Breaking News : બ્રેક વગર વંદે ભારત ટ્રેન 463 કિલોમીટર દોડી, જુઓ વીડિયો

રેલવે વિભાગના કર્મચારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. ખામીયુક્ત બ્રેકિંગ સિસ્ટમ સાથે વંદેભારત ટ્રેન દોડાવાની ઘટના સામે આવી છે. 24 ઓક્ટોબરના દિવસે ટ્રેનની બ્રેકમાં ખામી હોવાનું જણાઇ આવ્યું હતું.દક્ષિણ-પૂર્વ રેલવે વિભાગે ઘટનાની તપાસ કરી શરૂ

Breaking News : બ્રેક વગર વંદે ભારત ટ્રેન 463 કિલોમીટર દોડી, જુઓ વીડિયો
Image Credit source: AI
| Edited By: | Updated on: Nov 16, 2026 | 1:26 PM

જ્યારે તમે કોઈ ગાડી, ફ્લાઈટ કે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હોય અને તમને અચાનક જાણ થાય કે, તમે જેમાં મુસાફરી કરી રહ્યા છો. તેમાં બ્રેક નથી. તો તમારો હાવભાવ શું હશે. આવી જ ઘટના હાલ સામે આવી છે. દેશમાં પ્રિમિયમ ટ્રેન ગણાતી વંદે ભારત ટ્રેન સાથે જોડાયેલી ગંભીર બેદરકારી સામે આવી છે. દક્ષિણ-પૂર્વ રેલવે વિભાગમાં24 ઓક્ટોબરે ખામીયુક્ત બ્રેક સિસ્ટમ સાથે વંદે ભારત ટ્રેન દોડાવાઇ હોવાનું સામે આવ્યું છે. વંદે ભારતની ખાલી ચેર કાર રેકને માલગાડીના એન્જિન દ્વારા લઇ જવાની સૂચના અપાઇ હતી. નિયમ મુજબ રેકની બ્રેક સિસ્ટમને એન્જિનની બ્રેક સિસ્ટમ સાથે જોડવાની હોય છે. પરંતુ જવાબદાર કર્મચારીઓ આ કાર્ય કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

જો કે મુસાફરી દરમિયાન લોકોપાઇલટને બ્રેક સિસ્ટમમાં ખામી હોવાનું જણાઇ આવ્યું હતું.જેથી લોકો પાઇલટે રાંચી સ્ટેશન પર અધિકારીઓને ફરિયાદ કરી હતી.

 

બ્રેક વગર વંદે ભારત ટ્રેન 463 કિલોમીટર દોડી

લોકોપાઇલટની રજૂઆત છતાં ટ્રેનને આગળ જવા દેવામાં આવી. મુરી સ્ટેશન પર બીજા લોકોપાઇલોટે ટ્રેન સંભાળી, તેમણે પણ બ્રેક સંબંધિત જાણકારી કંટ્રોલ રૂમને કરી હતી.જેને પગલે તપાસ કરતા. કોચની બ્રેક સિસ્ટમ એન્જિન સાથે જોડાઇ ન હોવાનું સામે આવ્યું છે.પરંતુ ત્યાં સુધીમાં ટ્રેન 463 કિલોમીટર કાપી ચૂકી હતી. મહત્વનું છે આ ટ્રેન ખાલી હતી. જો કે ખામીયુક્ત બ્રેક સિસ્ટમવાળી હાઇસ્પીડ ટ્રેન રેલવે કર્મચારીઓ અને અન્ય ટ્રેનના મુસાફરો માટે જોખમી સાબિત થઇ શકતી હતી. સદનસીબે કોઇ અનિચ્છનિય ઘટના બની ન હતી. જો કે આ ગંભીર બેદરકારીને પગલે દક્ષિણ-પૂર્વ રેલવે વિભાગે તપાસ શરૂ કરી છે.

 

જો તમે મેટ્રોમાં મુસાફરી કરો છો, તો પીળા રંગની લાઈનનો અર્થ ચોક્કસ જાણો અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.