BRICS સમિટમાં PM મોદીનો જલવો! ફોટો પડાવવા વિદેશી મહિલા મહેમાનોએ કરી પડાપડી, જુઓ-Video

એક પ્રતિનિધિએ વડાપ્રધાન મોદીને પૂછ્યું, "શું અમે તમારી સાથે એક ફોટો પડાવી શકીએ?" મોદીએ સ્મિત સાથે જવાબ આપ્યો, "હા, ચોક્કસ." PM મોદીએ સ્મિત સાથે તેમનું સ્વાગત કર્યું અને ફોટા લેતી વખતે પ્રતિનિધિઓનો આનંદ સ્પષ્ટપણે જોઈ શકાતો હતો.

BRICS સમિટમાં PM મોદીનો જલવો! ફોટો પડાવવા વિદેશી મહિલા મહેમાનોએ કરી પડાપડી, જુઓ-Video
women get photo with pm modi brics
| Updated on: Sep 12, 2026 | 10:09 AM

“શું અમે તસવીર પડાવી શકીએ?”…..નવી દિલ્હીમાં યોજાયેલી 18મી BRICS સમિટ દરમિયાન વિદેશી મહિલા પ્રતિનિધિઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોટો પડાવવા માટે એટલી આતુર થઈ ગઈ કે તે જોઈને અન્ય વિદેશી નેતાઓ પણ દંગ કરી ગયા. પીએમ મોદી સાથે એક સેલ્ફી કે ફોટો લેવા માટે Can We Have A Picture? આમ કહી વિનંતી કરી હતી. આ ખાસ ક્ષણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે; PM સાથે ફોટો પડાવવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

વાસ્તવમાં, BRICS સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડાયેલી એક ખૂબ જ રસપ્રદ અને અનૌપચારિક “ફેન મોમેન્ટ” (ચાહક તરીકેની ક્ષણ) સોશિયલ મીડિયા પર ફરી રહી છે. શુક્રવારે (11 સપ્ટેમ્બર) BRICS બિઝનેસ ફોરમ દરમિયાન, વિદેશી મહિલા પ્રતિનિધિઓએ PM મોદી સાથે તસવીર પડાવવાની પડાપડી કરી હતી.

BRICS સમિટમાં PM મોદીની લોકપ્રિયતા

વિદેશી પ્રતિનિધિઓનું એક જૂથ વડાપ્રધાન મોદી સાથે તસવીર પડાવવા માટે તેમની પાસે પહોંચ્યું હતું. આ કાર્યક્રમમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન પણ હાજર હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ, ઘણી મહિલા પ્રતિનિધિઓ PM મોદી સાથે ફોટો પડાવવા માટે બેકડ્રોપ (પૃષ્ઠભૂમિ) પાસે એકઠી થઈ હતી. આ દરમિયાન, એક મહિલા પ્રતિનિધિએ તેમને પૂછ્યું, “શું અમે તસવીર પડાવી શકીએ?” PM મોદી સ્મિત સાથે તેમની સાથે ફોટો પડાવવા માટે ઊભા રહ્યા.

PM સાથે તસવીર લેવા માટે પડાપડી

PM મોદીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું, હાથ મિલાવ્યા અને ફોટોગ્રાફ્સ માટે તેમની સાથે ઊભા રહ્યા. ભારત સરકારે આ ખાસ ક્ષણનો વીડિયો શેર કર્યો છે, જેમાં કાર્યક્રમ બાદ મહિલા પ્રતિનિધિઓને બેકડ્રોપ પાસે એકઠા થતા જોઈ શકાય છે. એક પ્રતિનિધિએ વડાપ્રધાન મોદીને પૂછ્યું, “શું અમે તમારી સાથે એક ફોટો પડાવી શકીએ?” મોદીએ સ્મિત સાથે જવાબ આપ્યો, “હા, ચોક્કસ.” PM મોદીએ સ્મિત સાથે તેમનું સ્વાગત કર્યું અને ફોટા લેતી વખતે પ્રતિનિધિઓનો આનંદ સ્પષ્ટપણે જોઈ શકાતો હતો.

આ દરમિયાન, નજીકમાં રહેલા અન્ય પ્રતિનિધિઓએ પણ વડાપ્રધાનને બોલાવ્યા અને તેમની સાથે ફોટા પડાવવાની વિનંતી કરી. તેમની ઈચ્છાને માન આપીને, વડાપ્રધાન મોદી તેમના ગ્રુપ તરફ આગળ વધ્યા અને ગ્રુપ ફોટો લેવડાવ્યો.

ફોટોગ્રાફ માટે તેમની સાથે ઊભા રહ્યા. “અમે બધા ખૂબ નસીબદાર છીએ”

જ્યારે ફોટો પાડનાર અધિકારીએ મજાકમાં ટિપ્પણી કરી કે, “તમે બધી મહિલાઓ ખૂબ નસીબદાર છો,” ત્યારે વાતાવરણ વધુ આનંદમય બની ગયું હતું. આ ટિપ્પણી સાંભળીને ત્યાં હાજર પ્રતિનિધિઓ હસી પડ્યા અને જૂથે જવાબ આપ્યો, “અમે બધા ખૂબ નસીબદાર છીએ.” ત્યારબાદ વડાપ્રધાન મોદીએ સ્મિત સાથે આભાર વ્યક્ત કર્યો અને આ અનૌપચારિક વાતચીતનો અંત આવ્યો.

18મી બ્રિક્સ (BRICS) સમિટનું આયોજન

વડાપ્રધાન મોદીએ શુક્રવારે બ્રિક્સ બિઝનેસ ફોરમ સંબોધ્યું હતું. આ ઉપરાંત, તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સાથે અલગ-અલગ દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. ભારત 12 અને 13 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં ૧૮મી બ્રિક્સ સમિટનું આયોજન કરી રહ્યું છે; આ કાર્યક્રમમાં બ્રિક્સ જૂથના સભ્ય દેશોના નેતાઓ અને પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.

BRICS સમિટમાં મહેમાનોને પીરસાતું ભોજન કોણ નક્કી કરે છે? મેનૂમાં શું છે સામેલ, જાણો અહીં, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
Loading...
Unable to load recommendations.