શનિવારે રાત્રે પ્રયાગરાજમાં અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. ત્રણ હુમલા ખોરોએ પોલીસ ઘેરા વચ્ચે રહેલા અતીક અને તેના ભાઈને લમણા પર ગોળી મારીને હત્યા કરી દીધી છે. ઘટના બાદ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદીત્યનાથે CM આવાસ પર બેઠક બોલાવી છે અને જેમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હત્યાની ઘટના બાદ તુરત જ 17 પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
પોલીસ કસ્ટડીમાં હોવા દરમિયાન અતીક અને અશરફની હત્યાને લઈ મુખ્યપ્રધાન યોગી નારાજ હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. તેઓએ ત્રણ સદસ્યોની તપાસ સમિતિનુ ગઠન કર્યુ છે. સાથે જ ન્યાયીક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પત્રકાર બનીને પોલીસ કસ્ટડીમાં રહેલા અતીક અને અશરફની હત્યા કરી દેવામાં આવી હતી. ત્રણ શખ્શોએ હત્યાને અંજામ આપીને આત્મસમર્પણ ઉંચા હાથ કરીને કર્યુ હતુ. ફાયરિંગ કરનારા ત્રણ શૂટરોલવલેશ તિવારી, સની, અરુણ મૌર્યની પોલીસે પૂછ પરછ હાથ ધરી છે.
હત્યાની ઘટના બાદ સન્નાટો છવાઈ ગયો છે. ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા રાજ્યમાં સતર્કતા દાખવવામાં આવી રહી છે. પ્રયાગરાજ થી લઈને લખનૌ સુધી પોલીસ સતર્ક થઈ ચુકી છે. ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા મુખ્ય પ્રધાન યોગી આદીત્યનાથના સત્તાવાર આવાસની સુરક્ષા વધારી દીધી છે. આવાસની બહાર ચૂસ્ત પોલીસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
અતીક અને અશરફની હત્યાબાદ તુરત જ પોલીસ દ્વારા પ્રયાગરાજમાં સકર્તા દાખવવામાં આવી છે. તમામ વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલીંગ અને સંવેદનશીલ વિસ્તારોમાં બાજ નજર રાખવામાં આવી રહી છે. પોલીસ પણ પ્રયાગરાજમાં ઠેક ઠેકાણે ખડકી દેવામાં આવી છે. પ્રયાગરાજમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. સાથે જ ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી અંગેની તત્કાળ બેઠક મુખ્યપ્રધાન આવાસ પર યોજવામાં આવી છે. બેઠકમાં રાજ્યના પોલીસ વડે આરકે વિશ્વકર્મા અને સ્પેશિયલ ડીજી કાયદો અને વ્યવસ્થાના પ્રશાંત કુમાર તથા ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદ સહિત અન્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…
Published On - 1:08 am, Sun, 16 April 23