Budget 2021: કેમ બજેટમાં ભાર આપવામાં આવે છે GDP પર? શું છે ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ?

|

Feb 01, 2021 | 5:33 PM

બજેટમાં જીડીપીના ગ્રોથ પર વધુ ફોકસ કરવામાં આવે છે. એટલે કે દેશમાં આર્થિક વિકાસ કેટલો ઝડપથી થઈ રહ્યો છે તેનો હિસાબ. આને સામાન્ય રીતે સમજવું હોય તો એમ કહી શકાય કે એક વર્ષમાં દેશમાં કેટલા સામાનનું ઉત્પાદન થયું.

Budget 2021: કેમ બજેટમાં ભાર આપવામાં આવે છે GDP પર? શું છે ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ?
બજેટ 2021

Follow us on

બજેટમાં જીડીપીના ગ્રોથ પર વધુ ફોકસ કરવામાં આવે છે. એટલે કે દેશમાં આર્થિક વિકાસ કેટલો ઝડપથી થઈ રહ્યો છે તેનો હિસાબ. આને સામાન્ય રીતે સમજવું હોય તો એમ કહી શકાય કે એક વર્ષમાં દેશમાં કેટલા સામાનનું ઉત્પાદન થયું અને આખા વર્ષમાં કેટલી સેવાઓ આપવામાં આવી. કુલ ઉત્પાદન અને કુલ સેવાને જોડવામાં આવે છે. સામાન્ય રીતે ગ્રોથ કૃષિ, ઉદ્યોગ અને સર્વિસ સેક્ટરમાં થતો હોય છે. આ ત્રણ ક્ષેત્રના વિકાસને જોડીને એક આંકડો લાવવામાં આવે છે. આ આંકડાને જીડીપી ગ્રોથ એટલે કે આર્થિક વિકાસ દર કહેવામાં આવે છે. જીડીપી ગ્રોથ જેટલો ઉંચો દેશનો વિકાસ પણ એટલો ઉંચો અને બજાર પણ એટલું જ ખુશ રહે છે. ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. સામાન્ય રીતે એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર આગામી બજેટમાં જીડીપી ગ્રોથ 7થી 7.5 ટકાની વચ્ચે લાવવા માંગે છે.

 

ડાયરેક્ટ ટેક્સ Vs ઈનડાયરેક્ટ ટેક્સ

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ડાયરેક્ટ ટેક્સએ હોય છે જે સરકાર તમારી કમાણી પર લગાવે છે. જો તમે કમાણી કરી છે તો તમારે આ ટેક્સ ભરવાનો છે અને જો કમાણી નથી કરી તો ટેક્સ આપવાનો રહેતો નથી. ઈન્કમ ટેક્સએ ડાયરેક્ટ ટેક્સમાં આવે છે. પરંતુ ઈનડાયરેક્ટ ટેક્સને કમાણી સાથે કંઈ લેવા દેવા નથી. તમે કમાઓ કે ના કમાઓ તમારે ટેક્સ આપવાનો રહે છે. જો તમે કોઈ વસ્તુની ખરીદી કરો છો તો પછી તમારા ખિસ્સામાંથી કેટલાક પૈસા સરકારી ખાતામાં જાય છે. અગાઉ વેટ, એક્સાઈઝ ડ્યુટી અને અન્ય કેટલાક પ્રકારના ટેક્સ હતા. જેને સરકારે બંધ કરીને GST લાગુ કરી દીધું છે.

 

આવકવેરા ઉપરાંત ડાયરેક્ટ ટેક્સમાં ગિફ્ટ ટેક્સ, સંપત્તિ વેરો, મૂડી લાભ કર વગેરેનો સમાવેશ થાય છે. જો તમે કમાણી કરો છો તો પછી આ કર ચૂકવવા પડશે. કંપનીઓ માટે આ ટેસ્કમાં કોર્પોરેટ ટેક્સ આવરી લેવામાં આવે છે. જે વ્યક્તિ અથવા કંપની કમાણી કરે છે, તેણે સીધો ટેક્સ ચૂકવવો પડશે.

 

ડાયરેક્ટ ટેક્સ
1- આવક વેરો (Income Tax)
2- કેપિટલ ગેન્સ ટેક્સ (Capital Gains Tax)
3- સિક્યોરિટીઝ ટ્રાન્સેકશન ટેક્સ (Securities Transaction Tax)
4- કોર્પોરેટ ટેક્સ (Corporate Tax)
5- ગિફ્ટ ટેક્સ (Gift Tax)

ડાયરેક્ટ ટેક્સ ભરનાર લોકોની સંખ્યા સતત વધી રહી છે

વર્ષ 2018માં ડાયરેક્ટ ટેક્સ ભરનાર 4 કરોડથી વધીને 6.75 કરોડ થઈ ગયા હતા અને જીએસટી લાગુ થયા બાદ 1 વર્ષમાં ઈનડાયરેક્ટ ટેક્સ ભરનારની સંખ્યા 70 લાખથી વધીને 1.16 કરોડ થઈ ગઈ. આ આંકડો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યો હતો.

 

આ પણ વાંચો: Defence Budget 2021: દેશના રક્ષા બજેટમાં 7 ટકાનો વધારો, 1 વર્ષમાં ખર્ચ થશે 4.78 લાખ કરોડ રૂપિયા

Next Article