CLAT Result 2021: CLATનું પરિણામ આજે થશે જાહેર, જાણો કેવી રીતે જોઈ શકાશે પરિણામ

|

Jul 28, 2021 | 12:30 PM

રાષ્ટ્રીય કાયદા યુનિવર્સિટી દ્વારા કોમન લો એડમિશન ટેસ્ટ 2021 ની સતાવાર વેબસાઈટ પર પરિણામ અંગેની જાહેરાત કરવામાં આવશે. વિદ્યાર્થીઓ આજે ઓફિશિયલ વેબસાઈટ પર CLAT નું પરિણામ જોઈ શકશે.

CLAT Result 2021: CLATનું પરિણામ આજે થશે જાહેર, જાણો કેવી રીતે જોઈ શકાશે પરિણામ
CLAT નું પરિણામ આજે થશે જાહેર

Follow us on

CLAT Result 2021:  કોમન લો એડમિશન ટેસ્ટ (Common Law Admission Test) પરીક્ષાનું પરિણામ આજે જાહેર થશે. વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઈટ consortiumofnlus.ac.in પર જોઈ શકાશે.

રાષ્ટ્રીય કાયદા યુનિવર્સિટી દ્વારા કોમન લો એડમિશન ટેસ્ટ 2021 ની સતાવાર વેબસાઈટ પર પરિણામ અંગેની જાહેરાત કરવામાં આવશે. આજે CLAT 2021ની પરીક્ષા આપેલા વિદ્યાર્થીઓ આજે CLATનું પરિણામ ઓફિશિયલ વેબસાઈટ consortiumofnlus.ac.in પર જોઈ શકાશે.

સત્તાવાર સાઇટ પર જાહેર કરવામાં આવેલા કેલેન્ડર મુજબ CLAT 2021ની કાઉન્સલિંગ લિસ્ટમાં પસંદગી પામેલા ઉમેદવારોની રજીસ્ટ્રેશન પ્રક્રિયા 29 જુલાઈએ શરૂ થશે અને 30 જુલાઈએ લગભગ 12 વાગ્યા સુધી આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા (Registration) ચાલુ રહેશે. મહત્વપૂર્ણ છે કે, ઉમેદવારોએ NLU માં પ્રવેશ માટે 50,000 રુપિયા ચૂકવવાના રહેશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સત્તાવાર નોટિસમાં (Official Notice) જણાવવામાં આવ્યું છે કે, જો ઉમેદવાર પોતાનો પ્રવેશ રદ્દ કરવા માગતા હોય તો તે 18 ઓગસ્ટ સુધીમાં પ્રવેશ રદ્દ કરી શકશે. ઉપરાંત આ તારીખ પછી પ્રવેશ રદ્દ કરવા માગતા ઉમેદવાર પાસેથી NLU (National Law University) દ્વારા 10 હજાર રૂપિયા વસુલ કરવામાં આવશે.

જાણો કેવી રીતે જોઈ શકાશે રિઝલ્ટ

Step:1 સૌ પ્રથમ ઉમેદવારે consortiumofnlus.ac.in સતાવાર વેબસાઈટ ખોલવાની રહેશે
Step:2 વેબસાઈટ પર CLAT 2021 પર ક્લિક કરો
Step:3 હવે જરૂરી માહિતી સબમિટ કરો
Step:4 ત્યાર બાદ તમારૂ પરિણામ સ્ક્રિન પર દેખાશે

મહત્વપૂર્ણ તારીખો

CLAT 2021નું પરિણામ- 28 જુલાઈ 2021

કાઉન્સલિંગ લિસ્ટ- 29 જુલાઈ 2021

પસંદ કરેલા ઉમેદવારો કાઉન્સેલિંગ લિસ્ટ બાદ નેશનલ લો યુનિવર્સિટી માટે ઓછામાં ઓછી પાંચ બેઠકો પસંદ કરી શકશે.

CLAT પ્રવેશ પ્રક્રિયા

CLAT ની પરીક્ષા એ કાયદા યુનિવર્સિટીમાં પ્રવેશ માટે યોજવામાં આવે છે. CLAT એ એક રાષ્ટ્રીય સ્તરની પરીક્ષા છે, જે કમ્પ્યુટર આધારિત મોડમાં લેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે સીએલએટી પરીક્ષા 23 જુલાઇએ રાષ્ટ્રીય કાયદા યુનિવર્સિટીઓના કન્સોર્ટિયમ દ્વારા લેવામાં આવી છે.

આ પણ વાંચો: CBSE 10th, 12th Result 2021: ક્યારે આવશે સીબીએસઈ ધોરણ 10 અને 12નું પરિણામ, જાણો તમામ વિગત

આ પણ વાંચો: GMRCL Recruitment 2021: ગુજરાત મેટ્રો રેલમાં મેનેજરના વિવિધ પદ માટે જાહેર થઈ ભરતી, જાણો સમગ્ર વિગતો

Next Article