છાતી પર બાંધીને લઈ જઈ રહ્યા હતા 43 કરોડનાં 504 સોનાનાં બિસ્કીટ,DRIએ વોચ ગોઠવીને ઝડપી પાડ્યા,વાંચો કઈ રીતે કરી રહ્યા હતા સોનાની દાણચોરી

|

Sep 19, 2020 | 4:03 PM

DRIને મળેલી બાતમીનાં આધારે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પરથી એક મોટી ખેપ ઝડપી પાડી છે જેમાં પોલીસે 8 લોકોને ઝડપી પાડ્યા છે. ઝડપી પાડવામાં આવેલા સોનાની કિંમત 43 કરોડ રૂપિયા છે. ખાસ વાત એ છે કે આ લોકો સોનાને ખાસ પ્રકારનાં કપડામાં છાતી સાથે બાંધીને લાવતા હતા. DRIનાં અધિકારીઓને આ અંગે બાતમી મળી હતી અને […]

છાતી પર બાંધીને લઈ જઈ રહ્યા હતા 43 કરોડનાં 504 સોનાનાં બિસ્કીટ,DRIએ વોચ ગોઠવીને ઝડપી પાડ્યા,વાંચો કઈ રીતે કરી રહ્યા હતા સોનાની દાણચોરી
https://tv9gujarati.in/chhati-par-baand…-ne-zadpi-paadya/ ‎

Follow us on

DRIને મળેલી બાતમીનાં આધારે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પરથી એક મોટી ખેપ ઝડપી પાડી છે જેમાં પોલીસે 8 લોકોને ઝડપી પાડ્યા છે. ઝડપી પાડવામાં આવેલા સોનાની કિંમત 43 કરોડ રૂપિયા છે. ખાસ વાત એ છે કે આ લોકો સોનાને ખાસ પ્રકારનાં કપડામાં છાતી સાથે બાંધીને લાવતા હતા. DRIનાં અધિકારીઓને આ અંગે બાતમી મળી હતી અને તેના પર પાછલા એક મહિનાથી તપાસ ચાલી રહી હતી જેમાં એક આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ થવા પામ્યો છે.

આ મામલામાં 28 ઓગસ્ટે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ડિબ્રુગઢથી આવેલી રાજધાની એક્સપ્રેસમાં છાપો મારવામાં આવ્યો હતો અને 8 લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી. DRIને આ લોકો પાસેથી સોનાનાં 504 બિસ્કીટ મળી આવ્યા હતા જેનું વજન 86 કિલો કરતા વધારે હતું જેની કિંમત 43 કરોડ રૂપિયા થવા જાય છે. આ તસ્કરીનાં સોનાને છુપાવવા માટે ખાસ પ્રકારનાં કપડા બનાવવામાં આવ્યા હતા કે જેમાં સોનાનાં બિસ્કીટ છાતી સાથે બંધાયેલા રહેતા હતા અને તપાસમાં એ પણ બહાર આવ્યું કે 8 લોકો નકલી આધાર પર મુસાફરી કરી રહ્યા હતા.

આરોપીઓએ પૂછપરછમાં ખુલાસો કર્યો હતો કે તે મ્યાંમારથી મણિપૂર, ગૌહાટી થઈ ને દિલ્હી સુધી આવ્યા હતા જ્યાંથી મુંબઈ અને કોલકાતાનાં અમુક લોકોને સપ્લાય કરવાનું હતું. આ સિન્ડીકેટ દેશનાં અલગ અલગ ભાગનાં ગરીબોને જલ્દીથી પૈસા કમાવાની લાલચ આપીને સ્મગલિંગ કરવા માટે પોતાની ગેંગમાં ભરતી કરી રહ્યા હતા. પકડાયેલા તમામ લોકો મહારાષ્ટ્રનાં સાંગલી વિસ્તારનાં રહેનારા છે. તપાસ એજન્સીને આ સિન્ડીકેટનાં માસ્ટરમાઈન્ડની હવે શોધ છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 10:55 am, Sun, 30 August 20

Next Article