CA Exam Update: સપ્ટેમ્બરમાં સીએ ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ પરીક્ષા ક્યારે યોજાશે? ‘ICAI’ એ તારીખ અને શેડ્યૂલની જાહેરાત કરી

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાએ સપ્ટેમ્બરમાં યોજાનારી પરીક્ષાઓનું શેડ્યૂલ જાહેર કર્યું છે. તો ચાલો જાણીએ, CA ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ સપ્ટેમ્બર સત્રની પરીક્ષાઓ કઈ તારીખે લેવાશે.

CA Exam Update: સપ્ટેમ્બરમાં સીએ ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ પરીક્ષા ક્યારે યોજાશે? ICAI એ તારીખ અને શેડ્યૂલની જાહેરાત કરી
| Updated on: Jun 02, 2025 | 1:58 PM

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાએ સપ્ટેમ્બરમાં યોજાનારી પરીક્ષાઓનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ શેડ્યૂલ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ www.icai.org પર જઈને ડાઉનલોડ કરી શકે છે. પરીક્ષાઓ કયા શહેરો દ્વારા લેવામાં આવશે તેની યાદી પણ જાહેર કરવામાં આવી છે. ઉમેદવારોને CA ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ પરીક્ષા માધ્યમ માટે હિન્દી અથવા અંગ્રેજીનો વિકલ્પ મળશે.

ICAI CA સપ્ટેમ્બર સત્ર પરીક્ષાઓ માટેની અરજી પ્રક્રિયા 5 જુલાઈથી શરૂ થશે. ઉમેદવારો 18 જુલાઈ 2025, શુક્રવાર સુધી લેટ ફી વગર અરજી કરી શકે છે. 21 જુલાઈ 2025 સુધી 600 રૂપિયાની લેટ ફી સાથે અરજી ફોર્મ ભરવાની તક આપવામાં આવશે. કરેક્શન વિન્ડો 22 થી 24 જુલાઈ સુધી ખુલ્લુ રાખવામાં આવશે.

વિદ્યાર્થીઓએ CA ઇન્ટરમીડિયેટ પરીક્ષા સિંગલ ગ્રુપ માટે 1500 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. બંને ગ્રુપ/યુનિટ 2 માટે અરજી ફી રૂ. 2700 છે. ફાઇનલ સિંગલ ગ્રુપ પરીક્ષા માટે અરજી ફી રૂ. 1800 અને બંને ગ્રુપ માટે રૂ. 3300 છે. ફાઉન્ડેશન કોર્સ પરીક્ષા માટે 1500 રૂપિયા ફી ચૂકવવાની રહેશે.

CA ફાઉન્ડેશન પરીક્ષા

સીએ ફાઉન્ડેશનની પરીક્ષા 6, 18, 20 અને 22 સપ્ટેમ્બરના રોજ દેશના વિવિધ શહેરોમાં લેવામાં આવશે. પેપર એક અને પેપર બે બપોરે 2 થી 5 વાગ્યા સુધી લેવામાં આવશે, જેનો સમયગાળો 3 કલાકનો રહેશે. તેવી જ રીતે, પેપર 3 અને 4 બપોરે 2:00 થી 4:00 વાગ્યા સુધી લેવામાં આવશે.

CA ફાઇનલ અને ઇન્ટરમીડિયેટ પરીક્ષા

સીએ ઇન્ટરમીડિયેટ કોર્સની પરીક્ષા ગ્રુપ-14, 7 અને 9 સપ્ટેમ્બરના રોજ યોજાશે. ગ્રુપ 2 ની પરીક્ષા 11, 13 અને 15 સપ્ટેમ્બરના રોજ યોજાશે. બધી પરીક્ષાઓ બપોરે 2:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી લેવામાં આવશે. તેનો સમયગાળો 3 કલાકનો રહેશે. સીએ ફાઇનલ કોર્સ પરીક્ષા ગ્રુપ 1 3, 6 અને 8 સપ્ટેમ્બરના રોજ યોજાશે.

ગ્રુપ 2ની પરીક્ષા 10, 12 અને 14 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવશે. પેપર 1 અને પેપર 5ની પરીક્ષા બપોરે 2:00 થી 5:00 વાગ્યા સુધી લેવામાં આવશે. પેપર 6 બપોરે 2:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી લેવામાં આવશે.

(CA કોર્સના વિદ્યાર્થીઓ અહીંથી એટલે કે www.icai.org  પર જઈને એક્ઝામ શેડ્યૂલની PDF ડાઉનલોડ કરી શકે છે.)

ગુજરાત રાજ્યનાં રાજકારણનું પાટનગર એટલે ગાંધીનગર. ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર શહેર એ ગાંધીનગર જિલ્લાનું મુખ્ય મથક પણ છે. ગાંધીનગરના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..