અદભૂત બચાવ : હવામાં ઉડી રહ્યું હતું ચાર્ટર પ્લેન, અચાનક ઈંધણ મળતું બંધ થયું, આવી રીતે થયો બચાવ

|

May 27, 2021 | 7:36 PM

અદભૂત બચાવ : ઉત્તર પ્રદેશના મથુરામાં પાયલોટ(Piolet ) ની સમય સૂચકતા અને સૂઝબુઝના પગલે એક મોટો વિમાન(Air Craft ) અકસ્માત ટળ્યો હતો. તેમજ પાયલોટ(Piolet )  અને કો- પાયલોટનો જીવ પણ બચ્યો હતો.

અદભૂત બચાવ : હવામાં ઉડી રહ્યું હતું ચાર્ટર પ્લેન, અચાનક ઈંધણ મળતું બંધ થયું, આવી રીતે થયો બચાવ
એર-ક્રાફ્ટ યમુના એક્સપ્રેસ વે પર એર ક્રાફ્ટ ઉતારી દીધું હતું.

Follow us on

અદભૂત બચાવ : ઉત્તર પ્રદેશના મથુરામાં પાયલોટ(Piolet ) ની સમય સૂચકતા અને સૂઝબુઝના પગલે એક મોટો વિમાન(Air Craft ) અકસ્માત ટળ્યો હતો. તેમજ પાયલોટ(Piolet )  અને કો- પાયલોટનો જીવ પણ બચ્યો હતો.

ઉત્તર પ્રદેશના મથુરામાં મથુરામાં ગુરુવારે બપોરે એક વિમાન(Air Craft ) દુર્ઘટના ટળી હતી જેમાં એર-ફ્લાઇંગ ચાર્ટર વિમાનમાં અચાનક ઈંધણ સપ્લાય બંધ થતાં વિમાન નીચે પડવાનું શરૂ થયું હતું. પરંતુ આ દરમ્યાન પાયલોટે સમય સૂચકતા અને સૂઝબુઝથી કામ લેતા એક મોટો અકસ્માત ટળ્યો હતો.

યમુના એક્સપ્રેસ વે પર એર ક્રાફ્ટ ઉતારી દીધું

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ ટ્રેઇનર વિમાન (Air Craft ) (સેસના ફાઇવ ટુ) નારનોલથી અલીગઢ જઈ રહ્યું હતું. ત્યારે ગુરુવારે બપોરે લગભગ 1.15 વાગ્યે વિમાનના એન્જિનને ઈંધણ મળવાનું અચાનક બંધ થયું હતું અને વિમાન નીચે આવવા લાગ્યું હતું. જેમાં પાયલોટ અને સહાયક પાઇલટે ખૂબ સમજણ બતાવી અને યમુના એક્સપ્રેસ વે પર એર ક્રાફ્ટ ઉતારી દીધું હતું.

વિમાનને રસ્તા પર ઉભું જોઈને ત્યાંથી પસાર થતા લોકો પણ ચોંકી ઉઠ્યા

એર-ક્રાફ્ટ(Air Craft ) ના ઇમરજન્સી લેન્ડિંગની માહિતી મળતાની સાથે જ નોહઝીલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મથુરાથી નોઇડા જતા ટ્રાફિકને ડાયવર્ઝન આપ્યું હતું. વિમાનને રસ્તા પર ઉભું જોઈને ત્યાંથી પસાર થતા લોકો પણ ચોંકી ઉઠ્યા અને તેમની કાર રોકી અને તસવીરો લેવાનું શરૂ કર્યું. વિમાનને જોવા માટે નજીકના ગામોના લોકો પણ એકઠા થયા હતા.

પાયલોટ જાગૃતસિંહે સમજદારી સાથે કામ લેતા એરક્રાફ્ટને યમુના એક્સપ્રેસ વેના માઈલ સ્ટોન 72 પાસે ઉતાર્યું હતું. સંજોગથી એક્સપ્રેસ વે ખાલી હતો. કોઈ વાહનની અવર જવર ન હતી.

એરક્રાફ્ટ અલીગઢની ખાનગી કંપનીના ટ્રેનિંગ સેન્ટરનું

આ ટ્રેનીગ એરક્રાફ્ટ અલીગઢની ખાનગી કંપનીના ટ્રેનિંગ સેન્ટરનું છે. આ એરક્રાફ્ટને પાયલોટ જાગ્રતસિંહ  અને કો- પાયલોટ ઉદિત ગોયલ નારનોલથી અલીગઢ લઇ જઇ રહ્યા હતા. ત્યારે વિમાનના એન્જિનને ઈંધણ મળવાનું અચાનક બંધ થયું હતું અને વિમાન નીચે આવવા લાગ્યું હતું.

Published On - 7:29 pm, Thu, 27 May 21

Next Article