કૃષિ અને દેશના વિકાસ માટે સહકારી ક્ષેત્રનો વ્યાપ વધારવો જરૂરી, પંચાયતોમાં પેક્સ રચવા સહકારી આંદોલન જરૂરી : અમિત શાહ

|

Aug 12, 2022 | 1:16 PM

કૃષિ અને દેશના વિકાસ માટે પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (PACS) થકી 10 લાખ કરોડના ધિરાણનો લક્ષ્યાંક રાખવો જરૂરી છે.

કૃષિ અને દેશના વિકાસ માટે સહકારી ક્ષેત્રનો વ્યાપ વધારવો જરૂરી, પંચાયતોમાં પેક્સ રચવા સહકારી આંદોલન જરૂરી : અમિત શાહ
Amit Shah, Cooperation and Home Minister

Follow us on

ગ્રામીણ ભારતને દેશના અર્થતંત્ર સાથે જોડવામાં ગ્રામીણ સહકારી બેંકોએ મહત્વની ભૂમિકા ભજવી છે. NAFSCOB દ્વારા આયોજિત ‘ગ્રામીણ સહકારી બેંકોની રાષ્ટ્રીય પરિષદ’ને સંબોધિત કરતા કેન્દ્રના સહકાર અને ગૃહ પ્રધાન અમિત શાહે (Cooperation Minister Amit Shah) કહ્યું કે, ભારતમાં કૃષિ અને દેશના વિકાસ માટે પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (PACS) થકી 10 લાખ કરોડના ધિરાણનો લક્ષ્યાંક રાખવો જરૂરી છે. આના માટે જ્યા હજુ પેક્સ (Primary Agricultural Credit Societies -PACS )અસ્તિત્વમાં નથી ત્યા પેક્સ રચવા અને જ્યા છે ત્યાં વધુ મજબૂત કરવી જરૂરી છે. પેક્સ થકી દેશમાં 10 લાખ કરોડનું ધિરાણનો લક્ષ્યાંક સેવવો જોઈએ. પેક્સને મજબૂત કરવા અને જ્યા નથી ત્યાં રચવા માટે જિલ્લા અને રાજ્ય સહકારી બેંકોએ સહકારી આંદોલન કરવું પડશે તેમ અમિત શાહે જણાવ્યું હતું.

કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે કહ્યું કે, સહકારીતાના માધ્યમથી કૃષિ અને દેશનો વિકાસ કરી શકાય છે. 120 વર્ષ જૂના સહકારીક્ષેત્રની બહુ મોટી ઉપલબ્ધિઓ છે. પરંતુ તેની સાથેસાથે કેટલુક ગુમાવ્યું પણ છે. કેટલાક રાજ્યોમાં સહકારીતા સંધર્ષના સ્તરે છે તો કેટલાક રાજ્યોમાં સહકારીતા માત્ર પુસ્તકોમાં જ રહ્યું છે.

સહકારીતાનો વ્યાપ વધારવા માટે અલગ રણનીતિ કરવી પડશે. ભારત સરકારે મોટો નિર્ણય કરીને કૃષિ વિભાગથી અલગ સહકારીતા વિભાગ રચ્યો છે. રાજ્યોને સાથે લઈને કેન્દ્રના સહકારીતા વિભાગ ઘણુ કરશે. કૃષિ ક્ષેત્રે ધિરાણ કરવા માટે સહકારી ક્ષેત્ર બહુ મહત્વનું માધ્યમ છે. કૃષિ ધિરાણ વધારવાની જરૂર હોવા પર ભાર મૂક્યો હતો. દરેક ક્ષેત્રે સહકારીતા પહોચે તે જરૂરી છે. સહકારીતા આંદોલનને વઘારવા માટે મોદીના સમયગાળા કરતા બીજો કોઈ સારો અવસર નહી હોય તેમ જણાવીને અમિત શાહે કહ્યું કે, 8 લાખ સહકારી સંસ્થાઓ છે. ક્રેડીટ સોસાયટી 1.78 લાખ છે. એગ્રીકલ્ચર ક્ષેત્રે ધિરાણ કરવા માટે 34 રાજ્ય સહકારી બેંક છે. જેની 2000થી વધુ શાખાઓ આવેલી છે. તો 351 જિલ્લા સહકારી બેંકો આવેલી છે. જેની 14000 શાખાઓ છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

