‘કેમેરો નિકોનનો અને કવર કેનનનું’, PM મોદીને ટ્રોલ કરવા TMC ને પડ્યું ભારે

|

Sep 18, 2022 | 8:53 AM

ભાજપના એક નેતા સુકાંત મજુમદારે ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીને ઘેરી લીધા હતા. જે બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાંસદે પીએમ મોદી પરની પોતાની ટ્વિટ ડિલીટ કરવી પડી હતી.

કેમેરો નિકોનનો અને કવર કેનનનું, PM મોદીને ટ્રોલ કરવા TMC ને પડ્યું ભારે
TMC leader tweeted a morphed photo of PM Modi,

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Modi) દરેક ગતિવિધિ પર વિપક્ષની નજર છે. વિપક્ષ તેમને અને તેમની સરકારને ઘેરવાની એક પણ તક છોડતો નથી, પછી ભલેને આ મુદ્દો ‘કેનન’ અને ‘નિકોન’ ને લઈને બનાવવો પડે. પીએમ મોદીએ તેમના જન્મદિવસના દિવસે એટલે કે 17 સપ્ટેમ્બરે મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં નામીબિયાથી લાવવામાં આવેલા ચિત્તાઓને છોડી અભયારણ્યમાં મુક્ત કર્યા હતા. આ દરમિયાન વડાપ્રધાને ચિત્તાની ફોટોગ્રાફી (Cheetah photography)કરતા પણ જોવા મળ્યો હતો. સફારી કેપ અને સનગ્લાસ સાથે પીએમ મોદીની ફોટોગ્રાફીની સ્ટાઈલ કોઈ પ્રોફેશનલથી ઓછી નહોતી. પરંતુ વિપક્ષે આમાં પણ ‘કેનન’ અને ‘નિકોન’ની ચર્ચા શરૂ કરી હતી.

ખરેખર, પીએમ મોદી જે કેમેરાથી ફોટોગ્રાફી કરી રહ્યા હતા. તે અંગે વિપક્ષે દાવો કર્યો હતો કે કેમેરો ‘નિકોન’નો અને કવર ‘કેનન’નું છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ જવાહર સરકારે પીએમની મજાક ઉડાવતો એક મોર્ફ કરેલ ફોટો (એડીટેડ) શેર કર્યો છે. તેમણે ફોટો સાથે ટ્વિટર પર લખ્યું, ‘તમામ આંકડાઓ પર ઢાંકણ રાખવું એક વસ્તુ છે. પણ કૅમેરાના લેન્સ પર કવર રાખવું એ સાવ દૂરંદેશી છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

Camera of Nikon and cover of Canon TMC leader tweeted a morphed photo of PM Modi,

ટીએમસીએ પીએમનો એડિટેડ ફોટો શેર કર્યો છે

તરત જ ટીએમસી નેતાએ પીએમ મોદીનો આ એડિટ કરેલ ફોટો શેર કર્યો. તેવી જ રીતે ભાજપના નેતા સુકાંત મજુમદારે ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીને ઘેરી લીધા હતા. તેમણે કહ્યું કે ટીએમસી નેતા દ્વારા શેર કરવામાં આવેલી પીએમ મોદીની તસવીરમાં ‘કેનન’ કવર સાથેનો ‘નિકોન’ કેમેરા દેખાય છે. સુકાંત મજુમદારે પણ ટ્વિટર પર લખ્યું, ‘TMC રાજ્યસભા સાંસદ કેનન કવર સાથે નિકોન કેમેરાનો એડિટ કરેલ ફોટો શેર કરી રહ્યાં છે. અપ પ્રચાર ફેલાવવાનો આવો ખરાબ પ્રયાસ કરવામાં આવ્યો છે.

ભાજપે મમતા બેનરજીને ઘેરી લીધા

બંગાળના મુખ્યપ્રધાન અને ટીએમસીના વડા મમતા બેનર્જી પર કટાક્ષ કરતા તેમણે આગળ લખ્યું, ‘મમતા બેનર્જી…એક સારી વ્યક્તિને નોકરીએ રાખો, જેમની પાસે ઓછામાં ઓછી સામાન્ય સમજ હોય.’ મજુમદારના પલટવાર પછી તરત જ, ટીએમસી સાંસદ જવાહર સરકારે તેમનુ ટ્વિટ ડિલીટ કર્યું. જણાવી દઈએ કે શનિવારે સવારે નામિબિયાથી સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા 8 ચિત્તા ભારત પહોંચ્યા હતા. પીએમ મોદીએ આમાંથી ત્રણને મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં છોડી દીધા હતા. જ્યારે બાકીના પાંચને અન્ય આગેવાનોએ અભયારણ્યમાં છોડયા હતા.

Next Article