Budget 2021: જાણો ઈન્ટેલિજન્સ બ્યુરો કેમ કરે છે બજેટની સુરક્ષા? કેટલા દિવસ સુધી કોઈને નથી મળતા અધિકારીઓ

|

Jan 22, 2021 | 7:56 PM

દેશનું વર્ષ 2021-22નું યુનિયન બજેટ 1 ફેબ્રુઆરીના રોજ  રજૂ થવાનું છે. આ બજેટને નાણાં મંત્રી નિર્મલા સિતારમણ રજૂ કરશે. કોરોના મહામારી અને આર્થિક સંકટના પગલે આ બજેટ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

Budget 2021: જાણો ઈન્ટેલિજન્સ બ્યુરો કેમ કરે છે બજેટની સુરક્ષા? કેટલા દિવસ સુધી કોઈને નથી મળતા અધિકારીઓ

Follow us on

દેશનું વર્ષ 2021-22નું યુનિયન બજેટ 1 ફેબ્રુઆરીના રોજ  રજૂ થવાનું છે. આ બજેટને નાણાં મંત્રી નિર્મલા સિતારમણ રજૂ કરશે. કોરોના મહામારી અને આર્થિક સંકટના પગલે આ બજેટ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. મોદી સરકારના કાર્યકાળનું આ બીજુ બજેટ છે. પરંતુ તમે જાણતા હતા કે બજેટની સુરક્ષા IB(ઇન્ટેલિજન્સ બ્યુરો) કરે છે. આવો આપણે જાણીએ કે IB(ઈન્ટેલિજન્સ બ્યુરો) આ બજેટની સુરક્ષા કેમ અને કેવી રીતે કરે છે.

 

ઈન્ટેલિજન્સ બ્યુરો  રાખે છે કડક નજર

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

બજેટ બનાવવાની પ્રક્રિયા ગુપ્ત હોય છે. બજેટ રજૂ થવા સુધી તેના દસ્તાવેજ તૈયાર કરવામાં લાગેલા અધિકારીઓ પર ઈન્ટેલિજન્સ બ્યુરોના કર્મચારીઓની અને દિલ્હી પોલીસની સખત દેખરેખ હોય છે. સરકાર તરફથી એ બાબતની ખાત્રી આપવામાં આવે છે કે બજેટ સાથે જોડાયેલી કોઈપણ માહિતી અન્ય સંસ્થા જે પ્રેસને લીક ના થાય. બજેટ પ્રક્રિયામાં સામેલ અધિકારી આ સમય દરમ્યાન પોતાના પરિવાર સાથે વધુ જોડાયેલા નથી રહી શકતા. તેમજ મિનિસ્ટ્રી પણ કડક સુરક્ષા વચ્ચે રાખવામાં આવે છે. જેમાં બજેટ રજૂ થયા બાદ જ ફોન ઉપયોગ કરવાની અને લોકોને મળવાની મંજૂરી આપવામાં આવે છે.

 

શું કયારેય બજેટ લીક થયું છે

નાણાકીય વર્ષ 1950-51માં બજેટ સંસદમાં રજૂ થાય તે પૂર્વે લીક થયું હતું. આ ઘટના બાદ બજેટનું પ્રિન્ટિંગ જે રાષ્ટ્રપતિ ભવનમાં થતું હતું તેને મીનટો રોડ પર તબદીલ કરી દેવામાં આવ્યું હતું. આ ઘટના દરમ્યાન જોન મધાઈ તે સમયે દેશના નાણાં મંત્રી હતા. જો કે તેની બાદ આવી ઘટના નથી ઘટી. હાલમાં બજેટ નોર્થ બ્લોક બેસમેન્ટમાં છાપવામાં આવે છે. નાણાં મંત્રાલય બજેટ સત્રના મહિના પૂર્વે આ યોજના તૈયાર કરવા લાગે છે. આ દસ્તાવેજનું છાપકામ બજેટ રજૂ કરવાના એક અઠવાડિયા પૂર્વે યોજાતી હલવા સેરેમની સમયે જ શરૂ થઈ જાય છે. લોકસભામાં મંજૂર થનારૂ બજેટ 1 એપ્રિલથી દેશભરમાં અમલી બને છે. આ પૂર્વે રેલવે બજેટ અલગ રીતે રજૂ કરવામાં આવતું હતું. જેને વર્ષ 2016માં ભાજપ નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે આ પ્રથાને બંધ કરી દીધી છે.

 

ઈન્ટેલિજન્સ બ્યુરો

 

ઈન્ટેલિજન્સ બ્યુરો જેને આઈબી કહેવામાં આવે છે જે ભારતની આંતરિક ગુપ્તચર એજન્સી છે. તેમજ તે દુનિયાની સૌથી જૂની ગુપ્તચર એજન્સી છે. આઈબીનો ઉપયોગ ભારતની અંદર ગુપ્ત માહિતી એકત્ર કરવા માટે  થાય છે. જેને વર્ષ 1947માં ગૃહ મંત્રાલય અંતગર્ત કેન્દ્રીય ગુપ્તચર એજન્સી તરીકે પુનનિર્મિત કરવામાં આવી. રિપોર્ટ્સ અનુસાર આ એજન્સીની સ્થાપના વર્ષ 1857માં થઈ હતી.

 

ઈન્ટેલિજન્સ બ્યુરોના રચનાનો ઈતિહાસ  

 

આ એજન્સીની રચના પાછળનો ઉદ્દેશ વર્ષ 1885માં મેજર જનરલ ચાર્લ્સ મેકગ્રેગરને શિમલામાં બ્રિટિશ ઈન્ડિયન આર્મીના ગુપ્તચર વિભાગના કાર્ટર માસ્ટર જનરલ અને પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે સમયે તેનો ઉદ્દેશ હતો કે અફઘાનિસ્તાનમાં રૂસી સૈનિકોની ગોઠવણી પર નજર રાખવાની હતી. કારણ કે 19મી સદીના ઉતરાર્ધમાં એ બાબતનો ભય હતો કે રૂસ ઉત્તર- પશ્ચિમની તરફથી બ્રિટિશ ભારત પર આક્રમણ ના કરી દે. આજે દેશમાં આઈબીનો ઉપયોગ ગુપ્ત માહિતી એકત્ર કરવાની સાથે સાથે દેશવિરોધી અને આતંકવાદ વિરોધી ષડયંત્રની જાણકારી મેળવવા માટે કરવામાં આવે છે.

 

આ પણ વાંચો: SALMAN KHAN સાથે કેમ બગડી ગયો હતો GOVINDAનો સંબંધ, એ ફિલ્મ પછી નથી જોવા મળ્યા સાથે

Next Article