ભારત પાકિસ્તાન પર અચાનક હુમલો કરીને યુદ્ધ છેડી શકે કે તેના પણ હોય છે પ્રોટોકોલ? શું કહે છે ઈન્ટરનેશનલ નિયમો ?

જમ્મુકાશ્મીરમાં પહલગામમાં પ્રવાસીઓ પર કરાયેલા આતંકી હુમલા બાદ ભારતની તાબડતોબ એક્શનથી પાકિસ્તાન ડરી ગયુ છે. સૌથી વધુ મુશ્કેલી તેને સિંધુ જળ સંધિ રદ થવાથી થઈ છે. ત્યાં સુધી કે ભારત તરફથી લેવાયેલા આ પગલાને પાકિસ્તાને યુદ્ધનું એલાન સમજી લીધુ છે અને ભડકાઉ નિવેદન દેવા લાગ્યુ છે. પરંતુ શું કોઈ દેશ, દુશ્મન પર સરપ્રાઈઝ એટેક કરી શકે? શું અચાનક છેડાયેલુ યુદ્ધ વાસ્તવમાં અચાનક હોય છે ખરુ?

ભારત પાકિસ્તાન પર અચાનક હુમલો કરીને યુદ્ધ છેડી શકે કે તેના પણ હોય છે પ્રોટોકોલ? શું કહે છે ઈન્ટરનેશનલ નિયમો ?
| Updated on: May 09, 2025 | 1:52 PM

જમ્મુ-કાશ્મીરમાં પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલા બાદ ભારત, પાકિસ્તાન વિરુદ્ધ ડિપ્લોમેટિક રીતે ઈકોનોમિક કાર્યવાહી કરી રહ્યુ છે. સરકારે હાલમાં સિંધુ જળ સમજુતી પણ રદ કરી દીધી છે. જે પાકિસ્તાની ખેડૂતોની જીવદોરી સમાન છે. ઈસ્લામાબાદમાં બેસેલા પાકિસ્તાનના હુક્મરાનો બબડાટ કરી રહ્યા છે અને યુદ્ધની ધમકી આપી રહ્યા છે. પરંતુ ચાહે ભારત હોય, પાકિસ્તાન હોય કે પછી અન્ય કોઈ દેશ, કોઈપણ દુશ્મન દેશ પર તાત્કાલિક હુમલો નથી કરી શકતો. સરપ્રાઈઝ એટેક લાગતા યુદ્ધ પણ લાંબી તૈયારીઓ બાદ સામે આવે છે. જેમકે અમેરિકાના નેવલ બેઝ પર્લ હાર્બર પર કરાયેલો હુમલો 7 ડિસેમ્બર 1941 ની સવારે જ્યારે હવાઈ દ્વીપ પર અમેરિકી સૈનિક રૂટીન કામોમાં લાગેલા હતા ત્યારે અચાનક આકાશમાં જાપાની ફાઈટર પ્લેન દેખાવા લાગ્યા અને જોતજોતામાં તો અમેરિકાની સૌથી મોટી નૌસૈનિકોની છાવણી નષ્ટ થઈ ગઈ. જે બાદ અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી પર જે કર્યુ તે સમગ્ર દુનિયા જાણે છે. પરંતુ જાપાને પર્લહાર્બર પર કરેલા હુમલાને સરપ્રાઈઝ એટેક કહેવામાં આવે છે, જે ખરેખર એવુ નથી....

Published On - 8:38 pm, Fri, 25 April 25

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો