આવકારવા આતુર છે. ગણતરીના કલાકોમાં 2018નું વર્ષ વિદાય લઈ લેશે અને 2019નું આગમન થશે. પરંતુ હવામાન વિભાગની આગાહી કહે છે કે નવા વર્ષનું સ્વાગત રેકૉર્ડ બ્રેક ઠંડી વચ્ચે જ કરવું પડશે, કારણ કે સમગ્ર દેશમાં ઠંડીથી હજી રાહત મળવાની શક્યતા નથી. કડકડતી ઠંડીએ ગુજરાત-મહારાષ્ટ્ર સહિત પશ્ચિમ ભારત અને ઉત્તર ભારતની હાલત […]

રેકૉર્ડ બ્રેક ઠંડી વચ્ચે જ કહેવું પડશે WELCOME 2019 ! તસવીરોમાં જુઓ ક્યાં સરોવર થીજ્યું, ક્યાં નળમાં જામી ગયું પાણી
SRINAGAR, DEC 28 (UNI) A boy feeling happy holding a sheet of ice picked up from the famous Dal Lake of which major parts frozen as mercury plunges further to a record minus 7.7 in Srinagar on Friday. UNI PHOTO-29U

Follow us on

સમગ્ર દુનિયા વર્ષ 2019ને આવકારવા આતુર છે. ગણતરીના કલાકોમાં 2018નું વર્ષ વિદાય લઈ લેશે અને 2019નું આગમન થશે. પરંતુ હવામાન વિભાગની આગાહી કહે છે કે નવા વર્ષનું સ્વાગત રેકૉર્ડ બ્રેક ઠંડી વચ્ચે જ કરવું પડશે, કારણ કે સમગ્ર દેશમાં ઠંડીથી હજી રાહત મળવાની શક્યતા નથી.

કડકડતી ઠંડીએ ગુજરાત-મહારાષ્ટ્ર સહિત પશ્ચિમ ભારત અને ઉત્તર ભારતની હાલત ખરાબ કરી નાખી છે. સૌથી વધુ અસરગ્રસ્ત છે જમ્મુ-કાશ્મીર કે જ્યાં અનેક સ્થાનો પર હાડ થિજાવતી ઠંડી પડી રહી છે અને ઠેર-ઠેર તાપમાનનો પારો માયનસમાં નોંધાઈ રહ્યું છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

અનેક પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા શરુ થવાથી મેદાની વિસ્તારોમાં પણ કોલ્ડ વેવ ફરી વળી છે. લોકો ઠંડીના કારણે ઘરોમાંથી નિકળવાનું ટાળી રહ્યાં છે, તો રાત્રિના સમયે લોકો તાપણું કરી ઠંડીમાંથી રાહત મેળવવાની કોશિશ કરી રહ્યાં છે. પાટનગર દિલ્હી અને રાજસ્થાન, મહારાષ્ટ્રમાં પણ ઠંડીનું મોજું ફરી વળ્યું છે.

જમ્મુ-કાશ્મીરની વાત કરીએ, તો કારગિલમાં તાપમાન માયનસ 16.2 ડિગ્રી જેટલું ગગડી જતાં લોકો રીતસરના ઠુંઠવાઈ ગયાં. શ્રીનગરમાં માયનસ 7.6 ડિગ્રી તાપમાન નોંધાતા 30 વર્ષનો સૌથી ઠંડો ડિસેમ્બર રહ્યો. લદ્દાખના લેહમાં માયનસ 15.1 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.

મોટાભાગના વિસ્તારોમાં પારો માયનસની નીચે જતો રહેતા દાલ સરોવર સહિત જળાશયો થીજી ગયાં છે, તો પાણી પુરવઠાની લાઇનો બરફ બની ગઈ છે. નળોમાં પાણી જામી જતાં લોકોને પીવાના પાણીની મુશ્કેલી થઈ રહી છે.

આ ઉપરાંત હિમાચલ પ્રદેશમાં નવેસરથી બરફ વર્ષા શરુ થતાં કડકડતી ઠંડી પડી રહી છે. કાઝીમુંડમાં માયનસ 6.7, કોકરનાગમાં માયનસ 5.5, પહેલગામમાં માનયસ 9.5, મનાલીમાં માયનસ 5.4, કિલોંગમાં માયનસ 11.4, કલ્પામાં માયનસ 6, ભૂંટરમાં માયનસ 1.7, સુંદનરગરમાં માયનસ 1.5 ડિગ્રી તાપમાન નોંધાયું. મનાલીમાં 1.8 સેંટીમીટર બરફ પડ્યું.

આ તઆ તરફ રાજસ્થાનનું ફતેહપુર માયનસ 4.2 ડિગ્રીએ થીજી ગયું. તો ગુજરાતની પણ આ જ હાલત છે. ગુજરાતમાં સૌથી વધુ ઠંડુ નલિયા રહ્યું કે જ્યાં તાપમાન 6.4 ડિગ્રી નોંધાયું. ગાંધીનગરમાં 6.2, ડીસામાં 7.7, વલસાડમાં 8.5, વડોદરામાં 9.2 અને અમદાવાદમાં 9.8 ડિગ્રી તાપમાન સાથે શીત લહેરે લોકોને ધ્રુજાવ્યાં.

[yop_poll id=371]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article