ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાને આજે થઈ શકે છે બેઠક, CM યોગી, અમિત શાહ સહિત આ નેતાઓ થશે સામેલ

|

Apr 11, 2022 | 4:26 PM

સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં યુપી સરકારના કામકાજ અને ભવિષ્યના રોડ મેપને લઈને ચર્ચા થઈ શકે છે. આ બેઠકમાં રાષ્ટ્રીય સંગઠન મંત્રી બીએલ સંતોષ પણ હાજર રહેશે.

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાને આજે થઈ શકે છે બેઠક, CM યોગી, અમિત શાહ સહિત આ નેતાઓ થશે સામેલ
JP Nadda (File Image)

Follow us on

આજે મોડી સાંજે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના (Home Minister Amit Shah) ઘરે ભાજપની બેઠક થઈ શકે છે. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજરી આપી શકે છે. તે જ સમયે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની (Yogi Adityanath) સાથે યુપીના બંને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રિજેશ પાઠક બેઠકમાં ભાગ લઈ શકે છે. તમને જણાવી દઈએ કે યુપીના સંગઠન મંત્રી સુનીલ બંસલ મોડી રાત્રે દિલ્હી પહોંચી ગયા છે. યુપીના (UP) મંત્રી એકે શર્મા પણ દિલ્હીમાં પહેલાથી જ હાજર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં યુપી સરકારના કામકાજ અને ભવિષ્યના રોડ મેપને લઈને ચર્ચા થઈ શકે છે. આ બેઠકમાં રાષ્ટ્રીય સંગઠન મંત્રી બીએલ સંતોષ પણ હાજર રહેશે.

બીજી તરફ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર અંગે આમ આદમી પાર્ટી (AAP)ના દાવા પર વળતો પ્રહાર કર્યો છે. આમ આદમી પાર્ટીને જવાબ આપતા જેપી નડ્ડાએ કહ્યું કે હિમાચલ પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી વર્તમાન મુખ્યમંત્રીના નેતૃત્વમાં લડવામાં આવશે. જેપી નડ્ડાએ રવિવારે કહ્યું હતું કે પાર્ટી હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરને પદ પરથી હટાવશે નહીં અને તેમના નેતૃત્વમાં આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણી લડશે.

AAPના નેતા મનીષ સિસોદીયાનો દાવો

AAP નેતા મનીષ સિસોદિયાએ દાવો કર્યો હતો કે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર રાજ્યના મુખ્યમંત્રી તરીકે જયરામ ઠાકુરની જગ્યા લેશે. સિસોદિયાના દાવા અંગે પૂછવામાં આવતા નડ્ડાએ આ નિવેદન આપ્યું હતું. જય રામ ઠાકુર કામ કરી રહ્યા છે અને તે ભવિષ્યમાં પણ ચાલુ રાખશે. તેમણે કહ્યું કે તેમને બદલવામાં આવશે નહીં અને ભાજપ તેમના નેતૃત્વમાં વિધાનસભા ચૂંટણી લડશે. અન્ય એક પ્રશ્નના જવાબમાં નડ્ડાએ કહ્યું કે રાજ્યના કોઈપણ મંત્રીને બદલવામાં આવશે નહીં.

આજનું રાશિફળ તારીખ : 23-03-2025
IPLમાં ચોગ્ગા કરતા છગ્ગા વધુ ફટકારે છે આ ખેલાડીઓ
Video : સચિનની લાડલી સારા તેંડુલકરે શાહરૂખ ખાનની કરી કોપી
Jioએ કરોડો યુઝર્સનું ટેન્શન કર્યુ દૂર ! લાવ્યું 90 દિવસનો પ્લાન, IPL જોઈ શકશો ફ્રી
IPLની કોઈપણ સિઝનમાં પહેલા બોલ પર નથી થયો આ કમાલ
ભગવાનની મૂર્તિને ચઢાવેલા ફૂલો નદીમાં કેમ પધરાવવામાં આવે છે?

જો કે તેમણે કહ્યું કે ભાજપના વર્તમાન 10થી 15 ટકા ધારાસભ્યોને ચૂંટણીમાં ટિકિટ નહીં મળે. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના 10થી 15 ટકા ધારાસભ્યોને ટિકિટ મળી નથી અને અહીં પણ આવું થવાની સંભાવના છે. જેપી નડ્ડાએ એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પંજાબમાં ભાજપ મુખ્ય રાજકીય પક્ષોમાંથી એક તરીકે ઉભરી આવશે.

તેમણે કહ્યું કે ભાજપ ગઠબંધન ભાગીદાર તરીકે પંજાબમાં 117 વિધાનસભા બેઠકોમાંથી માત્ર 23 બેઠકો પર ચૂંટણી લડતી હતી, પરંતુ ત્યાંની તાજેતરની ચૂંટણીઓમાં તેણે ગઠબંધનના વરિષ્ઠ સહયોગી તરીકે 68 બેઠકો પર ચૂંટણી લડી હતી. આથી આગામી ચૂંટણીમાં પંજાબમાં ભાજપ એક મુખ્ય વૈચારિક વિકલ્પ તરીકે ઉભરી આવશે.

આ પણ વાંચો: અમેરિકામાં રમાશે 2024 Men’s T20 World Cup, 20 ટીમ લેશે ભાગ, 12 દેશોને સીધી એન્ટ્રી મળશે

આ પણ વાંચો: Mumbai : મુંબઈના માનખુર્દ વિસ્તારમાં બે સમુદાયો વચ્ચે તણાવ વધ્યો, 15 થી 20 વાહનોમાં તોડફોડ, હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં