Sri Harikota : દરેક ભારતીયો 14 જુલાઈ, 2023ના બપોરે 2.35 કલાકે ચંદ્રયાન 3ની લોન્ચિંગની ઐતિહાસિક ઘટના જોઈ હતી. ચંદ્રયાન 3ની સફળી લોન્ચિંગ બાદ હવે આખો દેશ ચંદ્રયાન 3નો (Chandrayaan 3 ) ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગની રાહ જોઈ રહ્યો છે. આ બધા વચ્ચે ચંદ્રયાનના લોન્ચિંગનો નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોન્ચિંગ સમયે ચેન્નાઈ-ઢાકા વચ્ચેની ઈન્ડિગો ફલાઈટમાંથી પણ આ અદ્દભુત નજારો જોવા મળ્યો હતો.
ચંદ્રયાન 3ના લોન્ચિંગ સમયે ઈન્ડિગોની ચેન્નાઈ ટૂ ઢાકાની ફલાઈટ શ્રી હરિકોટાના આકાશમાંથી પસાર થઈ રહી હતી. તે સમયે પાયલટે જાહેરાત કરી કે આપણે ચંદ્રયાન 3ના લોન્ચિંગની ઐતિહાસિક ક્ષણને આકાશમાંથી જોઈ રહ્યા છીએ. યાત્રીઓએ જમીન પરથી લોન્ચ થઈ રહેલા ચંદ્રયાન 3ને પોતાના કેમેરામાં કેદ કર્યુ હતું. વાયરલ થઈ રહેલા વીડિયોમાં ચંદ્રયાન 3 વાદળને ચીરીને અંતરિક્ષ તરફ આગળ વધતુ જોવા મળે છે.
આ પણ વાંચો : Viral Video : રસ્તા પર થયો સાપનો વરસાદ ! વાયરલ થયો ચોંકાવનારો Video
Launch of Chandrayan 3 from flight. Sometime after takeoff from Chennai to Dhaka flight, pilot announced to watch this historical event pic.twitter.com/Kpf39iciRD
— Dr. P V Venkitakrishnan (@DrPVVenkitakri1) July 15, 2023
આ પણ વાંચો : Shocking Video : મોટા મોટા ખડકને કારણે કારનો વળ્યો કચ્ચરઘાણ, કાટમાળમાંથી જીવતા નીકળ્યા 4 લોકો
ISRO એ Chandrayaan 3નું પ્રથમ ભ્રમણકક્ષાના મેન્યૂવરિંગ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. એટલે કે તેનો પ્રથમ વર્ગ બદલાયો છે. હવે તે 42 હજારથી વધુની ભ્રમણકક્ષામાં પૃથ્વીની આસપાસ લંબગોળ ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું છે. હાલમાં ઈસરોના વૈજ્ઞાનિકો તેની ભ્રમણકક્ષા સાથે સંબંધિત ડેટાનું વિશ્લેષણ કરી રહ્યા છે.
આ પણ વાંચો : Viral Video : Toofan કાર પર વિદ્યાર્થીઓની જોખમી સવારી, દાહોદનો ચોંકાવનારો Video થયો Viral
ઈસરોએ પોતાનું ચંદ્રયાન 3 લોન્ચ કર્યું ત્યારે ભારત સહિત આખા દેશની નજર ટીવી પર હતી. આંધ્ર પ્રદેશના શ્રી હરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી LVM3-M4 રોકેટ પર લોન્ચ થયુ, ત્યારે તેને જોવા માટે હજારો દર્શકો પ્રક્ષેપણના સ્થળે પહોંચ્યા હતા. સફતાપૂર્વક લોન્ચ થયા બાદ સૌ કોઈને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા.