ચીનની અક્કલ મોદી લાવ્યા ઠેકાણે, લદ્દાખ સરહદેથી હથિયારો સાથે પાછુ હટશે ચીનનુ સૈન્ય, દિવાળીના પર્વમાં સરહદેથી હટશે સૈન્ય જવાનો

|

Nov 11, 2020 | 4:20 PM

લદ્દાખ સરહદે શિયાળામાં જામતા ભારે બરફથી, ચીનના સૈન્ય જવાનોની હાલત કફોડી થઈ રહી છે. શિયાળામાં હાડચામ ગાળી નાખતા બરફના થર અને સુસવાટા મારતા ઠંડા હિમ પવન, પોતાના સૈન્ય જવાનોની ખુવારી ના કરે તે માટે ચીન હવે મંત્રણાના નામે હથિયારો સાથે પરત ફરવા તૈયાર થઈ ગયુ છે. જો કે સંરક્ષણ ક્ષેત્રના જાણકારોનું કહેવુ છે કે, ભારતીય […]

ચીનની અક્કલ મોદી લાવ્યા ઠેકાણે, લદ્દાખ સરહદેથી હથિયારો સાથે પાછુ હટશે ચીનનુ સૈન્ય, દિવાળીના પર્વમાં સરહદેથી હટશે સૈન્ય જવાનો

Follow us on

લદ્દાખ સરહદે શિયાળામાં જામતા ભારે બરફથી, ચીનના સૈન્ય જવાનોની હાલત કફોડી થઈ રહી છે. શિયાળામાં હાડચામ ગાળી નાખતા બરફના થર અને સુસવાટા મારતા ઠંડા હિમ પવન, પોતાના સૈન્ય જવાનોની ખુવારી ના કરે તે માટે ચીન હવે મંત્રણાના નામે હથિયારો સાથે પરત ફરવા તૈયાર થઈ ગયુ છે.

જો કે સંરક્ષણ ક્ષેત્રના જાણકારોનું કહેવુ છે કે, ભારતીય સૈન્યે ઊંચાઈ ઉપરના હાંસલ કરેલ અતિમહત્વપૂર્ણ સ્થાનને કારણે ચીન પહેલાથી જ લડ્યા વીના અડધુ યુધ્ધ હારી ગયુ હતું. અને પોતાની આબરુ બચાવવા માટે કોર કમાન્ડર કક્ષાની બેઠકમાં પરત હથિયારો સાથે પાછા હટવા તૈયાર થયુ છે.

જો કે ચીન ઉપર કોઈપણ સ્વરૂપે ભરોષો ના રાખવા માટે સંરક્ષણ ક્ષેત્રના જાણકારો જણાવી રહ્યાં છે. ભૂતકાળમાં આ જ પ્રકારે ભારતની પીઠમાં ચીને ખંજર ભોક્યુ હતું.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીનના સૈન્ય વચ્ચે, ગત એપ્રિલ મહિનાથી ચાલ્યા આવતો સીમા વિવાદ બહુ ઝડપથી પૂરો થઈ શકે છે. ભારત અને ચીનના સૈન્યે પૂર્વ લદ્દાખ સેકટરમાં વિખવાદ પૂરો કરવાનું નક્કી કર્યું છે. ચીનના પિપલ્સ લિબરેશન આર્મીએ (PLA) એ સ્થળ સુધી પાછળ હટવાનું નક્કી કર્યુ છે જે જગ્યાએ તેઓ એપ્રિલ 2020માં હતા.

ચુશુલ સેકટરમાં છ નવેમ્બરના રોજ ભારત અને ચીન વચ્ચે થયેલ કોર કમાન્ડર કક્ષાની આઠમી બેઠકમાં ચર્ચા થઈ હતી. જેમાં પૂર્વ લદ્દાખ ક્ષેત્રે ભારત અને ચીનના સૈન્ય વચ્ચે ઊભા થયેલા વિવાદ સમાપ્ત કરવાનું નક્કી કર્યું છે. અને તબક્કાવાર પાછા હટવા તૈયાર થઈ ગયા છે. આ ચર્ચાના ભાગરૂપે જ ચીનના સૈન્ય જવાનો દિવાળીના તહેવારમાં તેમના હાલના સ્થાનેથી પાછળ હટવા તૈયાર થઈ છે.

લદ્દાખના પૈગોગ વિસ્તારમાંથી બન્ને દેશના સૈન્યને પરત ફરવાનો પ્લાન તૈયાર થઈ ગયો છે. એક અઠવાડિયામાં આ પ્લાનને અમલમાં મૂકાશે. ત્રણ તબક્કાના પ્લાનમાં ચીનના સૈન્ય જવાનો ટેન્ક, બખ્તરબંધ વાહનો સહીતના હથિયારો અગ્રીમ સરહદથી દુર હટશે.

જ્યારે બીજા તબક્કામાં બન્ને દેશના સૈન્યે, સરહદ ઉપર તહેનાત સૈન્ય જવાનોમાંથી ત્રણ દિવસ સુધી રોજેરોજ 30 ટકા સૈન્ય જવાનોને પાછા બોલાવી લેશે. ભારતીય સૈન્ય જવાનો આ સમજૂતિ અનુસાર ઘનસિહ થાપા પોસ્ટ સુધી પરત આવશે. જ્યારે ચીનના સૈન્ય ફિંગર પોઈન્ટ આઠના પૂર્વ દિશા સુધી પરત જશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article