FCRA ઉલ્લંઘન કેસમાં CBIનું દેશભરમાં મોટું ઓપરેશન, 40 સ્થળો પર દરોડા, ગૃહ મંત્રાલયના અધિકારીઓ સહિત 10ની ધરપકડ

|

May 10, 2022 | 10:35 PM

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ દેશભરમાં 40 સ્થળો પર દરોડા પાડ્યા છે. વિદેશી દાન મેળવવામાં નિયમોના કથિત ઉલ્લંઘનના મામલામાં આ કાર્યવાહી કરવામાં આવી છે.

FCRA ઉલ્લંઘન કેસમાં CBIનું દેશભરમાં મોટું ઓપરેશન, 40 સ્થળો પર દરોડા, ગૃહ મંત્રાલયના અધિકારીઓ સહિત 10ની ધરપકડ
પ્રતિકાત્મક તસવીર

Follow us on

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ દેશભરમાં 40 સ્થળો પર દરોડા પાડ્યા છે. વિદેશી દાન મેળવવામાં નિયમોના કથિત ઉલ્લંઘનના મામલામાં આ કાર્યવાહી કરવામાં આવી છે. FCRA એટલે કે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટનું (Foreign Contribution Regulation Act) ઉલ્લંઘન કરવા બદલ એક ડઝનથી વધુ NGO સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં લગભગ 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયના એક અધિકારીનો પણ સમાવેશ થાય છે. આ અધિકારીએ (Union Home Ministry) પોતાના પદનો દુરુપયોગ કરીને FCRAને મંજૂરી આપી હતી.

મળતી માહિતી મુજબ, આ મામલે ગૃહ મંત્રાલય વતી સીબીઆઈને ફરિયાદ આપવામાં આવી હતી. આ પછી, સીબીઆઈની એક ડઝન ટીમો એક્શનમાં આવી અને દિલ્હી, જયપુર, કોઈમ્બતુર, મૈસુર સહિત 40 સ્થળોએ દરોડા પાડ્યા. CBI સૂત્રોએ જણાવ્યું કે દેશભરમાં FCRA એટલે કે, ફોરેન કોન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટના કથિત ઉલ્લંઘનના સંબંધમાં દિલ્હી, ચેન્નાઈ, હૈદરાબાદ, કોઈમ્બતુર, મૈસૂર અને રાજસ્થાનના કેટલાક સ્થળો સહિત લગભગ 40 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

10 લોકોની ધરપકડ

તેમણે કહ્યું કે, આ અભિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીઓ, બિન-સરકારી સંસ્થાઓ (એનજીઓ) ના પ્રતિનિધિઓ અને મધ્યસ્થીઓ વિરુદ્ધ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે દરોડા હજુ ચાલુ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઓપરેશન દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે, ગૃહ મંત્રાલયના ઘણા અધિકારીઓ, NGOના પ્રતિનિધિઓ અને મધ્યસ્થીઓએ FCRA 2010નું ઉલ્લંઘન કરીને વિદેશી અનુદાન મેળવવા માટે નાણાંની લેવડદેવડ કરી છે. એજન્સીએ આ કેસના સંબંધમાં અત્યાર સુધીમાં ગૃહ મંત્રાલયના અધિકારીઓ અને NGOના પ્રતિનિધિઓ સહિત લગભગ 10 લોકોની ધરપકડ કરી છે. તેમણે કહ્યું કે, અભિયાનમાં અત્યાર સુધીમાં 2 કરોડ રૂપિયાના હવાલા ટ્રાન્ઝેક્શન્સ પણ શોધી કાઢવામાં આવ્યા છે. દરોડા દરમિયાન કેસ સાથે જોડાયેલા ઘણા દસ્તાવેજો અને ઈલેક્ટ્રોનિક પુરાવા પણ મળી આવ્યા છે.

Next Article