આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામના દરવાજા શુભ મુહૂર્તમાં ખુલ્યા, ભક્તોમાં અનેરો ઉત્સાહ, જુઓ Video

અક્ષય તૃતીયાના પવિત્ર તહેવાર પર શુક્રવારે કેદારનાથ ધામના દરવાજા ખોલવામાં આવ્યા હતા. જે બાદ ચાર ધામ યાત્રાનો પ્રારંભ થયો હતો. કેદારનાથ બાદ ગંગોત્રીના અને ત્યાર બાદ યમુનોત્રી ધામના દરવાજા પણ ભાવિક ભક્તો માટે ખોલી દેવાયા છે.

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામના દરવાજા શુભ મુહૂર્તમાં ખુલ્યા, ભક્તોમાં અનેરો ઉત્સાહ, જુઓ Video
Kedarnath Dham
| Edited By: | Updated on: May 10, 2024 | 10:21 AM

આજે અક્ષય તૃતીયાના પવિત્ર તહેવાર પર ચાર ધામ યાત્રા શરૂ થઈ છે. શુક્રવારે કેદારનાથ ધામના દરવાજા ખોલવામાં આવ્યા હતા. હવે ગંગોત્રીના કપટ અને યમુનોત્રી ધામના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે. આજે અખાત્રીજના દિવસે સૌ પ્રથમ સવારે સાત વાગ્યે કેદારનાથ ધામના દરવાજા ભાવિક ભક્તો બાબા કેદારના દર્શન કરી શકે તે માટે દર્શન માટે ખોલી દેવામાં આવ્યા હતા.

અક્ષય તૃતીયાના પવિત્ર તહેવાર પર શુક્રવારે કેદારનાથ ધામના દરવાજા ખોલવામાં આવ્યા હતા. જે બાદ ચાર ધામ યાત્રાનો પ્રારંભ થયો હતો. કેદારનાથ બાદ ગંગોત્રીના અને ત્યાર બાદ યમુનોત્રી ધામના દરવાજા પણ ભાવિક ભક્તો માટે ખોલી દેવાયા છે. આ માટે ત્રણેય ધામોને ભવ્ય રીતે શણગારવામાં આવ્યા છે.

સૌ પ્રથમ, સવારે સાત વાગ્યે કેદારનાથ ધામના દરવાજા દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યા હતા. આ પછી ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખોલયા. કેદારનાથના દરવાજા ખોલવાના સમયે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ કેદારનાથ ખાતે ઉપસ્થિત રહ્યાં હતા. બદ્રીનાથ ધામના દરવાજા 12મી મેના રોજ સવારે 6 વાગ્યે ખુલશે.

 ભવ્ય રીતે શણગાર્યા મંદિર

કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામને ભવ્ય રીતે ફૂલોથી શણગારવામાં આવ્યા છે. કેદારનાથ મંદિરને 25 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. આ વખતે ભક્તો કેદારનાથ ધામમાં દર્શન કરવા આસ્થા પથથી જશે. આસ્થા પથ પર બેસવા માટે બેન્ચની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત, વરસાદ અને હિમવર્ષાથી યાત્રી, ભક્તોને બચાવવા માટે ખાસ રેઈન શેલ્ટર બનાવવામાં આવ્યા છે.

22 લાખથી વધુ ભક્તોએ નોંધણી કરાવી

ચારધામ યાત્રા માટે અત્યાર સુધીમાં કુલ 22 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. રજીસ્ટ્રેશનના આંકડાઓ પર નજર કરીએ તો આ વખતે પણ ઉત્તરાખંડ સરકારનું માનવું છે કે, આ વર્ષે ચારધામ યાત્રામાં ભક્તોની સંખ્યાનો નવો રેકોર્ડ સર્જાશે.

Published On - 8:48 am, Fri, 10 May 24