Breaking News : NEET-UG 2026 પરીક્ષા પહેલા ટેલિગ્રામ પર પ્રતિબંધ, એડિટ ફીચર 30 જૂન સુધી બંધ

NEET-UG 2026ની પરીક્ષા પહેલા આવ્યા મોટા સમાચાર, 30 જૂન સુધી એડિટ ફીચર બંધ રહેશે.NEET પરીક્ષા પહેલા ટેલિગ્રામ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

Breaking News : NEET-UG 2026 પરીક્ષા પહેલા ટેલિગ્રામ પર પ્રતિબંધ, એડિટ ફીચર 30 જૂન સુધી બંધ
| Updated on: Jun 16, 2026 | 10:55 AM

NEET-UG 2026ની પરીક્ષા પહેલા આવ્યા મોટા સમાચાર સામે આવી રહ્યા છે.NEET-UG 2026 પુનઃપરીક્ષા પહેલા સરકારે એક મોટું પગલું ભર્યું છે. ટેલિગ્રામ પર અસ્થાયી રુપે પ્રતિંબધ લગાવ્યો છે. NEET-UG 2026 પુનઃપરીક્ષા પહેલા ભારતમાં ટેલિગ્રામને અસ્થાયી રૂપે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. NEET-UG 2026 પુનઃપરીક્ષા 21 જૂને યોજાવાની છે. ટેલિગ્રામ 22 જૂન સુધી અસ્થાયી રૂપે બ્લોક રહેશે. મેસેજ એડિટિંગ ફીચર 30 જૂન સુધી બંધ રહેશે.NTAએ કહ્યું કે,NEET-UG 2026 પુન પરીક્ષાને સુરક્ષિત અને નિષ્પક્ષ તરીકે કરાવવા માટે કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે.

ચેનલો પર હજારોથી લઈ લાખો રુપિયા સુધી માંગ

NTAના જણાવ્યા મુજબ કેટલીક ગેંગ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને કથિત પ્રશ્નપત્રો આપવાના નામે ટેલિગ્રામ ચેનલો દ્વારા છેતરપિંડી કરી રહ્યા હતા. “Paper Leaked NEET”, “Re-NEET 2026” અને “Private Mafia” જેવા નામથી અનેક ચેનલો પર હજારોથી લઈ લાખો રુપિયા સુધી માંગ કરવામાં આવી રહી હતી. એજન્સીએ સ્પષ્ટ કહ્યું કે, પરીક્ષાનું પ્રશ્નપત્ર સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને પરીક્ષા પહેલા કોઈની પાસે ઉપલબ્ધ નથી.

ટેલિગ્રામ 22 જૂન સુધી અસ્થાયી રૂપે પ્રતિબંધ

NTAએ જણાવ્યું કે, કેટલાક કેસમાં ટેલિગ્રામના મેસેજ એડિટ ફીચરનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ જુના મેસેજમાં સાચું પ્રશ્નપત્ર જોડી દેખાડવામાં આવે છે.આ પગલું સમાન નકલી “પેપર લીક” સામગ્રીના ફેલાવાને રોકવા માટે લેવામાં આવ્યું છે. આ માટે ટેલિગ્રામ 22 જૂન સુધી અસ્થાયી રૂપે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.ટેલિગ્રામ પર પ્રતિબંધ થોડા સમય માટે જ લગાવવામાં આવ્યો છે.

એજન્સીએ વિદ્યાર્થીઓ અને વાલીઓને અપીલ કરી છે કે તેઓ કોઈપણ અફવાઓ કે માહિતી પર વિશ્વાસ ન કરે અને પરીક્ષા સંબંધિત માહિતી ફક્ત સત્તાવાર વેબસાઇટ, neet.nta.nic.in અને NTAના ચકાસાયેલ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી જ મેળવે. તમને જણાવી દઈએ કે, NEET UG પરીક્ષા 3 મેના રોજ રદ કરવામાં આવી હતી. ફરીથી પરીક્ષા હવે 21 જૂનના રોજ લેવામાં આવશે. NEET ફરીથી પરીક્ષામાં 2.2 મિલિયન ઉમેદવારો ભાગ લેશે.

ગૃહ મંત્રાલય, વિવિધ રાજ્યોની પોલીસ અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY) હેઠળ કાર્યરત ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) એ સંયુક્ત રીતે અનેક નકલી ટેલિગ્રામ ચેનલો અને બોટ્સને દૂર કરવા માટે કાર્યવાહી કરી છે.

નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટનું (NATIONAL ELIGIBILITY CUM ENTRANCE TEST) આયોજન NEET UG અને NEET PG તરીકે કરવામાં આવે છે. અહી ક્લિક કરો

 

Published On - 10:36 am, Tue, 16 June 26

Follow Us