Surat: ચંદ્રયાન 3 માટે સિરામિક પાર્ટ્સ સુરતની હિમસન સિરેમિક કંપનીએ બનાવ્યા, ખાસ ટેકનોલોજીથી કરાયા તૈયાર, જૂઓ Video

અંતરિક્ષ ક્ષેત્રમાં ચંદ્રયાન-3નું લોન્ચિંગ એ ભારતની જ નહીં ગુજરાત અને સુરત માટેની પણ મોટા ગૌરવની વાત રહેશે. જાણીને ગર્વ થશે કે ચંદ્રયાન 3 માટે સિરામિક પાર્ટ્સ સુરતની હિમસન સિરેમિક કંપનીએ બનાવ્યાં છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2023 | 12:50 PM

Surat : ઈસરોના ચંદ્રયાન 3ને (Chandrayaan 3) લઈ વૈજ્ઞાનિકો અને દેશભરના લોકો ખૂબ જ ઉત્સાહિત છે. ચંદ્રયાન-3નું લોન્ચિંગ 14 જુલાઈએ બપોરે 2.35 કલાકે થવાનું છે. અંતરિક્ષ ક્ષેત્રમાં ચંદ્રયાન-3નું લોન્ચિંગ એ ભારતની જ નહીં ગુજરાત અને સુરત માટેની પણ મોટા ગૌરવની વાત રહેશે. જાણીને ગર્વ થશે કે ચંદ્રયાન 3 માટે સિરામિક પાર્ટ્સ સુરતની હિમસન સિરેમિક કંપનીએ બનાવ્યાં છે. ચંદ્રયાન 3માં સ્કિવબ્સ નામના પાર્ટ્સ હિમસન સિરેમિક કંપનીએ બનાવ્યાં છે. ચંદ્રયાન 2માં પણ આ જ સ્કિવબ્સનો ઉપયોગ કરાયો હતો.

આ પણ વાંચો- Rahul Gandhi Breaking News : રાહુલ ગાંધીને હાઈકોર્ટમાંથી મોટો ઝટકો, સજા પર રોક લગાવવા માટેની અરજી ફગાવાઈ

સ્ક્વિબ્સ ખાસ ટેકનોલોજીથી તૈયાર

આ સ્કિવબ્સને ખાસ ટેક્નોલોજીના માધ્યમથી તૈયાર કરવામાં આવ્યો છે. છેલ્લા 30 વર્ષથી હિમસન સિરેમિક કંપની ઇસરો માટે સ્કિવબ્સ તૈયાર કરે છે. કંપની જે સ્ક્વિબ્સ ઇગ્નીશ બનાવે છે, તે ચંદ્રયાન 3માં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે. કંપનીના MDએ કહ્યું કે, અમારી કંપની 1994થી સેટેલાઈટ અને સ્પેસયાન આવશ્યક સિરેમિક સ્પેરપાર્ટ બનાવીને આપે છે. અમે અલગ અલગ પ્રકારના સ્ક્વિબ્સ બનાવીને ઈસરોને સપ્લાય કરીએ છે. જે અમારા માટે ગર્વની બાબત છે.

સ્ક્વિબ્સ શા માટે જરૂરી ?

ચંદ્રયાન મિશનમાં આ સ્ક્વિબ્સ ઇગ્નીશ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. સ્ક્વિબ્સને ખાસ ટેક્નોલોજીની મદદથી તૈયાર કરવામાં આવે છે. જ્યારે રોકેટ ટેકનોલોજીથી કોઈપણ યાનને લોન્ચ કરવામાં આવે છે. ત્યારે તેના નીચેનો ભાગ 3000 ડિગ્રી સેન્ટિગ્રેડથી પણ વધુ ગરમ હોય છે. આ ગરમી વાયરીંગને નુકસાન ન કરે તે માટે ખાસ સ્ક્વિબ્સ ઇગ્નીશનું આવરણ તેની ચઢાવવામાં આવે છે, જેનાથી બ્લાસ્ટ અને એની જ્વાળાઓની અસર યાન પર થતી નથી.

સુરત સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">