Breaking News : અલ ફલાહના ચેરમેનના ઘર ઉપર ફરી વળશે બુલડોઝર, ઘરે લગાવી નોટિસ

અલ ફલાહ ગ્રુપના ચેરમેન અને ટ્રસ્ટી જવાદ અહેમદ અને તેમના ભાઈ હમુદ સિદ્દીકીના ચાર માળના ઘર પર બુલડોઝર ફરી વળવાનો ભય તોળાઈ રહ્યો છે. મહુ કેન્ટોનમેન્ટ બોર્ડે, જવાદ અહેમદ અને તેમના ભાઈ હમુદ સિદ્દીકીના ઘર પર એક નોટિસ ચોટાડી દેવામાં આવી છે. નોટીસમાં ઉલ્લેખ કરાયો છે કે, આગામી ત્રણ દિવસમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવશે.

Breaking News : અલ ફલાહના ચેરમેનના ઘર ઉપર ફરી વળશે બુલડોઝર, ઘરે લગાવી નોટિસ
| Edited By: | Updated on: Nov 20, 2025 | 8:36 PM

દિલ્હી બોમ્બ વિસ્ફોટોની ચાલી રહેલી તપાસ વચ્ચે, મહુમાં અલ ફલાહ ગ્રુપના ચેરમેન અને ટ્રસ્ટી જવાદ અહેમદ સિદ્દીકી અને તેમના ભાઈ હમુદ સિદ્દીકીના ચાર માળના આલિશાન ઘર પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી હાથ ધરાશે. મહુ કેન્ટોનમેન્ટ બોર્ડે, અલ ફલાહ ગ્રુપના ચેરમેન અને ટ્રસ્ટી જવાદ અહેમદ સિદ્દીકી અને તેના ભાઈના ઘર પર એક મોટી નોટિસ ચોટાડી દેવામાં આવી છે.

આ નોટીસમાં આદેશ કરાયો છે કે, અહીં રહેનારે, નોટીસ ચોટાડ્યાના ત્રણ દિવસમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવુ. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે બાંધકામ ગેરકાયદેસર છે અને મકાન માલિકે તેને જાતે જ તોડી પાડવું પડશે, નહીં તો કેન્ટોનમેન્ટ બોર્ડ તેને તોડી પાડશે. વધુમાં, મકાન તોડી પાડવાનો ખર્ચ મકાન ધારક પાસેથી વસૂલવામાં આવશે.

બાંધકામ ગેરકાયદેસર જાહેર

અલ ફલાહ ગ્રુપના ચેરમેન અને ટ્રસ્ટ વડા જવાદ અહેમદ સિદ્દીકી અને તેમના ભાઈ હમુદ સિદ્દીકીની માલિકીનું આ ચાર માળનું મકાન મહુના મુકેરી મોહલ્લામાં આવેલું છે. મહુ કેન્ટોનમેન્ટ બોર્ડે આ બાંધકામ ગેરકાયદેસર જાહેર કર્યું છે. દસ્તાવેજોની તપાસ કર્યા પછી, મહુ કેન્ટોન્ટમેન્ટ બોર્ડે, જવાદ અહેમદ સિદ્દીકી અને તેમના ભાઈ હમુદ સિદ્દીકીના ઘર પર એક મોટી નોટિસ લગાવી છે.

પહેલા જ જાણ કરાઈ હતી

બોર્ડની નોટિસમાં જણાવાયું છે કે, ઘર નંબર 1371, સર્વે નંબર 245 / 1245 પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે.23 ઓક્ટોબર,1996 ના રોજ તમને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. છતા બાંધકામ દૂર કરવામાં આવ્યું નથી.

અનધિકૃત બાંધકામ હજુ સુધી નથી કરાયું દૂર

તમને 2 નવેમ્બર, 1996 ના રોજ કેન્ટોનમેન્ટ્સ એક્ટ, 1924 ની કલમ 186 (કેન્ટોનમેન્ટ્સ એક્ટ, 2006 ની કલમ 248) અને 27 માર્ચ, 1997 ના રોજ કેન્ટોનમેન્ટ્સ એક્ટ, 1924 ની કલમ 256 (કેન્ટોનમેન્ટ્સ એક્ટ, 2006 ની કલમ 320) હેઠળ અનધિકૃત બાંધકામ દૂર કરવા અંગે નોટિસ જારી કરવામાં આવી હતી, પરંતુ આજ સુધી, અનધિકૃત બાંધકામ દૂર કરવા માટે તમારા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

3 દિવસની અંદર ગેરકાયદેસર બાંધકામ દૂર કરો

નોટિસમાં વધુમાં જણાવાયું છે કે તમને નોટિસ મળ્યાના 3 દિવસની અંદર ઘર નંબર 1371, સર્વે નંબર 245/ 1245 પર અનધિકૃત બાંધકામ દૂર કરવા અને ઓફિસને જાણ કરવા માટે નિર્દેશ આપવામાં આવે છે, અન્યથા વિભાગ અનધિકૃત બાંધકામ દૂર કરવા માટે કાર્યવાહી કરશે. વધુમાં, તમારી પર કેન્ટોનમેન્ટ એક્ટ હેઠળ નુકસાનીનો આરોપ મૂકવામાં આવશે. તમારે, રહેઠાણ કરનારે, ત્રણ દિવસની અંદર બાંધકામ જાતે જ દૂર કરવું પડશે. નોંધનીય છે કે EDએ અલ ફલાહ ટ્રસ્ટના વડા જવાદ અહેમદ સિદ્દીકીની ધરપકડ કરી છે.

દિલ્હીમાં ગત 10 નવેમ્બરના રોજ લાલ કિલ્લા નજીક થયેલ કાર બ્લાસ્ટમાં અલ ફલાહ યુનિવર્સિટીમાં પગેરુ નિકળ્યું છે. દિલ્હી બ્લાસ્ટ અંગેના તમામ સમાચારો જાણવા માટે અહીં ક્લિક કરો.