બે બાબતો ઉપર ભાર મૂકવા માંગીશ તેમ કહીને અમિત શાહે કહ્યું કે. પેક્સ આપણી કૃષિ ધિરાણ માટે સહકારીતાની આત્મા છે. જો પેક્સ મજબૂત નહી હોય ત્યા સુધી ધિરાણ વ્યવસ્થા સારી નહી હોય. આથી પેક્સને મજબૂત કરવા સાથે વ્યાપ વધારવો જરૂરી છે. હાલમાં દેશમાં 3 લાખ પંચાયત છે. સારી રીતે ચાલતા પેક્સ 65 હજાર છે. કુલ 95 હજાર છે. જો તેને ઠીક કરી દેવાય તો દોઢ લાખ પંચાયતોમાં પેક્સ નથી. દરેક પંચાયતને આવરી લઈને પાંચ વર્ષના પેક્સ તૈયાર કરવી જોઈએ. રણનીતિ ઘડવી જોઈએ. સ્ટેટ કો ઓપરેટીવ બેંકે તેનુ સતત દેખરેખ રાખવી જોઈએ.

પેક્સને કોમ્પ્યુટરાઈઝ કરીને જિલ્લા અને રાજ્ય સહકારી બેંક સાથે જોડવા માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કોમ્પ્યુટરાઈઝ થવાથી ઓડીટ પણ આપોઆપ થઈ જશે. 100 રોગની એક દવા કોમ્પ્યુટરાઈઝ છે. ગુજરાત જેવા રાજ્યોમાં દરેક પેક્સ કોમ્પ્યુટરાઈઝ છે. જે અન્ય સહકારી બેંકો સાથે જોડાયેલ છે.

પેક્સના કર્મચારીઓમાં પણ વ્યવસાયિકપણુ જરૂરી છે. આજે એવુ કોઈ ગામ નહી હોય જ્યા કોમ્પ્યુટરના જાણકાર યુવાઓ ના હોય. દરેક જિલ્લા અને રાજ્ય સરકારી બેંકોને અનુરોધ છે કે, પેક્સને વધુ મજબુત કરવા સાથે કોમ્પ્યુટરાઈઝ કરવામાં આગળ આવે. પેકસના મોડલ બાયલોઝ ઓનલાઈન ઉપલબ્ધ છે. તેનો અધ્યય કરીને સુચનો કરો તો સરકાર પેક્સને લઈને દેશભરમાં એક સરખો કાયદો અને નીતિ નિયમો અમલી બનાવાશે. પેક્સ માત્ર કૃષિ ક્ષેત્ર માટે જ નહી પણ નવા નવા ક્ષેત્રમાં પણ પેક્સનો ઉપયોગ કરી શકાશે. ગેસનું વિતરણ, પાણીનું વિતરણ કરી શકાશે. 3 લાખ પેક્સને કાર્યરત કરવામાં બહુ મોટી સમસ્યા નથી પણ તેના માટે ગંભીરતાથી પ્રયાસ જરૂરી છે. જેટલા પેક્સ મજબૂત હશે એટલી જ જિલ્લા સહકારી બેંક મજબૂત હશે. જેટલી જિલ્લા સહકારી બેંક મજબૂત હશે એટલી જ રાજ્ય સરકારી બેંક મજબૂત હશે.

ગ્રામિણ સહકારી બેંકોને પણ વિસ્તારવાનો પણ નિર્ણય કેન્દ્ર સરકારે કર્યો છે. ગ્રામ્ય કક્ષાએ ગ્રામિણ સહકારી બેંકો પેક્સની સાથે મળીને લઘુતમ અને મહત્તમ ધિરાણ કરી શકશે. તેમ તેમણે જણાવ્યું હતું.

Next Article