
રાષ્ટ્રીય સ્વંયસેવક સંધની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થતા હોવાથી શતાબ્દિ મહોત્સવ કર્ણાટકમાં યોજાઈ રહ્યો છે. દ્વિદિવસીય નવી ક્ષિતીજના નામે યોજાયેલ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંધના વડા મોહન ભાગવતે, સંબોધન કર્યું હતુ. મોહન ભાગવતે કહ્યું કે, અમે સંપૂર્ણ હિંદુ સમાજને એક કરી રહ્યાં છીએ. સમાજને સંગઠીત કરવા અને ઉત્તમ ગુણ પ્રદાન કરવાનું કાર્ય કરી રહ્યાં છીએ. જેથી કરીને સમૃદ્ધ અને મજબૂત ભારતનું નિર્માણ થઈ શકે. જે વિશ્વને ધર્મ પ્રદાન કરી શકે જેનાથી દુનિયા સુખી, આનંદિત અને શાંતિ પ્રવર્તી રહે.
આ દરમિયાન જ્યારે મોહન ભાગવતને પુછવામાં આવ્યું કે, શું મુસ્લિમો પણ આરએસએસની શાખામાં આવી શકે ? ત્યારે આ સવાલનો જવાબ આપતા રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું કે, કોઈ પણ બ્રાહ્મણને સંઘમાં આવવાની અનુમતિ નથી. સંઘમાં અન્ય કોઈ જાતિને અનુમતિ નથી. કોઈ પણ મુસ્લિમને પણ અનુમતિ નથી. કોઈ ખ્રિસ્તીને પણ સંઘમાં આવવાની મંજૂરી નથી. માત્ર હિંદુઓને અનુમતિ છે. એટલા માટે વિભિન્ન સંપ્રદાયના લોકો, ખાસ કરીને મુસ્લિમ, ખ્રિસ્તી કે અન્ય કોઈ પણ સંપ્રદાયના લોકો સંઘમાં આવી શકે છે. પરંતુ તે તેમની વિશિષ્ટતા બહાર મૂકીને આવે.
મોહન ભાગવતે સ્પષ્ટપણે કહ્યું કે, રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘમાં આવનાર સૌ કોઈની વિશેષતાનું સ્વાગત છે. પરંતુ જ્યારે તમે શાખાની અંદર આવો છો તો તમે ભારત માતાના પુત્ર તરીકે, આ હિંદુ સમાજના સભ્ય તરીકે આવો છે. મુસલમાન પણ શાખામાં આવે છે. ખ્રિસ્તી પણ શાખામાં આવે છે. કેમ કે નિયમિતપણે હિંદુ સમાજ કહેવાતા અન્ય તમામ જાતિના લોકો પણ શાખામાં આવે છે. અમે તેમની ગણતરી નથી કરતા અને અમે તેમને પુછતા પણ નથી કે તેઓ કોણ છે. આપણે બધા ભારત માતાના સંતાનો છીએ અને સંઘ પણ એ જ પ્રકારે કામ કરે છે.
#WATCH | Bengaluru | On being asked are Muslims allowed in RSS?, RSS Chief Mohan Bhagwat says, “No Brahmin is allowed in Sangha. No other caste is allowed in Sangha. No Muslim is allowed, no Christian is allowed in the Sangha… Only Hindus are allowed. So people with different… https://t.co/CbBHvT9H7n pic.twitter.com/WJNjYWPMSq
— ANI (@ANI) November 9, 2025
રાષ્ટ્રીય સ્વંયસેવક સંધના મૂળ ઉદ્દેશ્યને સમજાવતા, મોહન ભાગવતે કહ્યું કે, અમારી પાસે ફક્ત એક જ હેતુ છે; તે હેતુ પૂર્ણ કર્યા પછી, અમે બીજું કંઈ પણ કરવા માંગતા નથી. અમારો દ્રષ્ટિકોણ સમગ્ર હિન્દુ સમાજને એક કરવાનો છે, અને તે જ અમારું કાર્ય છે. અમે આ પૂર્ણ કરીશું અને સંગઠિત થયેલ સમાજ બાકીનું કાર્ય કરશે. તેમણે કહ્યું, “અમારું મિશન, અમારો દ્રષ્ટિકોણ એક સંગઠીત, મજબૂત હિન્દુ સમાજ છે.”
દેશ અને દુનિયાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો