CM કેજરીવાલે PM મોદીને લખ્યો પત્ર, આ અંગે પરવાનગી ના આપતા આપ્યું મોટું નિવેદન

|

Jul 17, 2022 | 10:02 PM

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (arvind kejriwal) હાલ ફરી ચર્ચામાં આવ્યા છે. તેમણે એક બાબત પર દેશના વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે.

CM કેજરીવાલે PM મોદીને લખ્યો પત્ર, આ અંગે પરવાનગી ના આપતા આપ્યું મોટું નિવેદન
CM Kejriwal wrote a letter to PM Modi
Image Credit source: File Photo

Follow us on

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધમાં અવારનવાર નિવેદન અને શબ્દોનો પ્રહાર કરતા રહે છે. હાલમાં તે ફરી ચર્ચામાં આવ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (arvind kejriwal)  વડાપ્રધાન મોદીને (PM Modi) પત્ર લખ્યો છે. આ પત્રમાં શું લખ્યુ છે એ જાણવુ ઘણુ મહત્વનુ છે. અરવિંદ કેજરીવાલે સિંગાપોરમાં યોજાનારી વર્લ્ડ સિટીઝ સમિટમાં ભાગ લેવા માટે પરવાનગી ન મળવા પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. પત્ર દ્વારા નારાજગી વ્યક્ત કરતા તેમણે કેન્દ્રના વર્તનને ખોટું ગણાવ્યું છે.

સિંગાપોર સરકારે વર્લ્ડ સિટીઝ સમિટ માટે દિલ્હી સરકારને આમંત્રણ આપ્યું છે. આ સમિટમાં હાજરી આપીને કેજરીવાલ સિંગાપોરમાં દિલ્હી મોડલ રજૂ કરવાના હતા. પરંતુ હજુ સુધી તેમને ત્યાં જવા માટે કેન્દ્ર સરકાર તરફથી પરવાનગી મળી નથી. લગભગ એક મહિનાથી કેજરીવાલની ફાઈલ કેન્દ્ર સરકાર પાસે પડી છે, પરંતુ તેના પર કોઈ જવાબ આવ્યો નથી. હવે કેજરીવાલે વડાપ્રધાન મોદીને પત્ર લખીને તેમને વહેલી તકે સિંગાપોર જવાની પરવાનગી આપવા જણાવ્યું છે, જેથી તેઓ વિદેશની ધરતી પર ભારતનું ગૌરવ વધારી શકે.

મને રોકવુ દેશ હિત વિરુદ્ધ – કેજરીવાલ

આ જ પત્રમાં અરવિંદ કેજરીવાલે લખ્યું છે કે, સિંગાપોરમાં દુનિયાના ઘણા મોટા નેતાઓની સામે દિલ્હી મોડલ રજૂ કરવું પડશે. આજે આખી દુનિયા દિલ્હી મોડલ વિશે જાણવા માંગે છે. ત્યાંથી આ આમંત્રણ દેશ માટે ગર્વ અને સન્માનની વાત છે, પરંતુ એક મુખ્યમંત્રીને આવા મહત્વના તબક્કાની મુલાકાત લેતા રોકવા એ દેશના હિતની વિરુદ્ધ છે. તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલ 1 ઓગસ્ટે સિંગાપોરમાં યોજાનારી વર્લ્ડ સિટી કોન્ફરન્સમાં દિલ્હી મોડલ રજૂ કરવાના છે. કેજરીવાલે 7 જૂનના રોજ નરેન્દ્ર મોદીને આ અંગે પરવાનગી માંગતો એક પત્ર પણ લખ્યો હતો.

આ પણ વાંચો

આ રહ્યો એ પત્ર

સિંગાપોરમાં દિલ્હી મોડલ રજૂ કરવામાં આવશે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 1 ઓગસ્ટે યોજાનારી વર્લ્ડ સિટીઝ સમિટ 2022માં ભાગ લેશે. કેજરીવાલને સિંગાપોરના હાઈ કમિશનર સિમોન વેંગે 1 જૂને મીટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. કેજરીવાલે કહ્યું હતું કે, તેઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા આતુર છે.

જોવાનુ એ રહ્યુ કે ભારત સરકાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આ પ્રવાસ માટે પરવાનગી આપશે ? જો કેજરીવાલને તેના માટે પરવાનગી ના મળી તો તેમનુ આગળનુ પગલુ શું હશે ?

Next Article