કેન્દ્ર સરકારનો તમામ રાજ્ય સરકારોને નિર્દેશ, તમામ દિવસો ખુલ્લી રાખો સસ્તા અનાજની દુકાનો

|

May 16, 2021 | 8:31 PM

કેન્દ્ર સરકારે રવિવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મહિનાના બધા દિવસો અને મોડી રાત સુધી રેશનની દુકાનો ખુલ્લી રાખવા નિર્દેશ આપ્યો છે. જેનો હેતુ સમયસર અને સલામત રીતે ગરીબોને સબસિડી વાળું  અને મફતનું  અનાજનું વિતરણ સુનિશ્ચિત કરવાનો છે.

કેન્દ્ર સરકારનો તમામ રાજ્ય સરકારોને નિર્દેશ, તમામ દિવસો ખુલ્લી રાખો સસ્તા અનાજની  દુકાનો
હવે રેશન માટે સરકારે ડીલર પસંદગીનો વિકલ્પ આપ્યો છે.

Follow us on

કેન્દ્ર સરકારે રવિવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મહિનાના બધા દિવસો અને મોડી રાત સુધી Ration shop  ખુલ્લી રાખવા નિર્દેશ આપ્યો છે. જેનો હેતુ સમયસર અને સલામત રીતે ગરીબોને સબસિડી વાળું  અને મફતનું  અનાજનું વિતરણ સુનિશ્ચિત કરવાનો છે.

આ અંગે કેન્દ્રીય ખાદ્ય મંત્રાલયે એક સૂચના જાહેર કરી છે. મંત્રાલયને માહિતી મળી હતી કે કોરોના રોગચાળાને રોકવા માટે કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોકડાઉન હોવાને કારણે Ration shop માં અનાજનું વિતરણ કરવાનો સમય ઘટાડવામાં આવ્યો છે. આને કારણે લાભાર્થીઓને અનાજ મેળવવા માટે પૂરતો સમય મળતો નથી.

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે, જેના કારણે વાજબી ભાવની દુકાનો (એફપીએસ) અથવા રેશનની દુકાનના કામકાજના કલાકોમાં ઘટાડો થઈ શકે છે. જેને ધ્યાનમાં રાખીને ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે 15 મે 2021 ના ​​રોજ એક સૂચના જાહેર કરી છે. જેમાં મહિનાના બધા દિવસો રેશનની દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવે તેમ કહેવામાં આવ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (એનએફએસએ) અંતર્ગત, કેન્દ્ર સરકારે 80 કરોડથી વધુ ગરીબ પરિવારોને એક વ્યક્તિ દીઠ ત્રણ રૂપિયાના દરે 5 કિલો અનાજ પુરૂ પાડે છે. આ ઉપરાંત, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેવાય) અંતર્ગત, બે મહિના માટે મે અને જૂન એ જ લાભાર્થીઓને વ્યક્તિ દીઠ પાંચ કિલો અનાજ વિના મૂલ્યે આપવામાં આવી રહ્યું છે. જેથી કોવિડ -19 રોગચાળો અને તેની બીજી લહેરને ખાળવા માટે લોકડાઉન લદાતા અને અન્ય પ્રતિબંધોની ગરીબો પર વિપરીત અસર થઈ રહી છે.

આ સૂચનામા બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મહિનાના બધા દિવસો Ration shop   ખુલ્લી રાખવા અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અંતર્ગત લાભાર્થીઓને અનાજનું વિતરણ કરવા જણાવ્યું છે. સમગ્ર દિવસ દરમિયાન કોવિડ નિયમોના પાલન સાથે અનાજ વિતરણ કરવા કહેવામાં આવ્યું છે. આ સુવિધા માટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પણ નિયમિત બજાર માટે પ્રતિબંધિત કલાકોમાંથી વાજબી ભાવોની દુકાનોમાંથી મુક્તિ મળે તે સુનિશ્ચિત કરવા વિનંતી કરવામાં આવી છે.

મંત્રાલયે નિવેદનમાં કહ્યું છે કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પણ લાભ આપવામાં આવે છે. તેથી  Ration shop ની દરેક દુકાનમાં અનાજનું સમયસર વિતરણ થાય તે માટે જરૂરી પગલાં લેવા તાકીદ કરવામાં આવી છે અને આ અંગે લેવામાં આવેલા પગલાઓની જાણ પણ લોકોને કરવામાં આવે.

Published On - 8:26 pm, Sun, 16 May 21

Next Article