ભાડાનાં ઘરમાં રહેતાં લોકોને પણ બજેટમાં મળી મોટી ભેટ, જાણો હવે કેટલાં રૂપિયાના ઘરમાં રહેવા પર નહીં લાગશે ટેક્સ ?

ભાડાનાં ઘરમાં રહેતાં લોકોને પણ બજેટમાં મળી મોટી ભેટ, જાણો હવે કેટલાં રૂપિયાના ઘરમાં રહેવા પર નહીં લાગશે ટેક્સ ?

બજેટમાં એક તરફ મધ્યમ વર્ગ માટે આવકની મર્યાદા વધારવામાં આવી છે તો તેની સાથે જ નાણાપ્રધાને મધ્યમ વર્ગ માટે ભેટની લાઈન લગાવી દીધી છે. નાણા મંત્રી પીયૂષ ગોયલે મધ્ય વર્ગને એકથી વધુ એટલે કે બે ઘર માટેની છૂટ આપી છે. જેના પર નાણામંત્રીએ પોતાના વતન મુંબઈનો દાખલો આપતાં કહ્યું કે, હાલમાં મકાન વેચીને કેપીટલ ગેઈન્સ […]

Parth_Solanki

|

Feb 01, 2019 | 10:35 AM

બજેટમાં એક તરફ મધ્યમ વર્ગ માટે આવકની મર્યાદા વધારવામાં આવી છે તો તેની સાથે જ નાણાપ્રધાને મધ્યમ વર્ગ માટે ભેટની લાઈન લગાવી દીધી છે.

નાણા મંત્રી પીયૂષ ગોયલે મધ્ય વર્ગને એકથી વધુ એટલે કે બે ઘર માટેની છૂટ આપી છે. જેના પર નાણામંત્રીએ પોતાના વતન મુંબઈનો દાખલો આપતાં કહ્યું કે, હાલમાં મકાન વેચીને કેપીટલ ગેઈન્સ ટેક્સમાંથી બચવા માટે સામાન્ય વર્ગના લોકો માત્ર એક જ મકાનમાં રોકાણ કરી શક્તા હતાં પરંતુ હવે બે મકાનોમાં રોકાણ કરી વ્યક્તિ પોતાનું કેપીટલ ગેઇન ટેક્સમાં બચત કરી શકશે.

આ પણ વાંચો : દેશમાં ક્યાંથી થશે આવક અને ક્યાં થશે ખર્ચ જાણો તમારાં રૂપિયાનું સંપૂર્ણ વિશ્લેષણ, સરળ શબ્દોમાં

આ ઉપરાંત મોદી સરકારે બજેટમાં ભાડાના મકાનની આવક પર પણ મોટો નિર્ણય કર્યો છે. જેના અનુસાર, મકાનના ભાડા પર અત્યાર સુધી રૂ. 1.80 લાખની આવક પર TDS લાગતો હતો, જેને વધારીને હવે રૂ. 2.40 લાખ કરવામાં આવ્યો છે. જેનાથી પણ મધ્યમ વર્ગના ભાડાના મકાનમાં રહેતાં લોકોને સીધો લાભ મળશે.

એટલું જ નહીં સરકારે હાઉસીંગ સ્કીમને પ્રોત્સાહન આપવા નાણામંત્રી અર્સોર્ડેબલ હાઉસીંગ સ્કીમમાં નોંઘણી કરવનારને 2020 સુધીમાં હોમલોનના વ્યાજ મુક્તિનો પણ લાભ મળશે તેવી જાહેરાત કરી છે.

[yop_poll id=966]

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati