Budget 2021: બજેટમાં રોજગાર સર્જન પર મૂકવો પડશે ભાર, અર્થતંત્રને વેગ આપવામાં કરશે મદદ

|

Jan 22, 2021 | 7:57 PM

બજેટમાં Economy ને વેગ આપવા માટે સૌથી વધારે રોજગાર પેદા કરવા પડશે. એક અનુમાન મુજબ ભારતમાં વર્ષ 2030 સુધી દર વર્ષે 1 કરોડ નોકરી ઊભી કરવી પડશે. તેથી આ વખતે માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે બજેટમાં સંપૂર્ણ રીતે  રોજગાર સર્જન કરનારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હાઉસિંગ સેક્ટર પર હશે.

Budget 2021: બજેટમાં રોજગાર સર્જન પર મૂકવો પડશે ભાર, અર્થતંત્રને વેગ આપવામાં કરશે મદદ
Budget 2021

Follow us on

દેશમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવનારું વર્ષ 2021 -22નું બજેટ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. જેમાં મહામારીને કારણે અભૂતપૂર્વ માનવીય અને આર્થિક સંકટ જોવા મળ્યું હતું. આ વર્ષે બજેટમાં Economy ને  વેગ આપવાના પ્રયાસ કરવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે.

બજેટમાં Economy ને વેગ આપવા માટે સૌથી વધારે રોજગાર પેદા કરવા પડશે. એક અનુમાન મુજબ ભારતમાં વર્ષ 2030 સુધી દર વર્ષે 1 કરોડ નોકરી ઊભી કરવી પડશે. તેથી આ વખતે માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે બજેટમાં સંપૂર્ણ રીતે  રોજગાર સર્જન કરનારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હાઉસિંગ સેક્ટર પર હશે.

હાઉસિંગ રોજગાર સર્જનની દ્રષ્ટિએ સૌથી મહત્વપૂર્ણ સેકટરમાંથી એક છે. જે પ્રત્યક્ષ લાભની સાથે સાથે અપત્યક્ષ નોકરીઓ પર પેદા કરે છે. જેના બાંધકામ ઉધોગમાં શ્રમિકો, મિસ્ત્રી, પ્લમ્બર, એન્જિનયરો સહિત અનેક પ્રકારના પ્રત્યક્ષ રોજગાર પેદા થાય છે. જયારે અપ્રત્યક્ષ નોકરીઓમાં સિમેન્ટ, સ્ટીલ, પેઈન્ટ, વીજળી અને હાઉસિંગ સાથે જોડાયેલા અનેક સહાયક ઉદ્યોગ પણ સબંધિત છે. તેની માટે રિયલ એસ્ટેટ અર્થવ્યવસ્થાને વેગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે. તેમજ જીડીપીમાં વધારા માટે પણ તેની ભૂમિકા મહત્વની છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

જ્યારે વર્ષ 2015માં શરૂ થયા બાદ ક્રેડિટ લિંક્ડ સબસીડી યોજનાને એક મોટી સફળતા મળી છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાને વધારે સ્થળ સુધી પહોંચાડવા માટે મધ્યમ આવક વર્ગ માટે આખરી તારીખ વધારીને માર્ચ 2022 સુધી કરવાની જરૂર છે. જે રીતે EWS/LIG કેટેગરી માટે મુદત વધારી છે તે રીતે મુદત વધારવામાં આવવી જોઇએ

Next Article