Chandrayaan 3 : ઇન્ડિયન સ્પેસ રિસર્ચ કાઉન્સિલ (ISRO)ના ચંદ્રયાન-3 મિશનના પ્રક્ષેપણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે 14 જુલાઈ, 2023 ના રોજ સવારે 2.35 કલાકે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા ખાતેના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ થવાનું છે. તમે આ લોન્ચિંગને લાઈવ જોઈ શકો છો, જેના વિશે વિગતવાર માહિતી તમને આ અહેવાલ દ્વારા મળશે.
ચંદ્રયાન-3 મિશનના લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલને વહન કરતા LMV-3 (લોન્ચ વ્હીકલ માર્ક-III) નું પ્રક્ષેપણ ISROની વેબસાઇટ અને YouTube ચેનલ પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે.
આ પણ વાંચો : Surat: ચંદ્રયાન 3 માટે સિરામિક પાર્ટ્સ સુરતની હિમસન સિરેમિક કંપનીએ બનાવ્યા, ખાસ ટેકનોલોજીથી કરાયા તૈયાર, જૂઓ Video
તમે 14 જુલાઈના રોજ બપોરના 2 કલાકે ઈસરોની યુટ્યુબ ચેનલ પર લાઈવ જોઈ શકો છો. તેમજ તમે tv9gujarati.com પર આ મિશન સાથે જોડાયેલી દરેક માહતી વિશેના સમાચાર જોઈ શકશો.
ચંદ્રયાન-3 એ ઈસરોના ચંદ્રયાન-2 મિશનની સિક્વલ છે. ચંદ્રયાન-2 ને સપ્ટેમ્બર 2019 માં ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગની છેલ્લી ક્ષણોમાં ક્રેશ થયું હતું. પહેલાની જેમ, ચંદ્રયાન-3માં પણ લેન્ડર અને રોવર છે, જેને પ્રોપલ્શન મોડ્યુલ દ્વારા ચંદ્રની 100 કિમીની ભ્રમણકક્ષામાં પહોંચાડવામાં આવશે.
આ પણ વાંચો : Chandrayaan 3: ISROએ પૂર્ણ કર્યુ લોન્ચિંગ રિહર્સલ, જાણો ચંદ્ર પર ક્યારે લેન્ડ થશે ચંદ્રયાન -3?
મિશનનું પ્રાથમિક લક્ષ્ય ચંદ્રયાન-3 મિશનને ચંદ્રની સપાટી પર સુરક્ષિત સોફ્ટ લેન્ડિંગ કરવાનું છે. ISROને આ સફળતા મળતાની સાથે જ ભારત ચંદ્રની સપાટી પર અવકાશયાનને સોફ્ટ લેન્ડ કરનાર ચોથો દેશ બની જશે. અગાઉ આ ક્લબમાં અમેરિકા, ભૂતપૂર્વ સોવિયેત સંઘ અને ચીન સામેલ છે.
ચંદ્રયાન-3 મિશન ‘લોન્ચ વ્હીકલ માર્ક 3’ (LVM 3) રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવશે. આ વખતે ઓર્બિટરને મિશનમાં સામેલ કરવામાં આવ્યું નથી. મિશન હેઠળ અવકાશયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચશે અને પૃથ્વીના 14 દિવસની બરાબર ચંદ્ર પર કાર્ય કરશે.
અંતરિક્ષ ક્ષેત્રમાં ચંદ્રયાન-3નું લોન્ચિંગ એ ભારતની જ નહીં ગુજરાત અને સુરત માટેની પણ મોટા ગૌરવની વાત રહેશે. જાણીને ગર્વ થશે કે ચંદ્રયાન 3 માટે સિરામિક પાર્ટ્સ સુરતની હિમસન સિરેમિક કંપનીએ બનાવ્યાં છે.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો