CBSE-ICSE Class 12 : ધોરણ 12ની પરીક્ષાઓ અંગે બેઠક, પરીક્ષા લેવાશે કે નહી તેને લઇ લેવાઇ શકે છે નિર્ણય

|

May 23, 2021 | 11:14 AM

સોશિયલ મીડિયામાં ધોરણ 12ની પરીક્ષા રદ કરવાની માગ વચ્ચે આજે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે એક બેઠક બોલાવી છે.

CBSE-ICSE Class 12 : ધોરણ 12ની પરીક્ષાઓ અંગે બેઠક, પરીક્ષા લેવાશે કે નહી તેને લઇ લેવાઇ શકે છે નિર્ણય
સાંકેતિક તસ્વીર

Follow us on

CBSE-ICSE Class 12 : દેશમાં કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન ધોરણ 12ની (CBSE Class 12) પરીક્ષાઓ ઘણા લાંબા સમયથી સ્થગિત છે. એવામાં લાખો વિધાર્થીઓ પરીક્ષાની તારીખ જાહેર થાય તેની રાહ જોઇ રહ્યા છે.

સોશિયલ મીડિયામાં ધોરણ 12ની પરીક્ષા રદ કરવાની માગ વચ્ચે આજે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે એક બેઠક બોલાવી છે. જેમાં CBSE-ICSEની ધોરણ 12ની પરીક્ષાઓ ઉપરાંત નીટ (NEET) અને જેઇઇ મેઇન્સ (JEE Mains ) સહિત અન્ય પરીક્ષાઓ પર નિર્ણય લેવાઇ શકે છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ડૉ. રમેશ પોખરિયાલ નિશંકે (Education Minister Nishank) શનિવારે ટ્વીટ કરીને આ વિશે જાણકારી આપી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કેન્દ્ર સરકાર રવિવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવ, સ્ટેટ બોર્ડના અધ્યક્ષ અને સંબંધિત અધિકારી સાથે હાઇલેવલ મીટિંગ કરશે. ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ પર અધિકારીઓ અને મંત્રીઓની વર્ચ્યુઅલ મીટિંગ કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં આજે (23 મે) સવારે 11.30 વાગ્યે થશે.

નિશંકે રાજ્યના શિક્ષણ મંત્રીઓ અને સચિવોને બેઠકમાં હાજર રહેવા કર્યો અનુરોધ 

આ બેઠકમાં નિશંક સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની તેમજ કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવેડકર પણ હાજર રહેશે. શિક્ષણ મંત્રી નિશંકે રાજ્ય સરકારના તમામ શિક્ષણ મંત્રી અને શિક્ષણ સચિવોને આ બેઠકમાં હાજર રહેવા અને આગામી પરીક્ષાઓના સંબંધમાં પોતોના વિચારો રજૂ કરવા માટે અનુરોધ કર્યો છે.

ઝારખંડના મુખ્યમંત્રીએ ટ્વીટ કરી માગ્યા સૂચનો 

આપને જણાવી દઇએ કે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને આજે સવારે ટ્વીટ કરીને કહ્યુ કે પ્રદેશ કક્ષાએ ધોરણ 12માં (ઇન્ટમીડિએટ) અભ્યાસ કરનારા બાળકોના માતા-પિતા, શિક્ષકો અને વિધાર્થીઓ પાસેથી આ વર્ષની બોર્ડની પરીક્ષાને લઇ અભિપ્રાય લેવા ઇચ્છુ છું. કૃપા કરીને તમારા અમૂલ્ય સૂચનો કમેન્ટ કરી શેર કરો. આનાથી મને ભારત સરકાર સાથે થનારી મીટિંગમાં તમારા વિચારો અને મુશ્કેલીઓને સારી રીતે રજૂ કરવામાં વધારે મદદ મળશે.

Published On - 11:13 am, Sun, 23 May 21

Next Article