અરવિંદ કેજરીવાલની માગ પર BSP નો પલટવાર, કહ્યું- નોટો પર છાપવામાં આવે બાબા સાહેબની તસવીર

|

Oct 27, 2022 | 1:42 PM

અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, હું કેન્દ્ર સરકાર અને પીએમને અપીલ કરું છું કે એક તરફ ભારતીય ચલણ પર ગાંધીજીની તસવીર છે, તેને જેમ છે તેમ રહેવા દો, બીજી તરફ ગણેશ અને લક્ષ્મીજીની તસવીર ભારતીય ચલણ પર લગાવવી જોઈએ.

અરવિંદ કેજરીવાલની માગ પર BSP નો પલટવાર, કહ્યું- નોટો પર છાપવામાં આવે બાબા સાહેબની તસવીર
Arvind kejriwal
Image Credit source: File Photo

Follow us on

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) કેન્દ્ર સરકાર પાસે ભારતીય નોટ પર એક તરફ મહાત્મા ગાંધી અને બીજી બાજુ ગણેશ-લક્ષ્મીનો ફોટો છાપવાની માગ કરી છે. કેજરીવાલ કહે છે કે આમ કરવાથી દેશની અર્થવ્યવસ્થા સુધરશે. કેજરીવાલના આ નિવેદન પછી, બહુજન સમાજ પાર્ટીના (BSP) રાષ્ટ્રીય સંયોજક આકાશ આનંદે નોટ પર બાબા સાહેબ આંબેડકરની તસવીર છાપવાની માગ કરી છે. આ સાથે આકાશ આનંદે આમ આદમી પાર્ટીને ‘રંગ બદલુ પાર્ટી’ કહી છે.

આકાશ આનંદે ટ્વિટ કરીને લખ્યું, ચાલ-ચરિત્ર અને ચહેરો! કેજરીવાલજીનું અસલી રૂપ હવે સામે આવ્યું છે. વાસ્તવમાં તેમની પાસે કોઈ ચહેરો નથી, જ્યારે તેઓ જ્યાં જરૂર હોય ત્યાં તેવા બની જાય છે. પંજાબની ચૂંટણીમાં ખેડૂતોના હિતેચ્છુ હતા અને હવે ગુજરાતની ચૂંટણી આવતાં જ તેમની અંદરનું હિન્દુત્વ જાગી ગયું છે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

 

 

શું રંગ બદલુ પાર્ટી છે આ

 

 

આગામી ટ્વીટમાં આકાશ આનંદે કહ્યું કે, શું રંગ બદલુ પાર્ટી છે આ. એક તરફ બાબા સાહેબની તસવીર લગાવીને બહુજન હિતેચ્છુ હોવાનો ઢોંગ કરે છે અને બીજી તરફ વોટ મેળવવા માટે નોટ બદલવાની વાત કરે છે. કેજરીવાલ સાહેબ, તમે નોટો પર બાબા સાહેબની તસવીરની વાત કરો તો સારું થાત, જેમણે સામાજિક ન્યાય માટે સૌથી મોટી લડાઈ લડી છે.

કેજરીવાલે નોટ પર ગણેશ અને લક્ષ્મીની તસવીર છાપવાની વાત કરી હતી

અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, હું કેન્દ્ર સરકાર અને પીએમને અપીલ કરું છું કે એક તરફ ભારતીય ચલણ પર ગાંધીજીની તસવીર છે, તેને જેમ છે તેમ રહેવા દો, બીજી તરફ ગણેશ અને લક્ષ્મીજીની તસવીર ભારતીય ચલણ પર લગાવવી જોઈએ. તેનાથી સમગ્ર દેશને તેમના આશીર્વાદ મળશે. અમે એવું નથી કહી રહ્યા કે બધી નોટો બદલવી જોઈએ, પરંતુ જે નવી નોટો છપાઈ છે. આ તેમના પર શરૂ કરી શકાય છે અને ધીમે ધીમે આ નવી નોટો ચલણમાં આવશે.

Published On - 1:42 pm, Thu, 27 October 22

Next Article